________________
શારદા મુવાસ દાળમાં મોડું વધારે પડી ગયું હતું એટલે થાળી વાટકે પછાડીને મમ્મી ઉપર ક્રોધ કરીને જમ્યા વિના દુકાને ચાલ્યા ગયા હતા. કાલે ઘાટીના હાથે કાચને ગ્લાસ ફૂટી જતાં કેટલું ખીજાયા હતા. એ બધું મેં નજરે જોયું છે. અરે ગાંડા ! તને કયાંથી ખ્યાલ હોય કે માનવ કેવા હોય છે ! ત્યાં રૂપેન્દ્રના વિચાર બદલાયા કે ઓરમાન માતાને મારા માટે કયાંથી લાગણી હોય કે તે પપ્પાને મારા માટે સમજાવે. કંઈક હૃદય કુણું પડ્યું હતું તે મિત્રોની શિખામણથી પાછું કઠેર બની ગયું, અને તેના અંતરમાં માતા પ્રત્યે પ્રેમના અંકુરા ન જ ફૂટયા. તેને મન અપરમાતાનું હૃદય એટલે રેતાળ પ્રદેશ હતું કે જ્યાં સ્નેહનું ઝરણું ફૂટવાની કદી શક્યતા ન હતી, જ્યારે રમા તે એને ખવડાવવાથી માંડીને રાત્રે સૂવે ત્યાં સુધી એને માટે પૂરું ધ્યાન રાખતી. છે. તે જ રમાને અફસ” – રમા એક સદગુણી નારી હતી. એ જ્યાં જાય ત્યાં એના સદ્ગુણથી દરેકનું મન જીતી લેતી પણ આ નાનકડા રૂપેન્દ્રનું મન કઈ રીતે જીતી શકતી નથી. એક દિવસ રમાની આંખમાં આંસુ આવી ગયા ત્યારે એને પતિ રડવાનું કારણ પૂછે છે. જવાબમાં રમાએ કહ્યું, રૂપેન્દ્રને મારા પ્રત્યે શું અણગમે છે તે મને સમજાતું નથી. હું એને ગમે તેટલા પ્રેમથી બોલાવું છું પણ એ મારી પાસે આવતે કે બેસતે નથ પછી વાત કરવાની તે વાત જ કયાં! એ મારાથી દૂર ને દૂર ભાગે છે, ત્યારે અરૂણ કહેતે કે હશે, હજુ એ બાળક છે. હજુ એની માતાને આઘાત એના હદયમાંથી ગયે નથી. એ સમજણે થશે એટલે ધીમે ધીમે સુધરી જશે. તું રડીશ નહિ, સાથે રૂપેન્દ્રને પણ પાસે બે લાવીને પ્રેમથી કહેતા કે રૂપેન્દ્ર! આ મમ્મી તને ગમે છે ને? ત્યારે એ ડોકું ધુણાવીને પરાણે હા કહેતે. જે તારે તારી મમ્મી પાસે લેશન કરવા બેસવાનું, એની સાથે વાતો કરવાની. સમજો ને! પણ રૂપેન્દ્ર તે કંઈ જવાબ આપ્યા વિના બહાર મિત્રો સાથે રમવા દેડી જતે.
રમાને પરણીને આવ્યા બે મહિના થયા એટલે રમાને પિયર આણું વળવા જવાને સમય આવ્યે, તેથી તેના મેટા ભાભી તેડવા આવ્યા, ત્યારે રમાએ કહ્યું. ભાભી! મારા રૂપેન્દ્ર ની કુલ ચાલુ છે. એને મૂકીને મારાથી ન અવાય. બાને કહેજે કે હું વેકેશનમાં રૂપેન્દ્રને લઈને આવીશ. અરૂણે રમાને કહ્યું. હું બે મહિના માટે રસોઈયે રાખી લઈશ. તું પિયર જા. મારું ખરેમ દેખાય પણ રમા જવા તૈયાર ન થઈ. આ વખતે રૂપેન્દ્ર ત્યાં ઉભે હતું. તેણે સાંભળ્યું કે મારા રૂપેન્દ્રને એકલે મૂકીને નહિ આવું. પિતાએ ખૂબ સમજાવી છતાં એ ન ગઈ. રૂપેન્દ્ર બધું સમજે છે. હજુ સુધી રમા તરફથી રૂપેન્દ્રને અપરમાતા જેમ રાખે તેવા કે કારણે મળ્યા ન હતા, પણ જન્મદાતા માતાની બરાબરી કરી શકે તે નિષ્કલંક, માતૃત્વના સંવેદનાથી છલકાતે નેહ મળતું હતું. તેની પ્રેમ નીતરતી આંખો અને સ્નેહ ઝરતી અમીમય વાણું સાંભળતાં તેના મનમાં માતા પ્રત્યેના પ્રેમના