________________
૪૦
શારદા સુવાસ શીવાદેવી માતાએ ચૌદ મહાન શુભ સ્વપ્ના સ્પષ્ટ જોયા. તીર્થંકર પ્રભુની માતા ચૌદ સ્વપ્ના સ્પષ્ટ, નિર્મળ ને તેજસ્વી દેખે છે અને ચક્રવર્તિની માતા ઝાંખા દેખે છે. સ્વપ્ન જોઈને શીવાદેવી માતાએ ધર્મારાધના કરતા રાત પસાર કરી. સવારે સમુદ્રવિજય રાજા પાસે આવીને નમ્રતાપૂર્વક સ્વપ્નની વાત કરી. આવા ચૌદ ઉત્તમ સ્વપ્ના આવ્યા જાણીને રાજા ખુશ થઈ ગયા, અને શિવા દેવીને કહ્યું હે મહારાણી ! તમે આજે ભાગ્યશાળી બની ગયા. તમે આવા ચૌદ શ્રેષ્ઠ સ્વપ્ના જોયા છે તેથી મને તે લાગે છે કે તમારી કુખે તીર્થકર પ્રભુને જન્મ થશે.
- દેવાનુપ્રિયે ! આગળના રાજા મહારાજાઓ પણ કેવા જ્ઞાની હતા કે અમુક સ્વપ્ન આવે તે આનું ફળ આવું હોય તે જાણી શકતા હતા. સમુદ્રવિજય રાજાએ પિતાની મતિ અનુસાર સ્વપ્નનું ફળ કહ્યું પણ વિશેષ નિર્ણય કરવા માટે રાજા બે વખપાકને બોલાવ્યા. રાજ્ય તરફથી સવMાનું ફળ જવાનું આમંત્રણ મળ્યું એટલે મોટા મોટા વખપાઠકો, તિષીઓએ ભેગા થઈને વિચારણા કરી કે આપણે બધાએ રાજા પાસે જવાનું છે. બધાએ પિતપેતાના જ્ઞાન પ્રમાણે જેવું ખરું પણ પિતાની મતિ પ્રમાણે જુદા જુદા જવાબ ન આપવા પણ સંપથી એકત્ર થઈને જવું ને જવાબ એક જ્યોતિષીએ આપ. દરેક કાર્યમાં સંગઠન અને સંપની જરૂર છે. ભેગા મળીને કામ કરીએ પણ જે સંપ ન હોય તે કાર્યમાં જે સફળતા મળવી જોઈએ તે મળતી નથી. (અહીં પૂ. મહાસતીજીએ ૫૦૦ સૈનિકનું રમુજી દષ્ટાંત આપ્યું હતું ને તેના ઉપર ટકેર કરી હતી કે જ્યાં સંપ સંગઠન નથી ત્યાં આવું બને છે.)
શીવાદેવી તીર્થકરને જન્મ આપશે આ વાતથી નગરજનેને આનંદસમુદ્રવિજય રાજા અને શીવાદેવી રાણુને તે હર્ષ હોય પણ આખી નગરીમાં આ વાતની જાણ થતાં આનંદ આનંદ છવાઈ ગયે. તમારા જેવાને ઘેર પણ એક પુત્રને જન્મ થાય છે તે કેટલે આનંદ થાય છે. તીર્થંકર પ્રભુ ગર્ભમાં આવ્યા છે તે જાણીને રાજા રાણીએ ખૂબ દ્રવ્ય દાનમાં વાપર્યું. દુખીઓના દુઃખ મટાડી દીધાં. શીવાદેવી રાણુ આનંદપૂર્વક ગર્ભનું પાલન કરવા લાગ્યા. તેમનાથ ભગવાન ગર્ભમાં આવ્યા પછી જે રાજાઓ સમુદ્રવિજ્યને નમતા ન હતા તે રાજાઓ સામેથી તેમના ચરણમાં નમસ્કાર કરવા લાગ્યા. આમ કરતાં બરાબર સવાનવ માસે શીવાદેવી રાણીએ એક મહાન યશસ્વી પુત્રને જન્મ આપે, “મવં ટિનેમિત્તિ ના રમીલા ભગવાન ગર્ભમાં આવ્યા પછી બધા રાજાઓ સમુદ્રવિજય રાજાના ચરણોમાં નમ્યા તેથી તેમનું નામ અરિષ્ટનેમિ પાડવામાં આવ્યું. એ ભગવાન કેવા હતા? ત્રણ લેકના નાથ અને પાંચ ઇન્દ્રિયના દમનાર હતા. તેઓ આજીવન પર્યત શુદ્ધ બ્રહ્મચારી રહેવાવાળા બનવાના છે તેથી તેઓ દમીશ્વર અને લેકના નાથ કહેવાયા. જે તીર્થકર ભગવાન બનવાના હોય છે તે તે બાળપણથી જ વિશિષ્ટ પ્રકારની શક્તિએના ધારક અને મન ઉપર વિજય મેળવનાર હોય છે.