________________
શારદા સુવાસ કેટલે અન્યાય કર્યો છે? અને પાછો ઉપરથી ઈર્ષ્યા કરે છે પણ એને વાળ વાંકે નહિ થાય. જે તારે છૂટવું હેય ને આજથી નિયમ લઈ લે કે તારે ભાઈ ગમે તેટલે સુખી થાય તે પણ તારે એના ઉપર ઈર્ષ્યા ન કરવી, તે તને છેડીશ. ગણેશે પ્રતિજ્ઞા કરી એટલે દેવ એને છૂટો કરીને ચાલ્યા ગયે.
મહેશે શ્રદ્ધાપૂર્વક સંતની આજ્ઞાનું પાલન કર્યું તે સુખી બની ગયા ને પરભવમાં પણ સુખી બનશે. જે ભગવાનના સંતની આજ્ઞાનું શુદ્ધ ભાવે પાલન કરે છે તેનું કલ્યાણ થઈ જાય છે, તે ખુદ ભગવાનની આજ્ઞાનું પાલન કરનારે તે કેટલે ન્યાલ થઈ જાય! એવા તીર્થકર ભગવાનને શૌર્ય પુર નગરમાં જન્મ થયે છે. દેવે તેમને મેરૂ પર્વત ઉપર લઈ ગયા ને જન્મ મહત્સવ ઉજવીને પાછા માતાની પાસે લાવીને મૂકયા. હવે સમુદ્રવિજય રાજા તેમને જન્મ મહોત્સવ કેવી રીતે ઉજવશે તેના ભાવ અવસરે.
ચરિત્ર - જિનસેનાએ જિનસેનકુમારને બોલાવીને કહ્યું બેટા ! આપણે તલવાર અને ઘેડે નથી જોઈતા. હું તે તને કયારની કહું છું ને કે તું પાછા આપી આવ, કારણ કે તેને રાજાએ આ ચીજો આપી અને તારા ભાઈ રામસેનને નથી આપી તેથી તારી નવી માતાને ઈર્ષા આવશે. જે મારું અનુમાન સાચું પડયું ને? તું આપી દે, ત્યારે કુમારે કહ્યું બા! હું કંઈ ચેરી કરીને છેડે લાવ્યો છું. હું તે લેતે જ ન હતું. આ વસ્તુની મને કંઈ કિંમત નથી. મેં તે જ્યારે પિતાજી આપતા હતા ત્યારે જ લેવાની ના પાડી હતી, પણ ન લઉં તે પિતાજીને ખૂબ દુખ થતું હતું, તેથી મેં પિતાજીને કહ્યું કે હું લીધા પછી પાછી નહિ આપું, ત્યારે પિતાજીએ કહ્યું-બેટા ! તને મારે આટલે પણ વિશ્વાસ નથી કે હું વસ્તુ આપીને પાછી માંગું ખરો? હજારે માણસે વચ્ચે મારું સન્માન કરીને જે વસ્તુઓ આપી તે પાછી અપાય? આવા ઘડા અને તલવાર તે મને ઘણું મળશે પણ એ ઈનામમાં મળેલું છે તેથી તે પાછા નહિ આપું.
છે પતિપ્રેમી જિનસેના” :- જિનસેન રાણીએ કહ્યું બેટા ! તારી વાત સાચી છે. વસ્તુની કોઈ કિંમત નથી. એની પાછળ રહેલા બહુમાનની કિંમત છે. એનું જ મહત્વ છે, પણ એના માટે તારા પિતાજીને કેટલું સહન કરવું પડે છે! રત્નાવતી એમને હડધૂત કરે છે. ન કહેવાના શબ્દો કહી રહી છે, અને રાજા ચોધાર આંસુએ રડે છે. તું એ ચીજો નહીં આપે તે રત્નાવતી આપઘાત કરીને મરી જશે. તે પચેન્દ્રિય જીવની હત્યામાં તું નિમિત્ત બનીશ. મારા પાપકર્મના ઉદયના કારણે મને રાજાએ અહીં એકલી છે પણ એ મારા પતિ તે છે ને? સતી સ્ત્રીઓને પિતાના પતિને સહેજ દુઃખ થાય તે એનું કાળજુ કપાઈ જાય. દીકરા ! તારા પિતાજીની આવી દશા થઈ છે. આ વાત સાંભળીને મને કંઈક થઈ જાય છે. એ છે તે હું ઉજળી છું. કપાળમાં કંકુને ચાંદલે કરીને ફરું છું. એ ન હોય તે મારું કોણ? માટે તું એ બે ચીજો તારા પિતાના ભલા ખાતર પણ