________________
શારદા સુવાસ કે રીપેરીંગ પણ કરાવતા નથી, કારણ કે તમે સમજે છે કે મકાન માલીક કયારે ખાલી કરાવશે તેની ખબર નથી, તેમ આ શરીર પણ કર્મરાજાએ આપેલું ભાડૂતી મકાન છે. આપણે જ્યારે ખાલી કરવું પડશે તેની ખબર નથી, માટે એને માંડ છોડીને પ્રવાસી મટીને મેક્ષનગરના નિવાસી બનવા માટે પુરુષાર્થ કરે.
ઉત્તરાધ્યયન સૂત્રના બાવીસમા અધ્યયનને અધિકાર ચાલે છે. તેમાં સમુદ્રવિજય રાજા અને શીવાદેવી રાણીની વાત ચાલે છે. સમુદ્રવિજય રાજા ન્યાયી, ઉદાર, પ્રજાપ્રેમી અને ગંભીર હતા. તેવા જ શીવાદેવી મહારાણી પણ તેમને અનુકુળ બનીને રહેવાવાળા હતા. આવી સ્ત્રીઓ ઘરને શણગાર છે. ઘર તમે ગમે તેટલું સુંદર બનાવે, જાતજાતની સજાવટથી ઘર શણગારે પણ જે ઘરમાં સ્ત્રી ન હોય તે ઘર ભતું નથી. શીયળવંતી અને સદગુણી સ્ત્રીઓ ઘરની શોભા છે. સદ્ગુણ સ્ત્રી પિતાને પતિ ઓછું કમાઈ લાવતે હેય તે પણ એવી રીતે ઘર ચલાવે છે કે બીજા લેકેને એમ લાગે કે એને પતિ કેટલું કમાઈને લાવતું હશે કે આ બાદશાહીથી રહે છે. સ્ત્રી વિનાનું ઘર ઉજજડ છે. અહીં શીવાદેવી મહારાણી સ્ત્રીના સમરત ગુણોથી યુક્ત હતા. સમય આવ્યે સમુદ્રવિજય મહારાજાને રાજકાર્યમાં સાચી સલાહ આપવામાં સહાયક બનતા હતા. આવા શીવાદેવી રેણું એક દિવસ છત્રપલંગમાં સુખશૈયામાં પિઢેલા છે. તે સમયે તેમણે ચૌદ સ્વપ્ના જોયા. ચૌદ સ્વપ્ના તીર્થંકર પ્રભુની માતા દેખે છે. એ સરનેમાં હાથી, જિંહ, અગ્નિશીબા વિગેરે જેવા છતાં શૂર-વીર ને ધીર માતાઓ ડરે નહિ. બીજી માતાઓ તે સ્વપ્નમાં સિંહ દેખે તે પણ ડરી જાય. તીર્થકર ભગવંત શૂરવીર ને ધીર હોય છે તે તેમને જન્મ દેનારી માતા પણ એવી જ હોય ને ! મહાન પુણ્યને ઉદય હોય ત્યારે તીર્થકર પ્રભુની માતા બનવાનું સૌભાગ્ય સાંપડે છે.
કહ્યું છે કે હે ભગવાન ! સેંકડો સ્ત્રીઓ સેંકડે પુત્રને જન્મ આપે છે, પરંતુ તમારા જેવા પુત્રને જન્મ આપનારી બીજી કઈ માતા નથી. જેમ દરેક દિશા નક્ષત્રને ધારણ કરે છે પણ સ્કુરાયમાન કિરણેના સમુહવાળા હજારે કિરણોના સ્વામી સૂર્યને તે માત્ર પૂર્વ દિશા જ જન્મ આપે છે. પૂર્વ-પશ્ચિમ-ઉત્તર-દક્ષિણ એ ચાર દિશાઓ, ઈશાનઅગ્નિ-નૈત્રાય અને વાયવ્ય એ ચાર ખૂણ, ઉંચી અને નીચી એમ દશ દિશાઓ કહેવાય છે તેમાં પૂર્વ સિવાય કઈ દિશામાં સૂર્ય ઉદયમાન થાય છે? પૂર્વ દિશામાં જ સૂર્ય ઉગે છે ને ? એટલા માટે બધી દિશાઓમાં પૂર્વ દિશા શ્રેષ્ઠ છે, તેમ જગતની સર્વ માતાઓમાં તીર્થકર પ્રભુની માતા શ્રેષ્ઠ છે. તીર્થંકર પ્રભુની માતામાં પૈયતા અને ગંભીરતા હોય છે, તેથી સ્વપ્નામાં સિંહ, અગ્નિશિખા બધું દેખે છે તે પણ ડરતી નથી. વસ્તુ મળે પણ તેને જીરવવાની તાકાત જોઈએ. સિંહણના દૂધ સેનાના પાત્રોમાં ટકી શકે છે તેમ આવી પવિત્ર, ગંભીર અને સત્વશાળ માતાઓ જ તીર્થંકર પ્રભુને ગર્ભમાં ધારણ કરી શકે છે.