________________
શાક એવા સાધુએ કહ્યું–આ ચર્ચાને નિર્ણય કરવા માટેનું એક રસ્તે બતાવું. સાંભળે, આમાંથી પાંચ સાધુએ તૈયાર થાય અને તે દરેકને એકેક ઈન્દ્રિય ઉપર વિજય મેળવવાનું કામ સોંપી દે. પછી તેમને પૂછી લે એટલે આપોઆપ નિર્ણય થઈ જશે કે કઈ ઈન્દ્રિય ઉપર વિજય મેળવો મુશ્કેલ છે. આ વાત બધા સંતોને ગમી, તેથી પાંચ સાધુઓ તૈયાર થયા. વડીલ સંતેએ જેને જે ઈન્દ્રિય ઉપર વિજય મેળવવાની આજ્ઞા ફરમાવી તે પ્રમાણે નક્કી કરીને પાંચ સાધુઓને એકેક ઈન્દ્રિય ઉપર વિજય મેળવવા ચાતુર્માસમાં જુદા જુદા સ્થળે મોકલ્યા. પાંચે ય સાધુઓ એકેક ઈન્દ્રિય ઉપર વિજય મેળવીને ચાતુર્માસ પૂરું કરીને પાછા ફર્યા. બધા સાધુએ ભેગા થયા. પાંચે સાધુઓને બેલાવીને પૂછવામાં આવ્યું કે કઈ ઈન્દ્રિય જીતવી મુશ્કેલ છે?
જે સાધુએ જીભ ઉપર વિજય મેળવ્યું હતું તે બેલ્યા-દુનિયામાં બધું જીતવું રહેલ છે પણ જીભ ઉપર જીત મેળવવી ઘણી કઠીન છે. કહેવત છે ને કે “જેણે છમ છતી તેણે જગ જીત્યુ.” કારણ કે બધી ઇન્દ્રિયના કામ એક અને તેમની સંખ્યા બે છે. આંખ બે છે ને કામ એક જેવાનું કરે છે, કાન બે છે ને કામ એક સાંભળવાનું કરે છે, જ્યારે છમ એક છે ને તેના કામ બે છે. એક બલવાનું અને બીજું ખાવાનું. બોલતાં આવડે તે વૈરીને વશ કરે છે અને ખાતા આવડે તે શરીરને પુષ્ટ બનાવે પણ જે એ આવડતને બદલે ચટકા જ કરવા જાય તે બેલવામાં જગતને શત્રુ બનાવે અને ખાવામાં હાથ પગ, માથું એમ આખા શરીરને હેરાન થવાનું થાય. કામ કરી જાય જીભ અને હેરાન થાય બીજા. આટલા માટે કુદરતે પણ બીજી બધી ઇન્દ્રિયને બહાર રાખી અને જીભને અંદર પૂરીને તેને ફરતી બત્રીશીની ચેકી મૂકી અને હોઠનું તાળું દીધું, તે પણ આ જીભને વશ રાખવા માટે કેટલી તકેદારી રાખવી પડે છે. એને જીતવા જતાં મારા નાકે દમ આવી ગ માટે રસેન્દ્રિયને જીતવી મુશ્કેલ છે.
એક સાધુની વાત પૂરી થઈ ત્યાં બીજા સાધુ બેલી ઉઠયા-જીભ ઉપર કાબૂ મેળવી એમાં શી મોટી વાત છે? આંખને જીતવી તે કંઈ નાની સૂની વાત નથી. જ્યાં નવા નવા રૂપ દેખે, નવા નવા દશ્ય જોવા મળે એટલે આંખડી એમાં મસ્ત બની જાય. આંખ દ્વારા પદાર્થો જોઈએ એટલે તેને મેળવવાનું મન થાય. આંખ સામે સુંદર રૂપ અને દર ખડા થાય એટલે તે તરફ ગયા વિના રહે જ નહિ. મહામુશીબતે એને રોકી શકાય છે. માટે મારે અનુભવ તે એમ કહે છે કે જીભને જીતવા કરતાં આંખને જીતવાનું કામ અઘરું છે.
ત્યાં ત્રીજા સાધુ કહે છે કે હવે બેસે છાનામાના. વરને તે વરની માતા જ વખાણે ને ! મને જીતવી કે આંખને કાબૂમાં રાખવી એમાં કંઈ તમારી બહાદુરી નથી. એના કરતાં છેતેન્દ્રિય ઉપર વિજય મેળવવું કઠીન છે, કારણ કે કઈ આપણું સારું બોલે કે
અઘર' છે.