________________
શારદા સુવાસ કે જે તમારે જલ્દી કલ્યાણ કરવું હોય તે જીવનમાં વિનય અવશ્ય જોઈશે. વિનય એટલે શું ? જે પ્રવૃત્તિ દ્વારા કર્મનું નિકંદન થાય તે વિનય. અવિનયથી કર્મને સબંધ થાય છે. વિનયથી કર્મને નાશ થાય છે. વિનયનું પાલન કરનાર શિષ્ય ગુરૂકૃપા મેળવી શકે છે. ગુરૂનું વચન મંત્ર સમાન છે. ગુરુ એ કઈ વ્યક્તિ નથી પણ વિશ્વનું એક મહાન વિરાટ તેજપૂંજ રૂપ તત્વ છે. ગુરૂ તત્વની આરાધના કરનાર મહાનતા, વિરાટતા અને આત્માના શુદ્ધ તેજપૂંજને પામે છે. ગુરૂ તત્વની વિરાધનાથી આત્મવિકાસ અટકી જાય છે અને દુર્ગતિના મંડાણ થાય છે. આપણાં જ્ઞાનના વિકાસમાં જે કઈ પ્રતિબંધક હેય તે ગુરૂ પ્રત્યેને અવિનય છે. ગુરૂના વિનયથી જ્ઞાનના દ્વાર ખુલે છે કરોડપતિને પુત્ર જેમ પિતાની કરેડાની મિક્તને વારસદાર બને છે તેમ ગુરૂને વિનય કરનાર વિનિત શિષ્ય પણ ગુરૂની જ્ઞાનાદિક તેમજ આધ્યાત્મિક સંપત્તિને માલિક બને છે.
મહાવીર પ્રભુના પટ્ટ શિષ્ય ગૌતમસ્વામી વિનયથી ભગવાન પાસેથી શું નથી પામ્યા? અર્થાત્ બધું જ પામ્યા છે. ભગવાન પ્રત્યેના સર્વોત્કૃષ્ટ વિનયના પ્રભાવે ગણધરપદ, લબ્ધિઓ, કેવળજ્ઞાન અને મેક્ષ પામેલ છે. આવું વિનયનું સ્વરૂપ પૂ. ગુરૂદેવ ખૂબ સુંદર રીતે સમજાવતા હતા. માતા પિતાના પુત્રને જેમ વહાલથી હિત શિખામણે આપે તેમ પૂ. ગુરૂદેવ અમને હિતશિખામણે આપતા હતા. આવા મહાન ઉપકારી પૂ. ગુરૂદેવને ઉપકાર કયારે પણ આ જીવનમાંથી ભૂલાશે નહિ. પૂ ગુરૂદેવ લગભગ મધ્યરાત્રીએ તે ધ્યાનમાં રહેતા. ગુરૂદેવે શાસ્ત્રો પણ લખ્યા છે. તેમના પ્રભાવશાળી પ્રવચનથી તેમજ તેમનામાં રહેલા અદ્ભૂત ગુણેથી જૈન જૈનેતરે ધર્મને પામ્યા છે, અનેક અધમીએ ધમી બન્યા છે. પૂ. ગુરૂદેવ પાસે હજારે માણસો ધર્મ જાણવાની જિજ્ઞાસાથી આવતા. બધાને સંતોષ થાય તેમ સમજાવતા હતા.
પૂ. ગુરૂદેવ કયારે પણ બિમાર પડ્યા ન હતા. સંવત ૨૦૦૪ના ખંભાત ચાતુર્માસમાં પ્રથમ વખત જ સંવત્સરીના દિવસે શરદી થઈ હતી ને મટી ગઈ. પૂ. ગુરૂદેવે પિતાના સારા જીવનમાં કયારેય દવાને ઉપયોગ કર્યો નથી. ભાદરવા સુદ ૧૦ ના દિવસે તેમના શિષ્ય પૂ. કુલચંદ્રજી મહારાજ સાહેબને ૩૮ ઉપવાસ પૂરા થયા. તેમણે કહ્યું ગુરૂદેવ ! આપની કૃપાથી મને શાતા ઘણી સારી છે. તે ત્રણ ઉપવાસ ભેળવીને ૪૧ના પચ્ચખાણ કરાવે, ત્યારે પૂ. ગુરૂદેવે કહ્યું આજે હું તમને છેલ્લું પારણું કરાવી લઉં. તેમના આ ગૂઢ સંકેતને કઈ સમજી શક્યું નહિ કે પૂ. ગુરૂદેવ આમ શા માટે કહે છે? તે દિવસે સાડા દશ વાગ્યા સુધી વ્યાખ્યાન ફરમાવ્યું ને પછી ગૌચરી છેલ્લી વખત કરવાની છે તે પિતાને જાણ હતી તેથી પિતે આખા સંઘના દરેક ઘરમાં ગૌચરીને લાભ આપીને પિતાના શિષ્યને પારણું કરાવ્યું, પછી પિતાના બંને શિષ્યોને સંયમમાં દઢ બનવાની અને ચારિત્ર માને દીપાવવાની હિત શિખામણે આપી, બપોરે ધર્મચર્ચામાં આવેલા શ્રાવક-શ્રાવિકાઓને