________________
શાહી સુવાસ છે? એ દેવ બને છે એટલે એની પાસે શક્તિ છે તેનાથી મોટા જગી વાનરે વિમુલ્ય. એ વાનરેએ મોટા ઝાડના ઝાડ ઉપાડી એનાથી રાજાના માણસેને મારવા માંડ્યા. એ વાંદરાઓને હાંકવા ખૂબ પ્રયત્ન કર્યો પણ કઈ રીતે જતા જ નથી. જેમ મારવા જાય તેમ વધુ સામા થાય છે.
વાંદરાના પ્રકેપથી ગભરાયેલ રાજા :- આ જોઈને રાજા ગભરાયા, ને મનમાં વિચાર કર્યો કે આવા મેટા જંગી વાનરે એ અહીંના વાનરે નથી પણ આ કેઈ દૈવી ઉપદ્રવ લાગે છે. જા આકાશ તરફ દષ્ટિ કરીને હાથ જોડીને કહે છે કે હે દેવતમે કેણ છે? આપ અમારી જે ભૂલ હોય તે માફ કરીને આ ઉપદ્રવ શાંત કરે. દેવ અદશ્યપણે બેમાફ કરું? આ નિર્દોષ વાનરએ તમારું શું બગાડયું છે કે તમે એને મારે છે? ગુનેગાર તે હું છું ને તમે તે નિર્દોષ વાનરેને મારે છે. ગુનેગાર એ હું તમને બરાબર સજા કરીશ, જેથી આવા નિર્દોષ પ્રાણીઓને મારવાની તમે બે ભૂલી જાવ. રાજાએ કહ્યું–દેવ! સજા તે થઈ ગઈ. હવે આપ કેણ મહાન પુરૂષ છો તેની મને ઓળખાણ આપે. આ નિર્દોષ વાનરોની રક્ષા કરવા પધારેલા આપ જરૂર કઈ મહાપુરૂષ છો અને આ સિપાઈઓ નિર્દોષ વાનરોને મારનારા અજ્ઞાન અને મૂઢ જીવે છે. એમના પર દયા કરીને આપને પવિત્ર પરિચય આપે, ત્યારે દેવે અદશ્યપણે કહ્યું–અહીં નજીકમાં મુનિરાજ બિરાજે છે તેમને પૂછે. એ તમને જવાબ આપશે.
જાણવાની જિજ્ઞાસાથી મુનિ પાસે આવેલ રાજા” – રાજા અને તેમને બધે પરિવાર મુનિવર પાસે આવ્યા. મુનિને જોઈને રાજાનું ચિત્ત એકદમ પ્રસન્ન બની ગયું અને નમસ્કાર કરીને પૂછ્યું-ગુરૂદેવ ! આ વાનરને ઉપદ્રવ કરનારા અને અમારા સિપાઈઓને શિક્ષા કરનાર અદશ્ય વ્યક્તિ કોણ છે? મુનિએ કહ્યું- હે રાજન ! તારી રાણીને જેણે ઉપદ્રવ કર્યો અને તે જેને બાણું માર્યું એ વાનર તારા બાણથી ઘવાઈને તરફડતે તરફડતે અહીં આવ્યા. એ મરવાની અણી ઉપર છે એમ જાણુંને મેં તેને નવકારમંત્ર સંભળાવ્યા. તે નવકારમંત્રના શુભ ધ્યાનમાં મરીને દેવ થયે, અને દેવ થઈને ઉપકારીને ઉપકારને યાદ કરતે અહીં દર્શન કરવા આવ્યું. તેણે તારા માણસોને નિર્દોષ વાનરે ઉપર ઉપદ્રવ કરતા જોયા એટલે તેણે પોલીસને શિક્ષા કરીને અટકાવ્યા. આ સાંભળીને રાજાએ કહ્યું –અહો ગુરૂદેવ! નવકારમંત્રને આ અદ્દભૂત મહાન પ્રભાવ છે કે માત્ર અંતિમ સમયે નવકાર મંત્રનું શ્રવણ કરીને એના કાનમાં સ્થિર થતાં આવા વાંદરા જેવા જંગલી પ્રાણીની પણ દેવ જેવી સદ્ગતિ થઈ તે જે મનુષ્ય નવકારમંત્રનું શુદ્ધ ભાવે એક ચિત્તે મરણ કરે તે તેને બેડે પાર થઈ જાય ને ! રાજાની ધર્મશ્રદ્ધા વધી.
“મુનિને પ્રશ્ન કરતા રાજા :- રાજાએ મુનિને પૂછ-ભગવંત ! આ વાનરને મારી રાણી ઉપર ઉપદ્રવ કરવાનું કારણ શું ? મુનિ જ્ઞાની હતા. તેમણે કહ્યું–હે રાજન્ !