________________
શારદા સુવાસ કરવા જતાં પિતે જ ફસાઈ જાય એમ હતું. એટલે કે ઈ હિંમત કરતું નથી. સભામાં ગંભીર વાતાવરણ છવાઈ ગયું. બાદશાહની દષ્ટિ ચારે તરફ ફરે છે. આ સભામાં બાદશાહને શેરખાં નામને હજુરીયે સિપાઈ બેઠે હતું. બાદશાહની નજર તેના ઉપર પડતાં તે ઉભે થયે ને બીડું ઝડપ્યું ને બે -જહાંપનાહ! હું જવા તૈયાર છું. એને જોઈને સૌના મનમાં થયું કે આ સામાન્ય સિપાઈ શેરખાં શું કરી શકવાને છે? તેને રોક્ત સભાજને બેલ્યા શેરખાં ! હાડાની હોડ તો તને યાદ છે ને? શેરખાએ કહ્યું-હા. મને બધું જ યાદ છે પણ મને છ મહિનાની મુદત આપે. ચાંપરાજ હાડાની રાણીનું શીયળ છ માસમાં ખડિત કરીને આવું તે હાડાનું માથું લઈશ અને જો એ ન કરી શકું તે મારું માથું દઉં. આ શરત નક્કી થઈ. સાથે એ પણ નક્કી કર્યું, કે જ્યાં સુધી શેરખાં ન આવે ત્યાં સુધી ચાંપરાજ હાડાને દિલ્હીમાં નજરકેદ, રહેવું. બંનેની શરતેની સહી લેવામાં આવી. ચાંપરાજને પિતાની પત્નીમાં વિશ્વાસ હતું કે મારી એનરણું શીયળ અને સૌંદર્યની પવિત્ર પ્રતિમા છે. સાક્ષાત્ શક્તિને અવતાર છે. એ પ્રાણ છોડશે પણ શીયળ નહિ છોડે. મારે એને સંદેશો કહેવડાવવાની પણ જરૂર નથી. બેલે, તમને તમારી પત્ની ઉપર આટલો વિશ્વાસ છે? ચાંપરાજ દઢ વિશ્વાસ સાથે શાંતિથી દિલ્હીમાં રહેવા લાગે.
“બુંદી કોટામાં સનરાણુની સુવાસ’ :- આ તરફ શેરખાં બીડું ઝડપીને બીજે દિવસે બુંદીકેટ જવા રવાના થયે. ત્યાં જઈને એક ધર્મશાળામાં ઉતર્યો ને બુંદીકેટામાં ફરવા લાગ્યો. ત્યાંના નાગરિકોને પૂછયું તમારા રાજા કેણ છે? અને તે અહીં છે કે નહીં ? અને તમારા રાજા રાણી કેવા છે? ત્યારે નગરજનેએ કહ્યું કે ભાઈ! તમે કોઈ પરદેશી માણસ લાગે છે. અમારા રાજાનું નામ ચાંપરાજ હાડા છે. એ અત્યારે રાજ્યના કામે દિલ્હી ગયા છે. અમારા મહારાણીનું નામ સનરાણું છે. એ મહાન પવિત્ર સતી છે. એમની સામે કઈ માણસ કુદષ્ટિથી જુએ તે બળીને ભસ્મ થઈ જાય. એના મળ-મૂત્રમાં પણ એવી તાકાત છે કે કઈ રેગીના શરીરે ચોપડે તે એને રોગ મટી જાય ને ભૂત પલિત હોય તે ભાગી જાય એ એમના સતીત્વને પ્રભાવ છે. બુંદી કેટામાં રહીને શેરખાએ સેનાને મળવા માટેના ઘણાં પ્રયત્ન કર્યા પણ એને મળવાની વાત તે દૂર રહી પણ એનું મુખ સરખું પણ જોવા ન મળ્યું આમ કરતાં ઘણું સમય વીતી ગયો પણ શેરખાંની કઈ યુક્તિ કામ લાગી નહિ તેથી તે ખૂબ મૂંઝાયે કે હું તે બીડું ઝડપીને આવ્યું છું પણ જે કંઈ નહિ થાય તે ચાંપરાજને મારે શીર આપવું પડશે હવે ગમે તે યુક્તિ કરું પણ હું સનરાણીનું શીયળ ખંડન કરીને આવ્યું છું તેની ખાત્રી થાય તેવી એકાદ બે ચીજો મળી જાય અને તેના એકાદ બે ગુપ્ત ચિન્હની માહિતી મળી જાય તે ત્યાં જઈને નિશાની તરીકે બતાવી શકાય અને કહી શકાય.
“નાસીપાસ થયેલા શેરખાએ કરેલો વિચાર” - આ બાબતમાં શેરખાંએ ખૂબ વિચાર કર્યો. ખૂબ તપાસ કરતાં એને ખબર પડી કે બુંદીકેટામાં મદનસેના નામની