________________
શાહ સુવાસ
પરક રાજાઓને આ સ્વયંવરમાં આવવાનું આમંત્રણ આપ્યું. આ સમયે સમુદ્રવિજય આદિ રાજાએ આવ્યા. સ્વયંવરમાં વસુદેવ વેશ અને રૂપ પરિવર્તન કરીને આવ્યા હતા, પણ દેવકીએ વસુદેવને જ વરમાળા પહેરાવી તેથી બીજા રાજાએ યુદ્ધ કરવા તૈયાર થયા કે આટલા બધા રાજાઓને છેડીને એક ભિખારી જેવા સામાન્ય માણસને વરમાળા પહેરાવી? આ સમયે વસુદેવ પરાક્રમથી રાજાઓ સાથે લડયા અને વિજય મેળવીને પિતાનું રૂપ પરિવર્તન કર્યું, ત્યારે ખબર પડી કે આ કોઈ સામાન્ય માણસ નથી. આ તે વસુદેવકુમાર છે. સમુદ્રવિજય રાજા પિતાના લઘુ બંધવાને પ્રેમથી ભેટી પડયા, અને દેવકી સહિત ભાઈને લઈને શૌર્યપુર નગરમાં આવ્યા, અને વસુદેવ રાજા બન્યા. રાજલક્ષણે વિષે આપણે પહેલી ગાથામાં વર્ણન કરી ગયા કે વસુદેવ રાજા કેવા કેવા રાજલક્ષણેથી યુક્ત હતા. હવે બીજી ગાથામાં શાસ્ત્રકાર ભગવાન બતાવે છે કે
तस्स भज्जा दुवे आसी, रोहिणी देवई तहा।।
तासिं दोण्हं दुवे पुत्ता, इट्टा राम केसवा ॥२॥ વસુદેવ રાજાને બે રાણીઓ હતી. એક રહિણી અને બીજી દેવકી. તે બંનેને એકેક - પુત્ર હતું. તેમાં રોહિણીના પુત્રનું નામ રામ (બળદેવ) અને દેવકીના પુત્રનું નામ કેશવ (કૃષ્ણ) હતું. એ બંને પુત્ર પ્રજાજનોને ખૂબ પ્રિય હતા, તેમજ આપ આપસમાં પણ બંને ભાઈઓ વચ્ચે ખૂબ પ્રેમ હતે.
આ વસુદેવ પૂર્વભવમાં સ્ત્રીવલ્લભ બનવાનું નિયાણું કરીને આવેલા હતા. તે વાત આગળ આવી ગઈ છે. આ વસુદેવને બહોંતેર હજાર રાણીઓ હતી પણ આ અધિકારમાં હિણી અને દેવકી બે રાણીઓને જ સંબંધ છે તેથી તેમનું નામ અહીં લેવામાં આવ્યું છે. તે સિવાય રોહિણી બલદેવની માતા છે અને દેવકી કૃષ્ણવાસુદેવની માતા હોવાથી તેમનાં , નામ જગતમાં વિખ્યાત છે.
દેવકી સાથે વસુદેવના લગ્ન થયા બાદ કંસને ખબર પડી કે દેવકીને સાત પુત્ર પિતાને વધ કરશે, તેથી કંસે વસુદેવને કપટપૂર્વક જુગાર રમાડીને શરત કરી કે તમે હારે તે મારી બહેનની સાત સુવાવડો મારે ત્યાં કરવાની. વસુદેવે હા પાડી. તેમને ખબર ન હતી કે આમાં શું મેલી રમત છે. સમય જતાં દેવકીની દરેક પ્રસૂતિ કંસને ત્યાં થતી. છેવટે સાતમી વખત પ્રસૂતિને સમય આવે ત્યારે કંસે જમ્બર જાપ્ત રાખે , પણ પુણ્યવાન પુરૂષને જન્મ થતાં બધી સાનુકૂળતા થઈ ગઈ અને વસુદેવ કૃષ્ણને ગેકુળમાં મૂકી આવ્યા. નંદ અને યશોદા કૃષ્ણને પોતાના પુત્રને ઉછેરે તેમ ઉછેરતા હતાં. એ જાણતાં હતાં કે આ પારકી થાપણ છે. વળી કંસને આ વાતની જાણ થવા દેવાની નથી એટલે તેને બહાર જવા દેતા નથી પણ કૃષ્ણ તે મહા પરાક્રમી હતા. છાનામાના બહાર જઈને કેઈને મારતા, તે કેઈની મટકીમાંથી દહીં ને મધ ખાઈ