________________
૧૩૧
શારદા સુવાસ તપ એ આત્મા ઉપર રહેલા કર્મોને બાળીને આત્માને વિશુદ્ધ બનાવે છે. જેમ મેલા કપડા ગરમ પાણી, સાબુ અને સેડામાં બાફીને છેવાથી સ્વચ્છ બની જાય છે તેમ આપણે આત્મા અનાદિકાળથી કર્મના મેલથી મલીન બને છે. એ મેલને બાળીને આત્માને વિશુદ્ધ કરવા માટે તપ એ અમેઘમાં અમોઘ જડીબુટ્ટી છે. ઉત્ત. સૂત્રના રમા અધ્યયનમાં ગૌતમ સ્વામીએ પ્રભુને પ્રશ્ન કર્યો કે “તવેળે મંતે નીવે f ળા તવેળ” વો નાચ ” “હે ભગવંત! તપશ્ચર્યા કરવાથી જીવને શું લાભ થાય? ભગવંતે કહ્યું હે ગૌતમ! શુદ્ધ તપશ્ચર્યા કરવાથી પૂર્વકને ક્ષય થાય છે. નવા આવતાં કર્મોને રોકનાર સંયમ છે, અને ભભવમાં બાંધેલા પુરાણા કર્મોને ક્ષય કરવા માટે તપ છે. આગળના સંતે સંયમ લઈને આત્મવિશુદ્ધિ માટે કર્મોને ક્ષય કરવા માટે મહાન અઘોર તપશ્ચર્યા કરતા હતા. તપસ્વીઓના તપ આગળ દેના મસ્તક ઝૂકી જાય છે.
આપણે ઉત્તરાધ્યયન સૂત્રના બાવીસમા અધ્યયનને અધિકાર ચાલે છે. નેમનાથ ભગવાન ક્યા કુળમાં જન્મ્યા છે તે બતાવવા માટે પહેલાં વસુદેવની વાત કરી. વસુદેવ. રાજાને દેવકી રાણીથી કૃષ્ણ અને રોહિણીથી બલભદ્રજી એમ બે પુત્ર જન્મ્યા, તેમાં કૃષ્ણ વાસુદેવ હતા. કૃષ્ણજીએ દ્વારકા નગરી વસાવી પ્રતિવાસુદેવ જરાસંઘને વધ કરીને પિતે ત્રણ ખંડના અધિપતિ બન્યા અને યાદવે સાથે દ્વારકા નગરીમાં આનંદથી રહેવા લાગ્યા. આ વાત હવે અહીં અટકાવીને આપણે અધિકારના નાયક નેમનાથ ભગવાનની વાત કરવી છે એટલે તેમના માતા-પિતા કેણ હતા ને તે કેવા પવિત્ર હતા, તે વાત જઈએ.
सोरियपुरम्मि नयरे, आसि राया महड्डिए।
समुद्रविजये नाम, रायलक्खण संजुए ॥ ३ ॥ શૌર્યપુરનગરમાં વસુદેવ રાજાના મોટાભાઈ સમુદ્રવિજ્ય નામના રાજા હતા. જે રાજલક્ષણેથી યુક્ત તથા છત્ર ચામરાદિ વિભૂતિથી વિશિષ્ટ હતા. સમુદ્રવિજય અને વસુદેવ બને
ભાઈઓ વચ્ચે કે પ્રેમ હતું તે વાત આગળ આવી ગઈ છે. સમુદ્રવિજ્ય રાજામાં નામ પ્રમાણે ગુણે હતા. સમુદ્ર એટલે સમુદ્ર જેવા ગંભીર અને વિજય એટલે ઈન્દ્રિય ઉપર વિજય મેળવનાર હતા તેથી એમનું નામ સમુદ્રવિજય સાર્થક હતું. આજે નામ તે ફકકડ હોય છે પણ ગુણ હેતા નથી. નામ તે મઝાનું ચંદન બહેન હેય પણ ન હોય ચંદન જેવી સુવાસ કે શીતળતા. નામ હોય સમતા બેન પણ સમતાને છાંટે ય ન હોય. આવા નામની કોઈ સાર્થકતા નથી.
“જતુ કરશે તે જગદીશ બનશે - સમુદ્રવિજ્ય રાજા “યથા નામ તથા, ગુણ” હતા. પિતાની પાસે જે કંઈ હોય તે બધું પહેલાં પિતાના નાના ભાઈઓને આપતા હતા. એમ નહિ કે હું સૌથી મટે છું એટલે મારે જ હકક છે. નાના ભાઈઓ એમને ઘણીવાર કહેતા–મોટાભાઈ ! તમે તે બધું જ અમને આપી દે છે. તમે તે કંઈ