________________
શારદા સુવાસ ને છે (જી છે ને નથી. તેઓ વિચાર કરવા લાગ્યા કે આને અથ શું? કોઈને એના અર્થ સમજાય નહિ. એટલે એમણે વિચાર કર્યો કે આપણે મહારાજાના પ્રધાન ખુબ બુદ્ધિશાળી છે. એ આને અર્થ સમજાવશે, અને પ્રત્યક્ષ કરી બતાવશે. આપણને આ ઠીક મળી ગયું. એ લેકે રાજાની પાસે આવીને કહે છે સાહેબ! આ ચાર મુદ્દા અમને ક્યાંકથી મળી આવ્યા છે પણ એને અર્થ શું છે તે અમને સમજાતું નથી. અમારે તો અર્થ સમજે છે કે પ્રેકટીકલ-પ્રત્યક્ષ જેવું છે. અમે આપને તે આવું ન પૂછી શકીએ પણ આપના પ્રધાનજી ખૂબ બુદ્ધિશાળી છે. ભલભલા આંટીઘૂંટીવાળા કોયડા સહેલાઈથી ઉકેલી શકે છે, તે અમારા આ ચાર કેયડા અમને પ્રેકટીકલ કરીને બતાવે તેમ કરે.
“ઈર્ષ્યાળુ માણસેએ કરેલો પ્રપંચ”: બંધુઓ ! ઈર્ષ્યા કેવી બૂરી ચીજ છે! ઈર્ષાની આગ મનુષ્યના ગુણને બાળીને ખાખ કરી નાંખે છે. કેઈના મકાનમાં આગ લાગી હશે તે તે પાણીથી બૂઝાઈ જશે પણ ઈર્ષાની આગ પાણીથી નહિ બૂઝાય. ઈર્ષા એ ભયંકર અગ્નિ છે. એ બીજાનું સુખ, સૌભાગ્ય, સત્કાર-સન્માન જોઈ શકતી નથી. આજે દુનિયા બીજાનું. સુખ જોઈ શકતી નથી. કેઈ માણસને એના કાર્યની સફળતાના ફળ રૂપે સરકાર તરફથી કે સમાજ તરફથી સન્માન કરવામાં આવે અગર કેઈ ઉંચી પદવી આપવામાં આવે તે ઈર્ષાળુ લેંકેથી જોઈ શકાતું નથી. એટલે એ અંતરથી બળ્યા કરે છે
પિલી ઈર્ષાળુ કંપનીએ મહારાજાને એવી મીઠાશથી વાત કરી કે રાજાના મગજમાં વાત ઉતરી ગઈ ને મનમાં વિચાર કર્યો કે વાત બરાબર છે. હું પ્રધાનને વાત કરીશ. બીજે દિવસે સભા ભરાઈ. પ્રધાનજી સભામાં આવ્યા. રાજાની બાજુમાં પિતાના આસને બેઠા, પછી થોડી ઘણી રાજકાર્યની ચર્ચા કરીને રાજાએ પેલી વાત ઉપાડીને કહ્યું-પ્રધાનજી ! તમારે આ ચાર બેલને પ્રેકટીકલ કરીને બતાવવાના છે. પ્રધાને કહ્યું–સાહેબ ! કયા બેલા છે? એટલે રાજાએ કહ્યું-છે છે ને છે...નથી-નથી ને નથી. નથી ને છે.છે ને નથી. આ ચાર બેલને અર્થ શું છે તે પ્રેકટીકલ કરીને મને પ્રત્યક્ષ બતાવે. પ્રધાન અનુભવી ખુબ હતું પણ તેમણે આવું કદી સાંભળ્યું ન હતું એટલે વિચારમાં પડી ગયા કે આને અર્થ શું? મને સમજાતું નથી, છતાં હિંમત કરીને કહ્યું સાહેબ! આ કામ અઘરું છે. એને અર્થ તે હું કદાચ તમને જલ્દી કહી દઉં પણ પ્રેકટીકલ કરીને બતાવવાનું કામ ખૂબ અઘરું છે. તેને માટે સમય જોઈ એ માટે મને છ મહિનાની મુદત આપે. રાજાએ કહ્યું-ભલે, છ મહિનાની મુદત આપું છું પણ તમારે કરી બતાવવું તે પડશે જ. જે પ્રેકટીકલ કરીને નહિ બતાવે તે હું તમારા આખા કુટુંબને કેદમાં પૂરી દઈશ ને તમને તે મારી મરજી મુજબ શિક્ષા કરીશ. તમારા ઘરબાર, મિલ્કત બધું હું જપ્ત કરી લઈશ.