________________
શારદા સુવાસ ઘેર આવ્યું નથી, મારું મુખ પણ તેણે જોયું નથી. તેની વાત સાચી છે પણ
મુજ ઉપર ગુજરી પિતા બાદશાહ જાણી, હું નથી ગણિકા, શું હાડાની રાણી.” આ પ્રમાણે બેલીને કહ્યું-હું ગણિકા નથી પણ ચાંપરાજ હાડાની રાણી છું, પણ તમારા આ શેરખાએ બુંદીકેટ આવીને મારું શીયળ ખંડિત કરવા થાય તેટલા વાના કર્યા પણ તે ફાવ્યું નહિ, ત્યારે તેણે મદનસેના ગણિકાને સંપર્ક સાધ્યો અને એ મારી ફઈજી થઈને મારા ઉપર પ્રેમ બતાવીને રૂમાલ અને કટાર લઈ ગઈ છે. મને તે આનું પરિણામ શું આવશે તેની ખબર ન હતી પણ મારા પતિએ કહ્યું કે તારા પાપે દિલ્હીના દરબારમાં મારું મસ્તક પડશે. ધિકકાર છે તને! આટલા ફીટકારના શબ્દો કહીને આવ્યા તેવા પાછા ફર્યા ને હું અહીં આવી છે. ત્યારે પછી શું બન્યું એ તે આપ જાણે છે.
શેરખાંને બાદશાહે ફટકાને માર મરાવીને પૂછયું-બોલ, સાચી વાત છે? શેરખાંએ કબૂલ કર્યું કે સેન સતી છે. મેં મદનસેના મારફત આ વસ્તુઓ મેળવી છે, તેથી બાદશાહને ખાત્રી થઈ કે સનરાણી સાચી ક્ષત્રિયાણી અને સતી છે. સેન રાણી કહે-જે થયું તે સારું થયું. મારા પતિ જે ત્યાં ન આવ્યા હતા તે મને કંઈ ખબર પડતી નહિ. કદાચ હું તે મારી જીવનલીલા સમાપ્ત કરી તેની મને પરવા ન હતી પણ મારા પતિની ઈજજત અને ક્ષત્રિયાણીઓના શીયળ ઉપર કલંક લાગે તેની ચિંતા હતી. તેને હવે ખુલાસે થઈ ગયે. હવે આપને જેમ કરવું હોય તેમ કરી શકે છે. આ બધું જાણીને ચાંપરાજને ગુસ્સો શાંત થયો. તેમની છાતી ગજગજ ફૂલી, ધન્ય છે સતી ! સતીની હિંમત, વીરતા અને પવિત્રતાને ! આ જોઈને બાદશાહ ખુશ ખુશ થઈ ગયા ને બોલ્યા-બેટા ! તું મારી દીકરી છે. મને ફરીને એક વાર તારું મુખ બતાવ,સન કહે-પિતાજી ! બસ, હવે સમય ગયે. ક્ષત્રિયાણીઓના મુખ જેવા એ સહેલા નથી, સભા વચ્ચે સેનના શીયળની અને સચ્ચાઈની પ્રતિભા પડી, અને સૌએ એકી અવાજે અંતરના આશીર્વાદ આપીને સતીને જયજયકાર બેલા. જે ફાંસીને માંચડો ચાંપરાજ માટે તૈયાર થયે હતો તેના ઉપર શેરખાને ચઢાવી દીધું. ચાંપરાજને છ છ મહિને બાદશાહની તહેનાત ભરવી પડતી હતી તેમાંથી તેને બાદશાહે મુક્ત કર્યો. ચાંપરાજ હડાની કીર્તિ ચારે તરફ ફેલાઈ અને સનરાણીના શીયળની સુવાસ ચારે તરફ મહેકી ઉઠી જ્યારે જગતના લાખ અને કરડે ફીટકાર વચ્ચે શેરખાંની જીવનલીલા સમાપ્ત થઈ
ટૂંકમાં સનરાણમાં સૌંદર્ય તે હતું ને સાથે એનું શીયળ નિર્મળ હતું, તે તેને કે પ્રભાવ પડશે ! સૌંદર્ય ગમે તેટલું હોય પણ જે સાથે શીલ ચોખ્ખું ન હોય તે શીલ વિનાના સૌદર્યની કઈ કિંમત નથી. સૌંદર્ય નહિ હોય તે ચાલશે પણ શીલ વિના નહિ ચાલે, અને જેનું સૌન્દર્ય સુંદર હોય અને શીલ નિર્મળ હોય તે તેની શોભા ઓર વધી જાય છે. શીલ અને સૌંદર્ય બંનેને સુમેળ હેય તે જ જીવન શોભી ઉઠે છે, માટે