________________
શારદા સુવાસ ઉદ્ધારક તીર્થકર પ્રભુનો જન્મ થશે. આ સાંભળતાં સૌને આનંદનો પાર ન રહ્યો. રાજાએ પંડિતેને ખૂબ દાન આપીને વિદાય કર્યો. સિદ્ધાર્થ રાજાને ત્યાં ઢોલ નગારા અને શરણાઈ વાગવા લાગ્યા. ત્રિશલા માતા આનંદપૂર્વક ગર્ભનું પાલન કરી રહ્યા છે. ભગવાનના મનમાં થયું કે હું હલનચલન કરું છું તેથી મારી માતાને દુઃખ થતું હશે. એમ માનીને હલનચલન બંધ કર્યું ત્યારે માતા સમજ્યા કે મારે ગર્ભ ચેરાઈ ગયે લાગે છે, એટલે તે રડવા લાગ્યા તેથી વાજા ને શરણાઈ વાગતા બંધ થઈ ગયા. રાજ્યમાં ગમગીન વાતાવરણ છવાઈ ગયું. ભગવાને જ્ઞાનથી જાણ્યું કે આમ શા માટે બન્યું ? અહો ! મારા માટે જ રડે છે મારી માતાને મારા પ્રત્યે કેટલું વાત્સલ્ય છે! માતાના વાત્સલ્યના તે મૂલ્ય જે ન થાય. પ્રભુએ માતાને શેક દૂર કરવા હલનચલન શરૂ કર્યું, તેથી માતા ખુશ થઈ ગયા. ભગવાને જ્ઞાન દ્વારા જાણી લીધું કે મારા માતા-પિતાનું આયુષ્ય કેટલું છે ને મારું આયુષ્ય કેટલું છે. તે જાણીને માતા-પિતાના જીવતા દીક્ષા ન લેવી તેવો નિશ્ચય કર્યો. '
ભગવાન જ્યારથી ગર્ભમાં આવ્યા ત્યારથી સિદ્ધાર્થ રાજાને ત્યાં ધનધાન્યની વૃદ્ધિ થવા લગી સર્વત્ર આનંદનું વાતાવરણ છવાઈ ગયું. આમ સુંદર રીતે ગર્ભનું પાલન કરતાં બરાબર સવાનવ માસ પૂર્ણ થતાં ચૈત્ર સુદ તેરસની મધ્ય રાત્રે સારા નક્ષત્ર અને શુભ
ગ હતા તેવા સમયે ચરમ તીર્થકર આપણાં શાસનપતિ પ્રભુ મહાવીર સ્વામીને જન્મ થયે.
એક જન્મે રાજદુલારે, દુનિયાને તારણહારે ત્રણે લેકમાં પ્રકાશ પ્રકાશ પથરાઈ ગયે. નરકમાં રહેલા નારકેએ બે ઘડી શાંતિને અનુભવ કર્યો. ચોસઠ ઈન્દ્રો, છપ્પન દિકુમારીકાઓ બધા ભગવાનને જન્મમહત્સવ ઉજવવા માટે આવ્યા ને ભગવાનને મેરૂ પર્વત ઉપર સ્નાન કરાવવા લઈ ગયા. ખૂબ આનંદપૂર્વક દેએ જન્મમહોત્સવ ઉજ, સિદ્ધાર્થ રાજાએ પણ ખૂબ ભવ્ય રીતે જન્મ મહોત્સવ ઉજવ્યું અને પુત્ર ગર્ભમાં આવતા રાજ્યમાં ધનધાન્યની વૃદ્ધિ થઈ હતી, તેથી તેમનું ગુણનિષ્પન્ન “વર્ધમાનકુમાર” નામ આપ્યું. આપણું ભગવાન બાલપણથી જ કેવા પરાક્રમી હતા, જન્મ પછી કેવું જીવન જીવ્યા ને કેવા મહાન કાર્યો કર્યા એ વિષયમાં તે ઘણી વાતે બાકી છે. તેનું વર્ણન કરવા ઘણે સમય જોઈએ.
આજે આપણે ભગવાનને જન્મદિન વાંચે છે. ભગવાન જન્મીને કેવું જીવન જીવી ગયા તે જાણીને જીવનમાં અપનાવે. ભગવાન મહાવીરે આપેલ અહિંસાને ઉપદેશ, સત્ય અને શાંતિનો સંદેશ, અને મૈત્રીભાવનાને પરમ મંત્ર અનેક આત્માઓના જીવનમાં આજે પણ પ્રકાશ પાથરી રહ્યો છે. એમણે જગતના તમામ જીવનું કલ્યાણ ઈચ્છયું હતું, પછી તે ભવે ના હોય, મોટો હોય, માનવ હોય કે દાનવ હૈય, શત્રુ હોય કે મિત્ર હોય, પશુ હોય કે પક્ષી હેય, કીડી હોય કે કુંજર હોય, ગમે તે જાતિ કે કુળને હેય એમની
શા. સુ. ૩૧