________________
શારદા સુવાસ ખરાબ બેલે, કેઈ નિંદા કરે કે કઈ પ્રશંસા કરે અગર કોઈ આપણને કટુ શબ્દો કહી જાય આ બધું કાન દ્વારા સંભળાય છે, એટલે બોલનાર પ્રત્યે રાગ-દ્વેષ થાય છે. આપણું સારું બેલનાર પ્રત્યે રાગ આવે છે ને ખરાબ બોલનાર પ્રત્યે દ્વેષ આવે છે કે કોઈ આવે છે. અરે એને મારી બેસીએ પણ ખરાં. માટે શ્રોતેન્દ્રિયને જીતવી મુશ્કેલ છે.
ચેથા સાધુ કહે છે તમારી બધાની વાત છેડી દો. આંખ, કાન અને જીભ ઉપર વિજય મેળવનારા તમે બધા સ્પર્શેન્દ્રિય ઉપર વિજય મેળવે ત્યારે સાચા. મખમલ જેવા કોમળ સુંવાળી ચામડીના સ્પર્શોથી ભલભલા આળેટી જાય છે. આવા મનગમતા મૂલાયમ સ્પર્શીને વહાલા માનનાર સ્પર્શથી દૂર રહીને સ્પર્શેન્દ્રિય જીતવામાં જ બહાદુરી છે, ત્યારે એક સાધુએ કહ્યું સારી અને ખરાબ ગંધ આવે ત્યારે ધ્રાણેન્દ્રિયને વશ રાખવી મુશ્કેલ છે. અત્તર, ગુલાબ અને મેગરાની સુગંધ આવે ત્યારે નાકને બહુ ગમે છે અને વિષ્ટાની દુર્ગધ આવે ત્યારે નાક આડા ડુચા દેવા પડે છે, ઉલ્ટી આવે છે. આ સમયે ઘણેન્દ્રિયને સમભાવમાં રાખવાનું કામ અઘરું છે.
આવી રીતે જે સાધુએ જે જે ઈન્દ્રિય વશ કરી હતી તેની તેમણે મહત્તા બતાવી, પણ કઈ ઈન્દ્રિય જીતવી મુશ્કેલ છે તેને નિર્ણય અધૂરો રહ્યો તેથી નિર્ણય કરવા ભગવાન પાસે આવ્યા ને પિતાના પ્રશ્નની રજુઆત કરી. સર્વજ્ઞ ભગવાને કહ્યું–હે મારા સાધકે ! તમે સાંભળે. પિતાપિતાની રીતે તમે બધા સાચા છે. હવે હું તમને એક ન્યાય આપીને સમજાવું. સાંભળે. એક માટે મહેલ છે. તેને પાંચ દરવાજા છે. તેમાં એક દરવાજે ચોકી પહેરો મૂકીએ ને ચાર દરવાજા ચંકી પહેરા વિના ખુલ્લા મૂકીએ તે લૂંટાવાને ભય ખરે કે નહિ? બધા સાધુએ કહ્યું-હા, ભગવંત ! હવે માને કે ચાર દરવાજે ચોકી પહેરે મૂકીએ ને એક દરવાજે ચેકી પહેરા વિનાને ખુલ્લું રાખીએ તે પણ લૂંટાવાને ડર તે ખરે જ ને? હાં. એટલે આને અર્થ એ છે કે પાંચે દરવાજે ચેકી પહેરે રાખવું જોઈએ. એક પણ દરવાજે ચેકીપહેરા વિનાને રાખીએ તે ચારને ભય રહે જ છે. તે રીતે હે સાધુઓ ! આ તમારા પ્રશ્નને જવાબ છે. કહેવાને આશય એ છે કે મન રૂપી મહેલના પાંચ ઈન્દ્રિના દરવાજામાંથી કઈ ઇન્દ્રિયના દરવાજા ઉપર ચેકી રાખવી તે કઈ મહત્વની વાત નથી, કારણ કે ચેર તે જે દરવાજો ખુલે હોય તે દરવાજેથી પ્રવેશ કરીને ચોરી કરી જાય છે. જેણે જીભ ઉપર જીત મેળવી હોય છતાં જાતજાતના સુંદર સંગીત સાંભળવામાં, સુગંધી તેલ, અત્તર વિગેરે વસ્તુના મેહમાં પડે, આંખ વિગેરે ઈન્દ્રિયે જતી હોય પણ સ્વાદિષ્ટ ભેજને
ખાવા માટે જીભ લબકારા મારતી હેય, તે એ બધું સરખું છે. પાંચે ઈન્દ્રિય ઉપર વિજ્ય મેળવી જોઈએ. મન ઉપર વિજય મેળવી લીધા પછી પાંચ ઈન્દ્રિયે તે છતાઈ જશે, સેનાપતિ જાય તે સૈન્ય તે છતાયેલું જ છે, તેમ મન જીતી લીધા પછી ઈન્દ્રિ તે છતાઈ જ જવાની છે.