________________
શારદા યુવા પ્રશંસા કરવામાં આવી છે. સતીઓના શીલને મહિમા ખૂબ વર્ણવ્યો છે. સતી સ્ત્રીઓ પિતાના પ્રાણના ભેગે પણ શીલ ધર્મનું રક્ષણ કરે છે આવા ઉલેખે મેં ઘણીવાર વાંચ્યા છે. તે હવે હું તમને એક પ્રશ્ન પૂછું કે આટલા બધા રાજપૂત રાજાઓ બેઠા છે. તેમાંથી કેઈને ઘેર આવું નારીરત્ન છે? આ સાંભળીને સભામાં બેઠેલા રાજપૂત રાજાઓ મૌન રહ્યા. આખી સભા શાંત હતી. બાદશાહ દરેકના સામું ધારી ધારીને જોયા કરે છે. દરેકના ઘરમાં સતી સ્ત્રીઓ હતી પણ બાદશાહ સામે કહેવાની કેઈની હિંમત ન હતી, કદાચ કહે કે અમારે ઘેર સતી સ્ત્રી છે ને રાજા એની કસોટી કરે તે ? કારણ કે આ તે રાજા, વાજા અને વાંદરા કહેવાય. કેઈ એવી કસોટી કરે તે મુશ્કેલીમાં મૂકાઈ જવું પડે. તેના કરતાં મૌન રહેવું સારું. રાજાના પ્રશ્નને કઈ જવાબ આપી શકતું નથી એટલે બાદશાહનું મુખ જરા વક બન્યું અને રાજપૂતોના મેઢા ઢીલા પડી ગયા. સૌ નીચું જોઈને બેસી રહ્યા. અકબરે બે-ત્રણ વાર સભામાં કહ્યું-ખાટલા બધા રાજાઓમાં કઈને ઘેર સતી સ્ત્રી નથી?
બાદશાહ સામે ટક્કર ઝીલતે ચાંપરાજ હાડે”:- આ વખતે કેઈએ જવાબ ન આપે ત્યારે ત્યાં બેઠેલા બુંદીકેટાના ૨જા ચાંપરાજ હાડાથી આ સહન ન થયું. એ સિંહણને જાયે ક્ષાત્રતેજથી ઝળહળતે રાજપૂત રાજા ઉભે થયે, અને બે-જહાંપનાહ!
આ પૃથ્વી અનેક સ્ત્રીરત્નથી શેભી રહી છે. ભારતની પવિત્ર ભૂમિમાંથી સતી સ્ત્રીઓને વંશ ગયે નથી. આપના આ સેવકને ઘેર આવી સતી સ્ત્રી મેજુદ છે. આ સાંભળીને બાદશાહે કહ્યું-હાડ ! આમ તે દરેક પતિ પિતાની પત્નીને સતી સ્ત્રી માનતે હેાય છે પણ સતીની સાચી ખબર તે કરોટી થયા પછી પડે. આ શબ્દો બેલતાં બાદશાહના મુખ ઉપર હાસ્યની રેખાઓ તરવરી ઉઠી હતી. બાદશાહના વચને સાંભળીને હાડાનું લેહી ઉકળી ગયું. એ બે –જહાંપનાહ! આ કહેવાની કે કલ્પના કરવાની વાત નથી. મને મારી પત્ની ઉપર પૂર્ણ શ્રદ્ધા છે. આપને સત્ય વાત કહું છું કે આપને જે પરીક્ષા કરવી હોય તે કરી શકે છે. જે કોઈ મારી પત્નીના શીપળનું ખંડન કરે તે હું મારું માથું આપવા તૈયાર છું અને જે મારી સનરાણું એનું શીયળત્રત અખંડિત રાખે તે મારે એનું માથું લેવું, પણ એક વાત ખ્યાલમાં રાખજે કે મારી નારાણનું શીયળ ખંડિત કરવું તે માથું આપીને માલ લેવા બરાબર છે. એ પ્રાણ જશે પણ શીયળ નહિ છોડે એવી સતી છે.
ચાંપરાજ હાડાને પિતાની પત્નીના શીલ પર અતૂટ વિશ્વાસ – અકબર બાદશાહે સભામાં વેધક દષ્ટિ ફેરવીને ગર્વથી સૌને ઉદ્દેશીને કહ્યું–બેલે, ચાંપરાજ હાડાની સનર ણીના સતીત્વની પરીક્ષા કરવાની કે ઈનામાં તાકાત છે? એ જમાનાની સતીઓના સતીત્વની પરીક્ષા કરવા જવી તે કંઈ સામાન્ય વાત ન હતી. બહુ કપરું કામ હતું. સતી જે એવા પુરૂષની સામે દૃષ્ટિ ફેંકે તે બળીને ભસ્મ થઈ જાય, અને સતીત્વની કટી