________________
શિારદા મુવાર મહાચતુર વેશ્યા રહે છે. તેને મળે તે મારું કાર્ય સફળ થાય. આમ વિચાર કરીને એ વેશ્યાને ઘેર ગયે. તેને પિતાની બધી વાત કરીને કહ્યું કે તું તે મહાચતુર છે. જે તું કોઈપણ યુક્તિ ગોઠવીને સોનરાણીને હાડાએ યાદગીરીમાં આપેલી એક બે ચીજો લઈ આવે અને સોનરાણીને ગુપ્ત અવયવનું એકાદ ચિન્હ જોઈ આવીને મને કહે તે હું તારે મહાન ઉપકાર માનીશ, અને તારે જિંદગીભર આ ધંધે ન કરવું પડે એવી ન્યાલ કરી દઈશ. મદનસેનાએ પહેલાં તે જવાની ચોખ્ખી ના પાડી દીધી ને કહ્યું કે હું ગમે તેવી ચતુર હાઉ' પણ એ સતીની પાસે મારી યુક્તિ ફાવે તેમ નથી. શેરખાએ કહ્યું તું જે માંગીશ તે આપીશ પણ મારું કામ કરી દે. ખૂબ કરગર્યો એટલે મદનસેનાએ કામ કરી આપવાની ખાત્રી આપી, એટલે શેરખાને શાંતિ વળી.
મદનસેનાએ પાથરેલી જાળ" :- મદનસેના ખૂબ ચતુર હતી. તેમાં પણ સનરાણીના જીવનથી પરિચિત હતી, તેથી છળકપટ વિના ફાવી શકે તેમ ન હતું, એટલે તેણે વેશ્યાને સ્વાંગ ઉતારી ક્ષત્રિયાણીને સ્વાંગ સજા અને ખૂબ દૂર દેશાવરથી આવતી હોય તેમ જોકર ચાકર અને વાહન સાથે ઠાઠમાઠથી બુંદીકેટામાં પ્રવેશ કર્યો અને રાજમહેલમાં સમાચાર મોકલાવ્યા કે ચાંપરાજના ફઈબા આવ્યા છે. સનરાણીને આ ખબર મળતાં તે ખુશ થઈ ગયા. હડાના ફઈબા પધાર્યા અને તે પણ તેમની ગેરહાજરીમાં પધારે એટલે તેમના સ્વાગત અને સન્માનમાં જરા પણ ખામી ન આવવી જોઈએ. ખૂબ વાજતે ગાજતે ફઈબાનું સ્વાગત કરાવ્યું. સેનાએ ઘણી વખત હાડા પાસેથી ફઈબાના વખાણ સાંભળેલા, તેથી ઘણી વાર એનરણને ફઈબાને મળવાનું મન થતું. તે ફઈબા ઘેર આવ્યા છે એટલે સેનને ફઈબા પ્રત્યે ઘણું માન ઉપર્યું. સનરાણીમાં જેટલી વીરતા હતી તેટલી જ સરળતા હતી. ફઈબા સેનની સાથે મીઠી મીઠી વાત કરીને એ પ્રેમ બતાવે કે સેનનું હૃદય પીગળી જતું.
“બનાવટી ફઇબાના પ્રેમમાં ફસાયેલા સેન રાણી* - આજે દુનિયામાં અસલી વસ્તુ કરતાં નકલી વસ્તુને પ્રકાશ વધુ હોય છે. હું સાચાને ઝાંખુ પાડી દે છે, તે જ રીતે વેશ્યાના કૃત્રિમ પ્રેમે નારાણનું હૃદય જીતી લીધું. સરળ અને ભલી સનરાણુને ખબર ન હતી કે આ ફઈબાને વેશમાં મહાકપટી વેશ્યા છે. સતી સેનની પતિ પરાયણતા અને સતીત્વને પ્રભાવ જેને વેશ્યાના મનમાં એમ થઈ જતું કે અહે ! ક્યાં આની પવિત્રતા અને ક્યાં મારી અધમતા ! આ અવાજ તેના હૃદય સુધી પહોંચે તે પહેલાં શેરખાંની સંપત્તિ એની આંખે આંજી નાંખતી હતી. ફઈબા પૂછે છે સોન ! મારે હાડો કયાં ગયે છે? હવે મારે જલ્દી જવું છે, ત્યારે સેને કહ્યું, ફઈબા! તે દિલહી ગયા છે. થોડા દિવસમાં આવવા જોઈએ. શી ઉતાવળ છે? હમણુ શાંતિથી અહીં કાવ. આપના ભત્રીજાને મળ્યા વિના નહીં જવા દઉં. તમે જાવ ને એ આવે તે મને ઠપકો આપે.