________________
શારદા સુવાસ બનેલી રાણું માની નહિ. પંડિતા તે ગમે તેમ તેય દાસી હતી એટલે રાણુની આજ્ઞાને આધીન થવું પડ્યું, પણ સુદર્શન શેઠને કેવી રીતે અભયાના મહેલે લાવવા તે માટે ઉપાય શોધવા લાગી.
ખૂબ વિચારને અંતે એક ઈલાજ શેશે. રાણીએ દાસીના કહેવા મુજબ એક કામદેવનું પૂતળું બનાવડાવ્યું. આ પૂતળાને દરરોજ પાલખીમાં બેસાડીને બહાર ફરવા એકલતી. અનુચરો એને લઈને જતાં ને પાછા આવી જતા. આ રીતે રેજ કરવા લાગી. આમ કરતાં એક દિવસ કૌમુદી મહોત્સવ આવ્યો. આખું ગામ કૌમુદી મહોત્સવ ઉજવવા ગયું છે, પણું સુદર્શન શેઠ નથી ગયા. એ પૌષધ બાંધીને પૌષધશાળામાં બેઠા હતા. આ વાતની અભયારે ખબર પડી એટલે એ પણ કૌમુદી મહોત્સવમાં ન ગઈ તકને લાભ લઈને તેણે સુદર્શન શેઠને લેવા પાલખી મોકલી. આ સમયે સુદર્શન શેઠ ધ્યાનમાં હતા એટલે અનુચરોને ઠીક પડ્યું. શેઠને ઉંચકીને પાલખીમાં બેસાડી તેમના ઉપર કપડું ઢાંકીને અભયાના મહેલે લાવ્યા, પછી પંડિતા ત્યાંથી રવાના થઈ ગઈ મહેલમાં અભયા રાણી અને સુદર્શન શેઠ બે જણા રહ્યા. રાણીએ પિતાની ઈચ્છા વ્યક્ત કરી. તે પૂર્ણ કરવા સુદર્શન શેડને સમજાવ્યા પણ શેઠ મૌન રહ્યા. કંઈ જ ન બેલ્યા, ત્યારે અનેક પ્રકારની કુચેષ્ટાઓ કરવા માંડી. છતાં સુદર્શનને એની અસર ન થઈ એ તે નિર્વિકારી રહ્યા. રાણીની ઇચ્છાને આધીન ન થયા.
અભયા રાણીએ કરેલો પ્રપંચ” – બંધુઓ ! સુદર્શન શેઠે પાંચ ઈન્દ્રિય અને મન ઉપર કાબુ મેળવી જીવનમાં શીલધર્મનું સત્વ ખીલવ્યું હતું, તેથી કસોટીના સમયે અડગ રહી શક્યા. પિતાની ઈચ્છાને આધીન ન થવાથી અભયાએ ધમકી આપવા માંડી કે હે સુદર્શન! જે જીવવું હોય તે મારી ઈચ્છાને આધીન બની જા. નહિતર તારા માથે મેતની તલવાર લટકી રહી છે. ખૂબ ધમકી આપી છતાં સુદર્શન અડગ રહ્યા. રાત આખી પૂરી થવા આવી એટલે અભયાએ વિચાર કર્યો કે હવે એને કલંકિત કરું તે મારે દેષ ઢંકાઈ જાય. આ વિચાર કરીને પિતાની જાતે પિતાના શરીરે નખ માર્યા, વાળ છૂટા મૂકી દીધા, કપડાં ફાડી નાખ્યા પછી બૂમ પાડી કે દોડે છે. આ દુષ્ટ સુદર્શને મારા ઉપર બળાત્કાર કર્યો. રાણુની ચીસો સાંભળીને રાજસેવકે દેડી આવ્યા. સેવકેએ રાજાને સમાચાર આપ્યા, તેથી રાજા પણ આવ્યા. અભયાને પૂછ્યું કે શું બન્યું છે? એટલે રાણીએ રાજાને વાત કરી. રાજાએ રાણીની વાત સાંભળી. અભયા રાણીના દેહ ઉપર નખ માર્યાના ચિહે જેયા અને સુદર્શન પણ ત્યાં જ છે. બધી વાત બંધબેસતી છે પણ રાજા સુદર્શન માટે આ વાત માનવા તૈયાર નથી, કારણ કે સુદર્શન શેઠની શીલધર્મની પ્રતિભા આખી નગરીમાં ખૂબ હતી, તેથી રાજાએ સુદર્શનને પૂછયું–આમાં સત્ય શું છે? પણ શેઠ મૌન રહ્યા, કારણ કે એ સમજતાં હતાં કે જે હું સત્ય વાત કહી દઈશ તે મહારાજા