________________
શારદા સેવાસ
૫૦૩
દેવાનુપ્રિયે ! જીવન એ એક સંગ્રામ છે. સંસાર એ સમરાંગણ છે, અને આત્મા એ લડવૈયા છે. દુષ્ટ મન એ દુશ્મન છે અને ઈન્દ્રિયા એનું સૈન્ય છે. કામ, ક્રોધ, મેહ, રાગ, દ્વેષ એના શસ્ત્રો છે. એની સામે આત્માને સયમના શસ્રથી લડવાનું છે. જે સ યમનુ શસ્ત્ર ગુમાવ્યું. તે આત્મા હાર્યાં સમત્તે. મનને જીતવા માટે સયમ રૂપી શત્રુ ખૂબ મહત્વનું છે. જે જીવનને ક્ષણે ક્ષણે જાગૃત રાખે, સંયમના શસ્ત્ર વડે પૂર્ણ સંભાળ રાખે તે મનને જીતી શકે છે. આત્મસયમ કેળવવા એ વિજય મેળવવાની અમેઘ ચાવી છે. આત્મસંયમ કેળવનારે જીવનમાં પ્રત્યેક ક્ષણે સજાગ અને સચેત રહેવુ જોઇ છે. પદાર્થોના પહાડ ખડકી દેવા કે મોટા મેટા સામ્રજ્યે જીતી લેવા માત્રથી વિજયી નથી મનાતું, પણું ભુંગાને તજીને મનને જીતવામાં સાચા વિજય છે વિજય મેળવનાર સાધક તા ભેગાને રાગનું કેન્દ્રસ્થાન માનીને લેામથી દૂર ભાગે છે. હું તમને પૂછું તમને લાગ ગમે છે કે ત્યાગ ? ભાગને રંગનું ઘર સમજીને તેનાથી દૂર રહેવા ઇચ્છે છે ખરા? ભાગ ઉપર વિજય મેળવે તેમાં ખરો વિજય સમાયેલે છે. સમઝે, વિજય જડ વસ્તુ ઉપર નહી પણ આત્મા ઉપર વિજય મેળવવાના છે. એ વિજય મેળવવા માટે જીવને ક! તે સહન કરવુ પડે છે! સહન કર્યા વિના સુખ નથી મળતું અને કાઇના ઉપર વિજય પણ નથી મેળવી શકાતા. હું તમને એક દૃષ્ટાંત દ્વારા સમજાવુ.
એક ખાનદાન કુટુંબમાં અરૂણુ નામના એક સુખી સગૃહસ્થ હતા. તેની પત્નીનુ નામ સુશીલા હતું. તેમને એક રૂપેન્દ્ર નામે ખાખે। હતા. અરૂણુ સ્વભાવના ખૂમ ફોધી હતા પણ સુશીલા ખૂબ શાંત અને ડાહી હતી, રૂપેન્દ્ર પાંચ વર્ષના થયા ને તેની માતા ગુજરી ગઈ, આથી તેને મૂત્ર આઘાત લાગ્યા. તે મા વિના તરફડવા લાગ્યા. હવે એના મિત્રો હતા તેમાં ત્રણ મિત્રા મા વગરના છે. તે ખૂખદુઃખી છે, તેથી બધા તેને શીખવાડે છે કે તારા પપ્પા ફરીને પરણે તે તેમાં તુ' સંમત ન થઈશ નવી મા ખૂબ દુઃખ આપે છે. શરૂઆતમાં સુખ આપશે પણ પછી ખૂબ દુઃખ આપશે. આ રીતે મિત્રોએ રૂપેન્દ્રને ચઢાવીને તૈયાર કર્યો. છ મહિના ખાદ અરૂણને તેના કુટુંબીજનો ફરીને લગ્ન કરવા સમજાવે છે ત્યારે અરૂણુ ના પાડે છે પણ બધાએ પરાણે સમજાવીને હા પડાવી. આ વાત રૂપેન્દ્રને ન ગમી, તેથી બધા સામે ક્રોધથી જોવા લાગ્યેા, છેવટે અરૂણનો લગ્નદિવસ આખ્યું. બધાએ તેને સારા કપડા પહેરાવવા માંડયા પણુ પહેરતા નથી. સગાંસ્નેહીઓ બધાને આનંદ હતા પણ રૂપેન્દ્ર તેા કેાઈ સાથે ખેલતા ચાલતા નથી. આખા દિવસ માતુ ચઢાવીને એક ખૂણામાં બેસી રહ્યો.
રમાની વિશાળ દૃષ્ટિ ને રૂપેન્દ્રને મિત્રની ચઢવણી :- જેની સાથે અણુના લગ્ન થયા તેનું નામ રમા હતું. ખરેખર, રમા એટલે રમા જ હતી. રમા આત્મામાં રમણુતા કરનારી હતી. એને પરતાં પહેલાં જ ખબર હતી કે મારે જ્યાં જવાનુ છે