________________
૫૫૮
શારઠા સુવાસ
થઈ ગયા. એમના શરીરની જીવતાં છાલ ઉતારવામાં આવી, માથે અંગારા મૂકયા, બે - પગને ચૂલે બનાવીને ખીર રાંધી, ઘાણીમાં પલાયા તે પણ હસતા ને હસતા જ રહ્યા.
હેજ પણ મૂરઝાયા નહિ પણ પ્રસન્ન બની ગયા, કારણ કે એ બધા સમત્વના કિનારે બેઠા હતા. નાગદું-મમ ના મુખ્ય કેન્દ્ર ઉપર એમણે બેઠક મેળવી લીધી હતી. એમણે પિતાના શરીરને જ જ્યાં પિતાનું માન્યું ન હતું ત્યાં એને લગતી વેદના પિતાની કયાંથી બને ? જ્યાં સુધી સુખ અને દુઃખ બંનેમાં સ્થિર ઉભા રહી હસતા રહેવાની તાકાત માનવ નહીં કેળવે ત્યાં સુધી એ જ્યાં જશે ત્યાં એને સુખ કે શાંતિ નહિ મળે. એ તાકાત મેળવવા માટે આજે નહીં તે કાલે પણ માનવને સમત્વના સોનેરી કિનારા તરફ ડગ માંડયે જ છૂટકે છે. નારું અને ન મમ ના મુખ્ય કેન્દ્રમાં બેઠક જમાવે જ છૂટકે છે. એ સિવાય જીવનની અશાંતિ દૂર નહિ થાય ને આત્માની પરમ શાંતિ પ્રાપ્ત નહિં થાય, માટે મમત્વને ત્યાગ કરી સમત્વના કિનારે આવી જાવ. કે જેઓ મમત્વને કિનારે છેડીને સમત્વના કિનારે આવીને બેઠા છે તેવા નેમકુમારને -જન્મ મહેસવ દેએ ઉજવે ને પછી માતાની પાસે લાવીને મૂક્યા, હવે તે નેમકુમાર કેવા હતા તે શાસ્ત્રકાર ભગવાન બતાવે છે.
सोऽरिडनेमिनामो उ, लक्खणस्सर संजुओ ।
असहस्सलक्खण धरो, गोयमो कालगच्छवी ॥५॥ તે (અરિષ્ટનેમિ નામના કુમાર) નેમકુમાર માધુર્ય, ગાંભીર્ય આદિ લક્ષણેથી યુક્ત સ્વરવાળા હતા, તથા હાથ પગમાં સાથિયા, વૃષભ, સિંહ, શ્રી વત્સ, શંખ, ચક્ર, ગજ, અશ્વ, છત્ર, સમુદ્ર વિગેરે શુભસૂચક (૧૦૦૮) એક હજાર ને આઠ લક્ષણેને ધારણ કરેલા હતા. નેમનાથ ભગવાનની ચામડીને વર્ણ ભલે શ્યામ હતું પણ એમને આત્મા શ્યામ ન હતે. : આત્મા તે ઉજજવળ હતે. ઘણી વખત માણસ બહારથી શ્યામ હોય છે પણ એમનું અંતર
ઉજજવળ હોય છે. ઘણુ માણસે દેખાવમાં બહારથી રૂડી ને રૂપાળા હોય છે પણ એમને : આત્મા મલીન હોય છે. કૃષ્ણ વાસુદેવ શ્યામ હતા ને તેમનાથ ભગવાન પણ શ્યામ હતા પણ એમનું આંતરિક રૂપ સુંદર હતું. આજે તે કાળી ચામડીને ઉજળી બનાવવા માટે લાલી, સ્ને, પાવડર, લીસ્ટીક આદિ કેટલા રંગરેગાન કરે છે પણ ઉપરના લપેડાથી કંઈ સુંદરતા આવવાની છે? ભગવાન કહે છે હે માનવ ! તારે તારું સાચું રૂપ પ્રગટ કરવું હોય તે વિનય, નમ્રતા, સત્ય, નીતિ, સદાચાર, શીયળ વિગેરે ગુણેને તારા જીવનમાં અપનાવ
તે તારું સાચું સૌંદર્ય ખીલી ઉઠશે. I ! દેવાનુપ્રિયે! જ્ઞાની પુરૂષે કહે છે કે અસલ તે અસલ છે ને નકલ તે નલ છે
પણ આજના વૈજ્ઞાનિક યુગમાં અસલ જુની-પુરાણી વસ્તુ કઈને ગમતી નથી. આધુનિક