________________
૪૮
શારદ સુવાસ અભયારે શિક્ષા કરશે. એના કરતાં હું જ શિક્ષા ભેગવી લઉં એમાં મારી શોભા છે. આમ વિચારીને મૌન રહ્યા. રાજાએ ઘણીવાર પૂછયું છતાં સુદર્શન મૌન રહ્યા. “કપરી કસેટીમાં પણ બીજાનું ભલું કરવાની ભાવનાવાળા શેઠ” – રાજાને તે ન્યાય કરવો જોઈએ. એટલે રાજાએ તેમને શૂળીએ ચઢાવવાની આજ્ઞા કરી. આ વાતની જણ થતાં નગરીમાં હાહાકાર મચી ગયો. અહો, સુદર્શન શેઠ તે કેવા પવિત્ર છે ! આમાં રાણીને કેઈ પ્રપંચ લાગે છે પણ એ કેમ મૌન રહ્યા છે ? આ વાત સુદર્શનની પત્ની મનેરમા શેઠાણીના કાને આવી. લોકે એને કહેવા ગયા પણ એને જરા પણ ગભરામણ ન થઈ કારણ કે એ સમજતી હતી કે મેરૂ પર્વત કદાચ ચલાયમાન થાય, સૂર્ય પશ્ચિમમાં ઉગે, પાણીમાંથી અંગારા ઝરે અને અગ્નિમાંથી શીતળતા ઝરે તે પણ મારા પતિ શીલ ધર્મ ચૂકે નહિ, એટલે એને એના પતિ પ્રત્યે વિશ્વાસ હતો. તમારી પત્નીને તમારા ઉપર આટલે વિશ્વાસ છે ? સુદર્શન અને તેની પત્ની બંને શીલવંતા હતા, તેથી આ વાતની જાણ થતાં મને રમાએ પૌષધશાળામાં જઈને શાસનદેવને પ્રાર્થના કરી કે હે શાસનદેવ ! જે અમે બંને શુદ્ધ અને પવિત્ર હોઈએ તે મારા પતિના માથે આફત આવી છે તે દૂર કરે. જ્યાં સુધી મારા પતિના માથે આવેલું સંકટ ન ટળે ત્યાં સુધી મારે અન્ન જળના પચ્ચખાણ છે, એમ કહીને તે નવકાર મંત્રના ધ્યાનમાં લીન બની ગઈ.
રાજાના માણસે સુદર્શન શેઠને શૂળીએ ચઢાવવા લઈ આવ્યા પણ સુદર્શનને તે નામ ગભરાટ નથી, કારણ કે તે રાણી સામે કુદષ્ટિ કરી જ નથી પછી શેની ચિંતા હેય? એમને શીયળના પ્રમાવે અને અપૂર્વ શ્રદ્ધાના બળે શાસનદેવે સહાય કરી અને શુળી ફીટીને સુવર્ણમય સિંહાસન બની ગયું. અસત્યના ગાઢ આવરણે ભેદાઈ ગયા ને શીલ ધર્મને જયજયકાર થયો. શીલધર્મના તેજ આગળ દેના તેજ પણ ઝાંખા પડે છે. સુદર્શન શેઠના શીલ-સૌંદર્ય આગળ રાજા અને પ્રજા બધા નમી પડ્યા આનું નામ શીલ અને સૌંદર્ય. આવું સૌંદર્ય તમે ખીલા અને શીયળના તેજ ઝળકાવે, તે જ માનવભવ પાયાની સાર્થકતા છે. આ ભારતભૂમિ અનેક રત્નની ખાણ છે. આ ભારતભૂમિ ઉપર આવા અનેક નર અને નારીરને પાકયા છે. તમને નરરત્નની વાત કરી. હવે એક નારીરત્નની વાત કરું. એ વાત બરાબર ધ્યાનપૂર્વક સાંભળવા જેવી છે.
સોળમા સૈકામાં બનેલી આ વાત છે. તે સમયે હિંદમાં અકબર બાદશાહનું શાસન ચાલતું હતું. એક વખત દિલ્હીમાં અકબરના હાથ નીચેના બધા રાજાઓને અકબર બાદશાહે કઈ પ્રસંગે બોલાવ્યા હતા. તે સમયે દિલ્હી હિંદનું મુખ્ય નગર ગણતું. બધા રાજાઓની સભા ઠઠ ભરાઈ છે. રાજ્યકાર્ય સંબધી ઘણી વાતચીત કર્યા પછી અકબર બાદશાહે જ્ઞાનગરીની શરૂઆત કરી. અકબર બાદશાહ તે ખૂબ મેજીલા હતા એટલે અવનવા પ્રશ્નો અને કેયડા
ધી લાવતા. જ્ઞાન ગમ્મત કરતાં બાદશાહે કહ્યું કે હિંદુ ધર્મમાં તે સતી સ્ત્રીઓની ખૂબ