________________
શારા સુવાસ
પપ૧ પિતાને ઘેર આવ્યા. એને ધંધો એટલે કાકા સાથે અવારનવાર ખેતરમાં જવું પડતું હતું. કપાસની સીઝન આવી. ખેતરમાં કપાસને ભરચક પાક થયે હતું, એટલે રવાભાઈ ઘણાં માણસને લઈને ખેતરમાં કપાસ વીણાવવા ગયા. પિતે કપાસ વીણે છે કે માણસે પાસે કપાસ વીણાવે છે. ખીલેલા કપાસમાંથી રૂ ખેંચતા રવાભાઈને વિચાર આવ્યું કે પેલા સાધ્વીજી તે એમ કહેતા હતા કે એક પાંદડુ તેડવામાં પણ ઘણું પાપ છે તે હું તે આ ખીલેલા કલામાંથી રૂ ખેંચી રહ્યો છું તે મને કેટલું પાપ લાગશે! પાપને ડરથી ૨વાભાઈનું હૃદય રડી ઉઠયું અને કાલા વીણવાનું કામ છોડીને ઘેર આવ્યા ને કાકા કાકીને કહે છે મારે હવે આ પાપથી ભરેલા સંસારમાં રહેવું નથી. સંસારમાં તો ડગલે ને પગલે પાપ છે. આ પાપના પિંજરમાંથી છૂટવા માટે મારે તે જૈનધર્મની દીક્ષા લેવી છે. કાકા-કાકી કહે છે રવા! તું આ શું બોલે છે? તને વળી જૈન ધર્મની દીક્ષા લેવાનું ભૂત કયાંથી વળગ્યું ? આપણે જૈનધમ નથી. આપણે ધર્મ તે સ્વામીનારાયણને છે.' રવાભાઈએ કહ્યું આપણે ધર્મ ગમે તે હોય, મારે ધર્મની સાથે કેઈ નિસબત નથી મારે તે આત્મકલ્યાણ કરવું છે પણ કાકા કાકી કહે છે તું હજુ તેર વર્ષને છે. પાપ-પુણ્યમાં તું શું સમજે ! પણ રવાભાઈ તે કહે છે કે મારે તે સંસારમાં રહેવું જ નથી.
મહંતની રવાભાઈમાં કરેલી દષ્ટિ” – ખૂબ હઠ કરી ત્યારે કાકા કાકી કહે છે જે તારે દીક્ષા લેવી હોય તો આપણું સ્વામીનારાયણ ધર્મના સાધુ બનવાની રજા આપીએ પણ જૈન ધર્મના સાધુ તો તને નહીં જ બનવા દઈએ, ત્યારે રવાભાઈએ વિચાર કર્યો કે ઠીક, ત્યાં જાઉં તો ખરે મારે તો આત્મકલ્યાણ જ કરવું છે ને ? એટલે રવાભાઈ તે સ્વામીનારાયણના ગઢડા ગયા ત્યાં જઈને મુખ્ય સ્વામીને મળ્યા. ત્રણ ચાર દિવસ ત્યાં શેકાયા એટલે સ્વામીની નજર રવાભાઈ ઉપર ઠરી ને વિચારવા લાગ્યા કે આ છોકરે તેજસ્વી પુરૂષ બનશે. મારી ગાદી સંભાળે તે છોકરે છે, એટલે સ્વામીએ પાસે બેલાવીને પૂછ્યું-છોકરા ! તું ક્યાંથી આવે છે? તમે કેટલા ભાઈ બહેને છે? તમારે ધંધે શેને છે? રવાભાઈએ કહ્યું હું ગલિયાણાને રહેવાસી છું. કુટુંબમાં કાકા, કાકી, બે ભાઈઓ અને એક બહેન છીએ. અમારે જમીન ઘણી છે. ખેતી અમારે મુખ્ય ધંધે છે, ત્યારે સ્વામીએ કહ્યું કે તારા ભાગની જેટલી મિક્ત હોય તેટલી ગાદીને અર્પણ કરી દે તે હું તને મારે ચેલે બનાવું.
“રવાભાઈએ કરેલી ધર્મની પરીક્ષા" – સ્વામીજીની વાત સાંભળીને રવાભાઈના મનમાં વિચાર થયે કે જયાં મિક્તની મમતા છે, પરિગ્રેડ ઘટાડવાને બદલે વધારવાની વાત છે ત્યાં આત્મકલ્યાણ કયાંથી થઈ શકે? પેલા સાધ્વીજી તે એમ કહેતા હતાં કે સાધુથી પૈસા રખાય નહિ, વાહનમાં બેસાય નહિ અને આ સાધુઓ તે પૈસા રાખે છે, વાહનમાં બેસે છે, પગમાં જોડા પહેરે છે તે અહીં આત્માનું કલ્યાણ કેવી રીતે થાય? જ્યાં પરિગ્રહને મોહ છે ત્યાં કલ્યાણ થવું મુશ્કેલ છે.