________________
શારદા સુવાસ
ગુરૂ આજ્ઞામાં જીવન સમર્પણ કરતા ગુરૂદેવ :- એક દિવસ પૂ. છગનલાલજી મહારાજ સાહેબની તબિયત બરાબર ન હતી, એટલે કહ્યું કે રત્નચંદ્રજી ! આજે તમે વ્યાખ્યાન માટે જાવ. અત્યાર સુધી કદી વ્યાખ્યાન વાંચ્યું ન હતું છતાં એવી દલીલ ન કરી કે મેં કઈ દિવસ વ્યાખ્યાન વાંચ્યું નથી ને હું કેવી રીતે વાંચીશ ! તહેત ગુરૂદેવ કહીને ઉપર વ્યાખ્યાન વાંચવા ગયા પણ ગુરૂદેવ જે સિંહાસને બેસે ત્યાં ન બેઠા પણ વાજોઠ ઉપર બેઠા. શ્રાવકોએ ખૂબ કહ્યું – ગુરૂદેવ ! પાટ ઉપર બિરાજે. તેમણે શ્રાવકેને કહ્યું કે મારા ગુરૂદેવ જે પાટ ઉપર બેસીને વ્યાખ્યાન આપે છે તે માટે બેસવાની મારામાં લાયકાત નથી. પોતે બાજઠ ઉપર બેસીને વ્યાખ્યાન આપ્યું પણ પાટે ન બેઠા. તે સિવાય પૂ. ગુરૂદેવ ન સૂવે ત્યાં સુધી પિતે સૂતા ન હતા. એક તે જીવનમાં વિનયને મહાન ગુણ હતે, બીજું બ્રહ્મચર્ય ખૂબ નિર્મળ હતું. સાથે ક્ષમા, સમતા, સરળતા આદિ ગુણે હતા. તેથી પૂ. ગુરુદેવનું લલાટ ઝગમગતું હતું. ગુરુ અને શિષ્ય વચ્ચે ક્ષીર નીર જેવે અથાગ પ્રેમ હતો, પણ કાળની ગતિ ન્યારી છે. કાયમ માટે પ્રેમ ટકતું નથી. સવંત ૧લ્પના તેમના પૂ. ગુરૂદેવ છગનલાલજી મહારાજ કાળધર્મ પામ્યા એટલે ખંભાત સંપ્રદાયનું સુકાન પૂ. ગુરૂદેવના હાથમાં આવ્યું. ૧૯ના વૈશાખ વદ ૧૧ ના દિવસે તેમને આચાર્ય પદવી પ્રદાન કરવામાં આવી. ૧લ્પનું ચાતુર્માસ ગુરૂદેવ સાણંદ પધાર્યા.
ગુરૂદેવ સાણંદ પધારતાં શ્રી સંઘમાં વતેલે આનદ – પૂ. ગુરૂદેવ શ્રી રત્નચંદ્રજી મહારાજ સાહેબનું સાણંદ શહેરમાં આગમન થવાથી આનંદ આનંદ છવાઈ ગયે. પૂ. ગુરૂદેવ જૈન શાળાના બાળકે કેમ સારી રીતે વધુ જ્ઞાન મેળવે તે માટે ખૂબ રસ ધરાવતા હતા. તે માટે ખૂબ મહેનત કરતા. આ રીતે જહેમત ઉઠાવીને બાળકો અને બાલિકાઓના જીવનમાં ધર્મનું સુંદર સિંચન કર્યું. અમારા જીવનમાં વૈરાગ્યની ત પ્રગટાવી એવા તારણહાર ગુરૂદેવને મારા પર મહાન ઉપકાર છે. એમના કયા શબ્દોમાં ગુણ ગાઉં ? આ માટે મારી પાસે શબ્દો નથી. પૂ. ગુરૂદેવના સદુપદેશથી મને અને મારા ગુરુબહેન પૂ. જશુબાઈ મહાસતીજીને સંસારની અસારતા સમજાણી ને અંતરાત્મા જાગૃત બન્યું અને એ ગુરૂદેવે અમને બંનેને દીક્ષા આપી. ગુરૂ મારા સાચા છે ઉપકારી (૨) સંસાર સાગર તરવા માટે (૨)
ચારિત્ર નૈયા તમે આપો. સંયમરન આપનાર પૂ. ગુરૂદેવ ઉપકાર કદી ભૂલાય નહીં. પૂ. ગુરૂદેવ અમને સંયમ આપીને અમારા જીવન બાગના માળી બન્યા. સંયમ લઈને કેવી રીતે જીવન જીવવું જોઈએ, સંયમના આચાર કેમ પળાય, ગૌચરી કેમ કેવી રીતે કરાય ને લેચ કેવી રીતે કરાય તે બધું અમને પૂ. ગુરૂદેવે શીખવાડ્યું છે. પૂ. ગુરૂદેવ અમને ભણાવતાં ઘણી વખત કહેતા