________________
કર
શારદા સુવાસ સંતને અણધાર્યા વૈયાવચ્ચને લાભ મળવાથી આનંદનો પાર ન રહ્યો. તે હર્ષભેર પાણું લઈને ગયા. સંતના શરીરે રક્તપિત્ત-કેઢ થયેલ છે. શરીરમાંથી લેહી પરના ઢગલા થાય છે. તેમાંથી માથું ફાટી જાય તેવી દુધ નીકળે છે, ત્યાં જઈને કહે છે ગુરૂદેવ ! આ પણ વાપરે, ત્યારે સંત ગુસ્સે થઈને કહે છે મારે આ પાણી પીવું નથી. તું ગામમાંથી બીજું પાણી લઈ આવ. કયારને તરસે મરી જાઉં છું. મેં તે તારી ખૂબ પ્રશંસા સાંભળી હતી કે તું બહુ સેવાભાવી છે. પણ જે, તું કે સેવાભાવી છે ! કયારને બેઠો છું, તરસ્યો મરી જાઉં છું પણ કયાં ખબર લેવા આવ્યા છે? સંતે કહ્યુંગુરૂદેવ ! મને ખબર ન હતી. આપને હું બીજું પાણી લાવી આપું છું, પણ આ થોડું પાણી તે વાપરે, ત્યારે ક્રોધથી આંખ લાલ કરીને કહે છે હે હૈંગી ! તારે પાણી લેવા જવું પડે એટલે કહે છે ને કે આ પાણી પી લે. મારે તારું ગંદુ પાણી પીવું નથી. એમ કહીને હાથમાંથી પાણી ઝૂંટવી લઈને ઢળી નાંખ્યું ને કહ્યું કે મને જલદી પાણી લાવી આપ. એટલે સંત ગામમાં પાણી લેવા માટે ગયા, પણ કયાંય પાણી મળતું નથી. કેઈ ઘેર પાણી હોય તે આપનાર અસૂઝતા હોય. એક ઘરે થોડું પાણી હતું તે લેવા ગયા ત્યાં બાઈને હાથમાંથી પાણીનું વાસણ છટકી ગયું ને પાણી ઢળાઈ ગયું. આખા ગામમાં ફર્યા પણ પાણી ન મળ્યું એટલે પાછા ફર્યા. * તપસ્વી સંતની દેવે કરેલી આકરી કસોટી - સંતને ખૂબ અફસેસ થયે કે હું કે કમભાગી ! મારા સંતની સેવા ન કરી શક્યો ! મા ખમણનું પારાગું છે પણ મનમાં જરા પણ ખેદ નથી. તે વૃદ્ધ સંતની પાસે આવીને કહે છે ગુરૂદેવ ! કમભાગી છું. માફ કરે, આખું ગામ ફર્યો પણ કયાંય પાણી મળતું નથી. આપ મારી સાથે સ્થાનકમાં ચાલે. તે કહે છે કેવી રીતે આવું? મારાથી ચલાતું નથી. ગુરૂદેવ ! મારા ખભે બેસી જાવ. લેહી અને પરૂથી શરીર નીતરે છે. ગંધને પાર નથી. એવા સાધુ આ તપસ્વીના ખભે બેસી ગયા. ચાલતાં સહેજ પગ ખાડામાં આવી જાય તે માથામાં મુઠ્ઠી મારે છે ને કહે છે ધુતારા! મને કયાં હેરાન કરે છે ? આ તારા સેવા કરવાના લક્ષણે છે? પણ આ સંત તે કંઈ બોલતાં નથી. દેવ જેમ જેમ પરીક્ષા કરે છે તેમ મકકમ રહે છે, છેવટે થાનકમાં આવ્યા. સંતે તેમને બેસાડીને શરીર સાફ કર્યું. ખૂબ વિનયપૂર્વક સેવા કરી અને પોતે જે આહાર લાવેલા હતા તે સંતને આપે, ત્યારે કહે છે મારે તે તારે આહાર ખાવા નથી. એમ કહીને એ આહાર હાથમાં લઈ લેહી અને પરૂવાળા હાથે ચૂંથી નાંખે ને અંદર ઘૂંકયા. પછી કહ્યું–લે, આ તું ખાઈ જા. આ સમયે સંતે કહ્યું-ગુરૂદેવ ! આપે મારા ઉપર કેવી કૃપા કરી ! મારે આહાર લૂખે હવે તેમાં આપે ઘી નાંખી આપ્યું. - આપણને તે સાંભળતા સૂગ ચઢે છે પણ મા ખમણના તપસ્વી સંત પ્રેમથી એ ગંધાતે આહાર આરગી ગયા. એની મમતા જોઈને દેવ સંતના ચરણમાં નમીને