________________
શારદા સુવાસ તે જીવ માત્ર મારા પ્રાણ જ લૂટે છે ને? મારી ધર્મશ્રદ્ધા તે નથી લૂંટતા ને? અંત સમય સુધી જે મારી ધર્મશ્રદ્ધા સલામત છે તે પછી મને શું ચિંતા છે? “પ્રાણના નાશે અવશ્ય દુર્ગતિ નથી પણ ધર્મશ્રદ્ધાના નાશ પર જરૂર તિગમન છે. જેની ધર્મશ્રદ્ધા સલામત તેની સદગતિ સલામત, ધર્મશ્રદ્ધાના મહામૂલ્ય આંક્યા હેય તે વાનરના પ્રસંગ ઉપર વિચાર કરે.
રાજા તડિ૯શે મુનિ પાસેથી વાનરની હકીકત સાંભળીને વિચાર્યું કે દેવ બનેલે વાનર પરમ ઉપકારી મહાત્માને વંદન કરવા માટે આવ્યું છે તે મારી પાસે તે જીવન છે તે હું વિષય પરિણતિ, સુખલાલસા, આસક્તિ, રાગ, દ્વેષ અને મેહની પરિણતિ મૂકીને આ ધર્મ પરિણતિ જગાડવા અને વધારવાના પ્રયત્ન શા માટે ન કરું? તડિકેશ રાજાને આ શુદ્ધ ધર્મની સાધના કરવા માટે આ સંસાર અકારે લાગ્યો. એમને સમજાયું કે આ વાનર પૂર્વને પારધી અને નરકગામી જીવ છે. જે એને અહીં ધર્મ ન મળે હેત તે કેણ જાણે કઈ ગતિમાં પટકાઈ જાત? માત્ર અંતિમ સમયે ધર્મ પામવાથી કે સદ્ગતિમાં પહોંચી ગયે! એ ધર્મ ને મહિમા કે અજબ હશે ! એ ઠેષાં સબડતે હતો ને હું રાગમાં સબડું છું. સંસારના સંગે જીવને રાગ-દ્વેષ વિના બીજું શું કરાવે છે? જ્યારે ધર્મ તારણહાર છે. તે મારે હવે એવા સંસારમાં રહીને શું કામ છે ? બસ, હવે મારે આ સંસાર ના જોઈએ. આમ વૈરાગ્ય પામી રાજાએ સંસારને ત્યાગ કરી દીક્ષા લઈ આત્મકલ્યાણ કર્યું,
કર્ણ મહારાજા આવા પવિત્ર અને ધર્મમાં શ્રદ્ધાવાન હતા. તેઓ નીતિપૂર્વક રાજ્ય ચલાવતા હતા. હવે કૃષ્ણજી તે દ્વારકા નગરીમાં આનંદથી રહેવા લાગ્યા, પણ આપણે જેમને અધિકાર વાંચીએ છીએ તેવા નેમનાથ ભગવાનને જન્મ કઈ માતાની કુખે થશે તેના વિશેષ ભાવ અવસરે કહેવાશે.
ચરિત્ર - જિનસેન અને રામસેનની રાજાએ સભામાં પરીક્ષા કરી તેમાં જિનસેન પાસ થયે ને રામસેન નાપાસ થયે. રાજાએ જિનસેનને ઈનામમાં તલવાર અને ઘોડે આ બે ચીને ભેટ આપી. આ વાતની રનવતીને દાસી મારફત ખબર પડતાં રનવતીના દિલમાં ક્રોધની આગ ભભૂકી ઉઠી એટલે તરત જ દાસીને રાજાને બેલાવવા મકલી, તેથી રાજા રત્નાવતીના મહેલે આવ્યા ત્યારે રાણીએ ન કહેવાના શબ્દ રાજાને કહા, અને કહ્યું કે તમે જે ચીજે જિનસેનને આપી છે તે તમે તેની પાસેથી પાછી મંગાવી લે, અને મારા રામસેનકુમારને આપે. રાજાએ કહ્યું હે રત્નાવતી ! તું આ શું બોલે છે? તને શરમ નથી આવતી? આપેલી ચીજ કદી પાછી લેવાય? આ દુનિયામાં એક સામાન્ય માણસ પણ કેઈને વસ્તુ આપીને પાછી લેવામાં પિતાની હીનતા સમજે છે તે મારા જે મેટ રાજા પિતાના પુત્રને ખુશ થઈને ઈનામ આપે તે પાછું લે તે કેવું ખરાબ લાગે છે રાણી ! તારું કહ્યું માનીને હું એ ચીજો પાછી લેવા જાઉં તે મારું દુનિયામાં માને શું