________________
શારદા સુવાસ
૫
પૂ. ગુરૂદેવે સરળ સ્વભાવથી સહુના દિલ જીત્યા હતા. મધુર અને મિતભષો વાણીથી દરેક આત્માઓના દિલમાં વાસ કર્યાં હતા. જૈનશાસન પ્રત્યે સંપૂર્ણ વફાદારી તેમના અંતરના આંગણામાં સદા માટે જીવતી અને જાગતી હતી. તેમણે કદાચડુને તે। સદાને માટે દેશવટો આપ્યા હતા. નિક અને પૂજક અને પ્રત્યે સમાનભાવ હતેા. આવા પૂ. ગુરૂદેવ ખરેખર આ કળીકાળમાં સંયમના અવતાર હતા. પૂ. ગુરૂદેવનું જીવન જ્ઞાનાદિ ઘણાં વિશિષ્ટ ગુણેાથી સભર હતુ. ગંભીરતાના ગિરિવર હતા, અને નમ્રતાની ની એ ગિરિવરની Àાભા હતી. આવા ગુણમૂર્તિ પૂ. ગુરૂદેવ હતા. કસ્તુરી ઉડી ગઇ ને સુગંધ મહેકાવતી ગઇ. ફૂલ ખરી ગયું પણ ફેારમ રહી ગઈ છે. એમના આયુષ્યનુ તેલ છૂટી ગયુ' ને અત્તી બૂઝાઈ ગઈ. પૂ. ગુરૂદેવના જીવનમાં જે ગુણ્ણા હતા તે ગુણા આપણા જીવનમાં અપનાવીએ તે જ આપણે તેમના ઉપકારના ઋણથી મુક્ત થઈ શકીએ. ૐ શાન્તિઃ
વ્યાખ્યાન ન-પટ
ભાદરવા સુદ ૧૩ ને શુક્રવાર
તા. ૧૫-૯-૭૮
અનંતજ્ઞાની શાસ્ત્રકાર ભગવંતા જગતના જવાના કલ્યાણ માટે ઉપદેશ આપતા કહે છે કે હું ભવ્ય જીવા ! જો તમારે આધિ, વ્યાધિ અને ઉપાધિ રૂપ ત્રિવિધ તાપના ભઠ્ઠામાંથી ઉગરવુ. હાય અને સાચું સુખ પ્રાપ્ત કરવુ હોય તે મમત્વને છેડીને સમત્વના ઘરમાં આવે. આ જગતમાં મમત્વ અને સમત્વ એ એ સામસામા કિનારા છે. એક કિનારા પૂમાં છે ને બીજો પશ્ચિમમાં છે. તેમાં મમત્વના કિનારે ગરમ ગરમ આગ જેવી લૂ વાય છે અને સમત્વના કિનારે ડિમાલયને સ્પર્શી ને આવતા હાય તેવા શીતળ મઢ માં પવન વાય છે. આજે સ’સારમાં મોટા ભાગના મનુષ્યા દુઃખી છે તેનુ કારણ હાય તા તે એક જ છે કે તે મમત્વના પશ્ચિમ કિનારે જઈને બેઠા છે. જ્યાં એકલી અશાંતિની આગ, બળતરા અને વેદના જ છે. આવા મનુષ્યને જ્ઞાની પુરૂષ સંમેાધન કરીને કહે છે હે માનવ ! જો તારે સાચુ સુખ અને શાંતિ મેળવવી હાય તા જ્યાં શાંતિનું નામનિશાન નથી, શીતળતાની એકે ય લહેર નથી, સુખના સ ંવેદનનુ એક પણુ સ્વપ્ન નથી, એવા મમત્વના કિનારા તું છેઊંડી દે ને સમત્વના પૂર્વ કિનારે આવીને બેસી જા, પછી જો કે કેવા શાંતિના અનુભવ થાય છે ! અંતરના ઉંડાણુમાંથી શીતળતાના ઝરા કેવા ફૂટી નીકળે છે અને સુખનુ` કેવુ' સ ંવેદન થાય છે.
આજના માનવ ખરેખર અશાંત છે તે હકીકત છે. બિચારા શાંતિ માટે તરફડિયા મારે છે, શીતળતા માટે આબુ, પંચગીની, માથેરાન વિગેરે સ્થળોએ પૈસા ખચી'ને જાય છે.