________________
કટર
શાજા સુવાસ જન્મ ત્યાં શાથી થયે એ પણ જાણવા જેવું છે. કંસ ઘણે ઉદ્ધત અને અભિમાની સજા હતે. એની પત્ની વયશા પણ અભિમાનનું પૂતળું હત. એક વખત વયશા એની નણંદ અને કૃષ્ણની માતા દેવકીનું માથું ઓળી રહી હતી. તે વખતે કેસના નાના ભાઈ અતિમુક્ત મુનિ વિચરતાં વિચરતાં ત્યાં પધાર્યા. અતિમુક્ત મુનિ ખૂબ તપસ્વી હતા. ગાયનું શીંગડું વાગવાથી એ પડી ગયા. એ જોઈને જીવશ હસીને કહે છે કે દિયરીયા! એક મુઠ્ઠીથી કઠાનું ઝાડ પાડી નાંખનારા એવા તમારું બળ કયાં ગયું કે ગાયનું શીગડું વાગતાં પડી ગયા ? આ ઘરઘરમાં ટુકડા માંગીને ખાવાનું છોડીને રાજ્યમાં આવે ને દિયરીયા ! આપણે રમત રમીએ! આ શબ્દ સાંભળીને કોધાવેશમાં મુનિ ભાન ભૂલ્યા ને બેલી ગયા કે હે જીવયશા! જરા ઓ છે અભિમાન કર. તું જેનું માથું ઓળી રહી છે તે દેવકી સાતમે પુત્ર તારા શ્વસુર કુળનું અને પિતૃકુળનું નિકંદન કાઢનારે થશે, જૈન મુનિ શામબળથી જાણી શકે પણ કદી આવા શબ્દ બેલે નહિ પણ અહીં મુનિ ભાન ભૂલ્યા ને બેલી ગયા.
મુનિના શૉ સાંભળીને જીવયશા ઉદાસ બની ગઈ, અને કંસને વાત કરી. એટલે કે દેવકીના લગ્ન થયા પછી એક વખત વસુદેવને પિતાને ત્યાં બોલાવીને જુગાર રમવા બેસાડયા. વસુદેવે જુગાર રમવાની ના પાડી પણ કેસે ખૂબ આગ્રહ કર્યો તેથી રમવા બેઠા, ત્યારે કસે શરત કરી કે જે તમે હારી જાઓ તે મારી બહેનની બધી સૂવાવડે મારે ત્યાં કરવાની, અને હું હારી જાઉં તે મારી બધી મિલ્કત તમને અર્પણ કરવાની. વસુદેવે કહ્યું એવી શરત કરવાનું શું પ્રજન? કંસે જેમ તેમ કરીને વસુદેવને સમજાવી દીષા. અંતે જુગારમાં વસુદેવની હાર થઈ, એટલે દેવકીને દરેક વખતે પ્રસૂતિના સમયે કંસને ત્યાં લાવવામાં આવતી, સાતમી વખતે પ્રસુતિનો પ્રસંગ આવ્યું. આ વખતે તે કંસે ખૂબ જાપ્ત રાખે છે. વસુદેવને પણ કેદખાનામાં પૂર્યા છે, અને દેવકીના મહેલ ફરતા ચકી પહેરે ગોઠવી દીધા હતા પણ આજે શ્રાવણ વદ આઠમની રાત્રે જ્યારે દેવકીજીએ કૃષ્ણને જન્મ આપે ત્યારે બધા ચોકીદારે ઊધી ગયા, વસુદેવના બંધન ભડાક લઈને તૂટી ગયાં એટલે વસુદેવજી દેવકીજી પાસે આવ્યા અને કૃષ્ણને ટેપલામાં મૂકીને યમુના નદીના કિનારે આવ્યા ત્યાં નદીએ જવા માટે માર્ગ કરી આપ્યો. તેથી વસુદેવ કૃષ્ણને ગોકુળમાં નંદ શેવાળને ત્યાં મૂકી આવ્યા. નંદની પત્ની યશોદા દેવકીજીની બાલ સખી હતી. તેણે કૃષ્ણને ઉછેરીને મોટા કર્યા. તેમને સમજાયું ને કે મહાન પુરૂષના જન્મથી બંધનો પણ તૂટી ગયા અને ચોકીદારે ઊંઘી ગયા. આ છે મહાન પુરૂષના જન્મનો પ્રભાવ.
આજે મારે તમને ખાસ કરીને એ સમજાવવું છે કે આવા મહાન પુરૂની જન્મ જયંતિને દિવસે જુગાર ખૂબ રમાય છે. તેઓ જીવનને ઉજજવળ બનાવી ગયા અને આપણને માનવતાની મહેક મહેકાવવાનું શીખવાડી ગયા. તેમની જન્મજયંતિ શું તમે જુગાર