________________
શારદા સુવાસ પુણ્યદયે કઈ જૈન સંત ત્યાંથી નીકળ્યા. સંત તે કરૂણાના સાગર હોય છે. એમણે પેલા રડતા માણસને પૂછયું-ભાઈ ! તું શા માટે રડે છે? ત્યારે મહેશે પિતાની કથની કહી સંભળાવી. મુનિએ કહ્યું ભાઈ ! એમાં તારા ભાઈને દોષ નથી. દેષ તારા કર્મને છે. શાંતિ રાખ. ધર્મારાધના કર. મહેશે કહ્યું હું શું કરું? સંતે કહ્યું તને નવકારમંત્ર આવડે. છે ને? હા. તે તારે જે એક કલાક નવકારમંત્રનો જાપ કરવાનું અને એક નિયમ લે કે મારે લીલા લાકડા કાપવા નહીં. મહેશે કહ્યું-ભલે. મહારાજે એને પ્રતિજ્ઞા કરાવી કે તારે લીલા લાકડા કાપવા નહિ. હવે આ તે જંગલમાંથી સૂકા લાકડા લાવી ગુજરાન ચલાવે, છે. મહેશે આ નિયમ લીધે ત્યારે એક વાણવ્યંતર દેવ ત્યાં હાજર હતા, એટલે એને પરીક્ષા લેવાનું એક દિવસ મન થયું.
દેવે કરેલી પરીક્ષા” :- દેવે આખું વન લીલુંછમ બનાવી દીધું. મહેશ જ્યાં નજર કરે ત્યાં બધું લીલું છમ દેખાય છે. કયાંય સૂકા લાકડા દેખાતા નથી. આખું વન ઘૂમી વળે પણ કયાંય સૂકા લાકડા મળતા નથી, તેથી પાછો ફર્યો. આમ કરતાં ત્રણ ચાર દિવસ ગયા પણ સુકા લાકડા ન મળ્યા. રેજ લાકડા વેચીને જે પૈસા મળે તેમાંથી અનાજ લાવીને રાંધતા હતા. બંને માણસને ત્રણ ત્રણ દિવસના ઉપવાસ થયા, એટલે પત્ની કહે છે તમને કણ એ સાધુડો મળે કે આ નિયમ આપે ? હવે તે મારાથી ભૂખ્યા નથી રહેવાતું. જાવ, પૈસા કમાઈને આવશે તે જ આ ઝૂંપડીમાં આવવા દઈશ. કડક શબ્દો સાથે ધક્કા મારીને ધણીને કાઢી મૂક્યો. આ તે જંગલમાં જઈને એક વૃક્ષ નીચે બેઠે. આટલું કષ્ટ પડે છે પણ મનમાં ખેદ નથી કે કયાં આ સાધુએ મને બાધા આપી ને મારે દુઃખ વેઠવું પડે છે! ત્યાં એક માણસ આવીને કહે છે ભાઈ! આ આખું જંગલ લીલા લાકડાથી ભરપૂર છે, તું લાકડા કાપી લે ને. શા માટે ભૂખે મરે છે? એવા તે કંઈક સાધુડા નીકળી પડશે અને બાધાઓ આપશે. એણે કંઈ વિચાર ન કર્યો કે સૂકા લાકડા નહિ મળે ત્યારે એનું શું થશે? મહેશે કહ્યું, તમે મારા ગુરૂનું વાંકુ ન બેલે. મારે નિયમ એટલે નિયમ. હું પ્રાણ છોડવા પડશે તે છેડીશ પણ નિયમ નહીં છોડું. આ જોઈને દેવ આશ્ચર્ય પામે ને વિચાર કરવા લાગ્યો કે સે ટચનું સોનું છે, પિત્તળ નથી. તેની અડગતા જોઈને દેવ ખુશ થયે.
પ્રતિજ્ઞાપાલનનું ફળ” :- આમ કરતાં સાત દિવસ પસાર થયા. ઘેર જાય છે તે પત્ની બટકા ભરે છે, ખાવાનું લાવે, અને જંગલમાં લાકડા મળતા નથી તેથી હવે એ ઘેર જ નથી. એક વૃક્ષ નીચે બેસી નવકારમંત્રનું સ્મરણ કરે છે. સાતમે દિવસે વાણવ્યંતર દેવ પ્રસન્ન થયે, અને તેની પાસે આવીને કહે છે મહેશ ! હું તારા ઉપર પ્રસન્ન થયે છું. તારે જે માંગવું હોય તે માંગી લે. બેલે, તમારા ઉપર દેવ પ્રસન્ન થાય તે શું માંગે? તમે તે માંગવામાં બાકી જ ન રાખે ને ? મહેશે કહ્યું–મારે કંઈ ન જોઈએ,