________________
શા સુવાસ
પ્રધાને કહ્યું- મહારાણીજી ! આપની વાત સાચી છે પણ આપને જિનસેનકુમાર અવશ્ય રાજયને માલીક બનશે અને આ પરીક્ષા કર્યા પછી તે જિનસેનકુમાર રાજાને પણ ખૂબ વહાલે થઈ પડે છે. રાજાના તેના ઉપર ચારેય હાથ છે પણ રત્નાવતી રાજાને એવી કજીયાળી મળી છે કે નાની બાબતમાં પણ કજીયા કરે છે. પિતે સુખે સૂતી નથી ને બીજાને પણ સુખે સૂવા દેતી નથી એ એને ક્રર સ્વભાવ છે, ત્યારે રાણુએ કહ્યું પ્રધાનજી! એમાં એને પણ શું દેષ? આ તે સૌના કર્મને દેષ છે. આ પ્રમાણે વાતચીત કરીને પ્રધાનજીએ જિનસેના રાણુને કહ્યું કે આ જિનસેનકુમારને રાજાએ ખગ અને ઘેડ એ બે ચીજો આપી છે તેથી રત્નાવતી રાણીને ખૂબ ઈર્ષ્યા આવી છે, અને ઝઘડો માંડીને બેઠી છે કે તમે જિનસેનકુમાર પાસેથી ઘેડો અને તલવાર લઈ આવે ને મારા રામસેનકુમારને આપે, ત્યારે રાજાએ કહ્યું કે ભેટ આપેલી ચીજ કદી પાછી લેવાય નહીં. હું કદી પાછી લેવા નહિ જાઉં. રનવતી કહે છે હું તમારી સામે ઝેર ખાઈને મરી જઈશ. બસ, તમે એ બે ચીને પાછી લાવી આપે તે જ મારે જીવવું છે. તેથી મહારાજા ખૂબ મૂંઝાયા છે. એમની આંખમાંથી શ્રાવણ-ભાદરે વહે છે. તે મારાથી જોઈ શકાયું નહિ, તેથી હું આપની પાસે એ બે ચીજોની માંગણી કરવા માટે આવ્યો છું.
રાની મુલાયા જિનસેન કુંવર, દેવો વસ્તુ પાછી, કુંવર કહે હરગીઝ નહીં દેઉં, એ વાત નહી આછી.
રાણીએ તરત જિનસેનકુમારને બોલાવીને કહ્યું કે બેટા ! મેં હમણાં જ તને વાત કરી હતી ને કે રત્નાવતી રાજા સાથે ઝઘડે કરશે ને તારા પિતાજીને મૂંઝવણને પાર નહીં રહે, માટે તું એ બે ચીજો પાછી આપી આવ. જો, આ પ્રધાનજી એવા જ સમાચાર લઈને આવ્યા છે. તારા પિતાજીને મૂંઝવણને પાર નથી, માટે બેટા ! તું એ બે ચીજો પાછી આપી દે. તને તારા પરાક્રમથી ઘણું મળશે, ત્યારે જિનસેનકુમારે કહ્યું–ના એ વસ્તુઓ તે હું ત્રણ કાળમાં પાછી આપવાનું નથી. મેં લીધી ત્યારે મારા પિતાજી સાથે મેં કરાર કર્યો છે કે હું આ ચીજો તમને પાછી નહિ આપું. ગમે તેમ તેય ક્ષત્રિયને બચ્ચે છે ને એટલે એનું લેહી ઉકળી ગયું ને કહી દીધું કે હું એ ચીજો પાછી નહિ આપું. હવે જિનસેન કુંવરને કેવી રીતે સમજાવશે ને શું બનશે તેના ભાવ અવસરે કહેવાશે.
તપના મહિમાના દિવસો ભલે ચાલ્યા ગયા પણ આપણે ત્યાં હજુ તપ મહત્સવ ચાલી રહ્યો છે. ઘણાં તપસ્વીઓના અને મહાસતીજીએના તપ હજુ ચાલે છે બા. બ્ર. પૂ. શેભનાબાઈ મહાસતીજીને તથા બા.બ્ર. પૂ. હર્ષિદાબાઈ મહાસતીજીને આજે છવ્વીસ ઉપવાસ છે. બા. બ્ર. પૂ. ભાવનાબાઈ મહાસતીજીને આજે બારમે ઉપવાસ છે. તે તમે પણ મહાસતીજીએની સાથે તપ સાધનામાં જોડાશે. * શાંતિ.