________________
શારદા સુવાસ
૪૦૭ કહ્યું-પિતાજી ! મારે ઘડે કે તલવાર કાંઈ જ જોતું નથી. બસ, આપની કૃપા જોઈએ છે. આપની કૃપા છે તે મારી પાસે બધું જ છે. મારે એ ચીજોની જરૂર નથી. રાજાએ કહ્યું-બેટા ! હું તને પ્રેમથી ભેટ આપું છું. તેને તું સ્વીકાર કર, તું બિલકુલ સંકેચ ન રાખીશ. આજ સુધી તે મેં તારી ખબર પણ નથી લીધી કે મારે દીકરે શું કરે છે? એણે શું ખાધું ને શું પીધું ? પણ આજે તે તારે વિનય, વિવેક અને જ્ઞાન જેને મારું હૈયું નાચી ઉઠયું છે, મને એમ થાય છે કે હું તને શું આપી દઉં? હું તે તને કંઈ વિશેષ આપતું નથી. આ નાનકડી ભેટ શા માટે લેતે નથી ? પિતાને જે કંઈ બક્ષીસ કે ઈનામ મળે એ તે પહેલાં લઈ લેવું જોઈએ. તને હું આટલા કાલાવાલા કરું છું છતાં પણ લેતું નથી. માટે મને લાગે છે કે તને સંકોચ થાય છે પણ તું જરાય સંકેચ ન રાખીશ. આ ચીજો તું લઈ લે. આ રીતે રાજા કુમારને પટ્ટ ઘોડે ને તલવાર ભેટ આપે છે પણ કુમાર લેતે નથી, એટલે રાજા કહે છે બેટા ! તું આ ચીજો નહિં લે તે મને ખૂબ દુઃખ થશે, માટે મારા આત્માને સુખ થાય તે માટે પણ તું આ ચીજો લઈ લે. હવે આ જિનસેન કુમાર આ બે ચીજોને સ્વીકાર કરતા પહેલા પિતાજીને શું કહેશે તેના ભાવ અવસરે કહેવાશે.
વ્યાખ્યાન ન ૪૪ શ્રાવણ વદ ૧૧ ને મંગળવાર
તા. ૨૯-૮-૭૮ અનંતજ્ઞાની વીતરાગ ભગવતે જગતના જીના કલ્યાણને માટે મહાન મંગલકારી વાણી પ્રકાશી. ભગવાનની વાણુ જગતના જીવને દુઃખથી મુક્ત કરાવનારી છે, અને શાશ્વત સુખને અપાવનારી છે. જે આત્માઓને સંસારનું દુઃખ એ દુઃખરૂપ લાગતું નથી તે અનાદિકાળથી પરિભ્રમણ કરે છે. જ્યારે આત્માને સમજાશે કે સંસાર એ આત્માને રોગ છે અને મોક્ષ એ આત્માનું આરોગ્ય છે. એવું જેને ભાન થાય તે સંસારથી મુક્ત બની શકે છે ને મુક્ત બનવા માટેના પ્રયત્ન પણ કરે છે. બેલે, તમને સંસાર એ આત્માને રોગ છે તે વાત સમજાય છે? જે વાત સમજાતી હોય તે હવે ત્યાગના માર્ગે આવવા તૈયાર થઈ જાઓ. ત્યાગની ટેબ્લેટ જન્મ, જરા અને મરણના રોગને જડમૂળમાંથી નાબૂદ કરે છે. બેલે, ગમે છે આ વાત? મેહ માયામાં પડેલા જીવને સંસારમાં થોડી ઘણી અનુકૂળતા મળી જાય ત્યાં સંસારના દુઃખને ભૂલી જાય છે. જેમાં ઓપરેશન કરતી વખતે દદીને કલે રેફર્મ સુંઘાડવામાં આવે છે તેથી તેને ઓપરેશનથી થતી પીડાનું ભાન નથી થતું તેમ મેહનું કલોરોફોર્મ સંપ્યું છે તેથી દુખમય સંસારના દુખની પીડાનું ભાન નથી થતું. જ્ઞાનીએ આપણને પડકાર કરીને કહે છે જ્યાં ઝાંઝવાના જળ છે ત્યાં જળની