________________
શારદા સુવાસ
૫૪૯
ગુરૂદેવ અમારી જીવનનૈયાના નાવિક છે. નૌકા ગમે તેટલી સારી હેાય પણ જો તેના નાવિક ખરાખર ન હોય તે! ? નૌકા મધદરિયે ડૂબી જાય ને ? પ્લેન ગમે તેટલુ' સારું' હાય પણ જો તેના પાયલોટ સાવધાન ન હાય તા મેટી હેાનારત સર્જાય છે તેમ જીવનનૈયાના નાવિક ખરાખર ન હાય તા જીવનનૈયા સામે પાર પહેાંચતી નથી, માટે ગુરૂ તે ખરાબર જોઇએ. શાસ્ત્ર એ દવાખાનું છે ને ગુરૂ એ વેદ છે. જેનામાં જેવા રાગ દેખે છે તેવા શાસ્ત્રના નિચાડ કાઢીને ગુરૂ રૂપી વૈદ્ય દવા આપે છે. ડૅાકટર ગમે તેવી દવા આપે તેમાં નદી તક કરતા નથી શ્રદ્ધાપૂર્વક દવા પી જાય છે, તેમ શિષ્યાએ પણ ગુરૂના વચનમાં શ્રદ્ધા રાખવી જોઈએ. જેમ ડાકટર રાગીઓને નિરંગી બતાવવા ઈચ્છે છે, અધ્યાપક પેાતાના વિદ્યાથી ઓને વિદ્વાન બનાવવા ઈચ્છે છે, ગા ગાડીને ક્ષેમકુશળ સ્ટેશને પહેાંચાડવા ઇચ્છે છે અને નાવિક નૌકાને નદી અગર સમુદ્રને સામે કિનારે લઈ જવા ઇચ્છે છે તેવી રીતે ગુરૂની ભાવના પણ એવી હાય કે પેાતાના શિષ્યેનું જલ્દીથી જલ્દી કેમ કલ્યાણ થાય ! અમારા પૂ. તારણહાર ગુરૂદેવની પણ આવી જ ભાવના હતી. એવા મહાન ઉપકારી ગુરૂદેવના ઉપકાર કેમ ભૂલાય ! એ ગુરૂદેવ કઇ પવિત્ર ભૂમિમાં જન્મ્યા હતા અને તેમને કેવી રીતે વૈરાગ્ય ભાવના જાગી તેનું આપણે સ્મરણ કરીએ. એ ગુરૂદેવ જૈનધમી ન હતા. એ રાજપૂત જ્ઞાતિમાં જન્મ્યા હતા, પણ કેવી રીતે જૈનધમ પામ્યા અને કેવુ ચારિત્ર પાળ્યું અને અમને કેવા બેધ આપ્યા તે પૂ. ગુરૂદેવના જીયન ચરિત્રમાંથી આપણને જાણવા મળશે.
નાનકડા ગામમાં પ્રકાશિત થયેલું રત્ન” :-ખંભાતના તાબામાં આવેલુ ગલિયાણા નામનું એક ગામ છે. એ ગામમાં મેટા ભાગની રાજપૂત-ગાશીયાની વસ્તી છે. આ ગલિયાણા ગામમાં પૂ. ગુરૂદેવના જન્મ થયા હતા. તેમના પિતાનું નામ જેતાભાઈ હતું ને માતાનું નામ જયાકુંવર ખહેન હતું. સ’વત ૧૯૪૨ની સાલમાં કારતક સુ; ૧૧ ના પવિત્ર દિવસે પૂ. ગુરૂદેવને જન્મ થયા હતા, તેમનુ` નામ રવાભાઈ પાડવામાં આવ્યું હતું જેમ નાનકડા રવા જેટલા હીરામાં તેજ હોય છે તેમ આ નાનકડા રવાભાઈના લલાટ ઉપર ક્ષત્રિયના તેજ ઝળકતા હતા, રવાભાઈ એ ભાઇ અને એક બહેન હતા. તેમાં રવાભાઈ સૌથી મેાટા હતા. રવાભાઈ પાંચ વર્ષના થયા ને તેમના માતા-પિતા સ્વગે સીધાવ્યા એટલે આ ત્રણ ભાઈબહેન કાકાને ત્યાં મોટા થવા લાગ્યા. રાજપૂતાને મુખ્ય ધધે ખેતીના હોય છે. આ રવાભાઈને ત્યાં જમીન જાગીર ઘણી હતી, એટલે તેઓ માટા થતાં કાકાની સાથે ખેતરમાં જવા લાગ્યા. તેઓ નાકરો મારફત બધુ કામ કરાવતા હતા. રવાભાઈના જીવનમાં પહેલેથી જ વિનય, નમ્રતા, ગંભીરતા વિગેરે ગુણા હતા. એ ગુણ્ણા દ્વારા તે દરેકને પ્રિય થઈ પડતા. વિનય એ તેા વૈરીને વશ કરવાની જડીબુટ્ટી છે. તે કાકા-કાકીના દરેક કાર્ય માં સહભાગી બનતા, તેથી કાકા-કાકીને ખૂબ પ્રિય હતા.
“ ગીતે કરેલી કરામત ” :– તમે જાણેા છે ને કે ક્ષત્રિયના માળકોને ખાલપણથી