________________
૫૧૬
શારદા સુવાસ તે શેર કરવાને. એ બીજામાં ભલે જડ કે જીવને સમાવેશ થતો હોય પણ એ પિતાનું ન થતાં પછી માયાની મેલી રમત રમાવાની, અને જો એ પિતાનું થઈ જાય તે આ લાભમાંથી વધુ ને વધુ લેભ જાગતે જાય છે કષાયના રાગાંશ જીવને અનાદિ કાળથી આંગળીને ટેરવે નચાવત રહ્યો છે. હવે આ રાગાંશને મુઠ્ઠીમાં લે હોય તે “એગેહં નથિ મે કેઈ” એ મંત્ર જાપ કરે પડશે.
દેવાનુપ્રિયા ! કષાય આપણું બે રીતે નુકશાન કરાવી રહેલ છે. ઠેષ કરાવીને એ અધ:પતન નોતરે છે અને રાગ કરાવીને આપણે સર્વનાશ નેતરે છે. કોલ અને માન આપણા દિલમાં દાહ લગાડી રહ્યો છે, તે માયા અને લેભ તૃષ્ણનું તાંડવ ખેલાવી રહ્યો છે. આ દાહ જ્યાં સુધી લવાય નહિ અને તૃષ્ણ જ્યાં સુધી શાંત થાય નહિ ત્યાં સુધી તે આધ્યાત્મિક જ નહિ પણ ભૌતિક શાંતિ મળવી પણ મુશ્કેલ છે. જ્યાં સુધી આપણું જીવન શીતળ અને પવિત્ર ન બને અને તૃષ્ણામાંથી આપણે તૃપ્તિ તરફ ન વળીએ ત્યાં સુધી આ કષાયે આપણું ઉપર કાળો કેર વર્તાવ્યા જ કરવાની છે. ઝેર વરસાવતા વૈરમાંથી છૂટી જઈને લીલા લહેર કરવી હોય તે “ખામેમિ સવ્વ જીવા” અને એગતું નત્યિ મે કઈ ” આ બંને મંત્ર આપણે સિદ્ધ કરવા પડશે. આ મંત્રની સાધના માટે ક્ષમાપના પર્વે એક સુવર્ણ અવસર છે. આ અવસર પ્રાપ્ત કરીને જેમ બને તેમ જીવનમાંથી કષાયેના ઝેર કાઢે અને તેના ઉપર વિજય મેળવે. ચાર કષામાં લેભ તે મહા ભયંકર છે.
कोहो पीइं पणासेइ, माणो विणय नासणो । माया मित्ताणि नासेइ, लोहो सव्व विणासणो॥
અ. ૮ ગાથા ૩૮ ક્રોધ પ્રીતિને નાશ કરે છે, મન વિનયને, માયા મિત્રતાને અને લેભ સર્વ ગુણેને નાશ કરે છે. લેભી મનુષ્ય પૈસા ખાતર ખતરનાક પાપ કરતાં અચકાતું નથી. સ્વધમી બંધુઓને લૂંટતા પણ પાછા પડતા નથી.
એક ગામમાં એક જૈન વણિક વસતે હતે. પાસે પૈસે ઘણે પણ ખૂબ લેભી હતે. કાળા બજાર કરી ભેળા ઘરાકને છેતરીને ખૂબ ધન ભેગું કર્યું હતું. ધર્મનું તે એના જીવનમાં નામનિશાન ન હતું. આવા પર્યુષણના દિવસે આવ્યા. પર્યુષણ પર્વના દિવસમાં એ ગામમાં દુકાને બંધ રહેતી હતી. દુકાને બંધ રહે એટલે સૌ કામધંધે છોડીને શાંતિથી ધમરાધના કરી શકે, પછી દુકાનમાં મન જાય જ નહીં ને ! તમે બધા અહીં બેડા છે પણ જે બજાર ચાલુ હોય તે એમ થાય કે હવે કયારે અહીંથી છૂટું ને દુકાને જાઉં પણ બંધ જ હોય તે મને ત્યાં જાય જ નહિ ને ! જેને ધર્મારાધના કરવી ગમે તેને આનંદ આવે પણ જેને ધર્મારાધના કરવી ગમતી નથી તેને તે ટાઈમ કયાં પસાર કરે