________________
૪૩૦
શારદી સુવાસ
મુક્ત કર્યાં, એટલે પાતે પણ ભયથી મુક્ત થયા. તેનુ સ્વાસ્થ્ય સુયુ, મન પ્રસન્ન રહેવા લાગ્યું. ૯૮ વર્ષ સુધી તેણે પરાપકારમાં કરોડો રૂપિયા દાનમાં વાપર્યાં. આવી રીતે તમે પશુ સમજો. જયાં સુધી તમે તમારા સ્વાર્થમાં રત રહેશે ત્યાં સુધી તમને ભય ઉત્પન્ન થવાના. માટે જો ભયથી મુક્ત થવુ' હાય તેા ખીજાના હિતના વિચાર કરો, અને જો નિર્ભય બનવુ... હાય તા જગતના જીવમાત્રની કલ્યાણની ભાવના કરો.
અભય બનવા શું કરશેા ? ” :- ન્હાન ડી રાકફેલરમાં જ્યાં સુધી લાભ હતા, પગ્રિડ વૃત્તિ એટલે માત્ર પેાતાના સ્વાર્થ માટે સંગ્રડ કરવાની લાલસા હતી ત્યાં સુધી ભય અને ચિંતાથી ઘેરાયેલા રહ્યો પણ જ્યારે તેણે બીજાના દુઃખને વિચાર કરવા માંડયા કે અન્ય જીવાનુ ડિંત કરવામાં પાતે કઈ રીતે ઉપયોગી બની શકે ? પેાતાના ધનના કેવી રીતે સદુપયેાગ કરવા? આવી રીતે વિચાર કરીને દાન આપવા માંડ્યું એટલે તેના ભય દૂર થયા. આવી રીતે જે મનુષ્ય પોતાની ફરજ સમજી પેાતાની સ્થિતિ અનુસાર દાન આપે છે તે ભયથી મુક્ત થાય છે.
66
બંધુએ ! ધમ થી મનુષ્ય સાચી નિ યતાને પ્રાપ્ત કરી શકે છે. આપણાં પરમ પિતા મહાવીર પ્રભુએ પણ ફરમાવ્યુ` છે કે જે મનુષ્ય પાપના પથ ઉપર ચાલે છે તે સદા ભયભીત રહે છે. પાપમાં, અજ્ઞાનમાં અને વિકારોમાં ભય છે. જે મનુષ્ય પાપના પથ ઉપર ચાલતા નથી, વિકારાના પ્રવાહામાં વહેતા નથી અને અજ્ઞાનના અંધકારમાંથી મુક્ત થયા છે તે સદ્યા નિય છે. એક વાર રાજા સવારી સાથે ખડ઼ાર જવાની તૈયારી કરતા હતા, તેટલામાં બુદ્ધદેવ ત્યાં આવી પહોંચ્યા. બુદ્ધદેવે પૂછ્યુ.-રાજન્ ! આપ કયાં જઈ રહ્યા છે? રાજાએ કહ્યું-દુશ્મન રાજાઓના સામના કરવા માટે હુ લશ્કર તૈયાર કરી રહ્યો છુ. બુધ્ધે કહ્યું હે રાજા ! મની લે કે તમારા પર હિમાલય જેવા પર્યંત તૂટી પડવાના હાય તે સમયે તમે શું કરો ? રાજા કહે–મહારાજ ! તે સમયે તા હુ ધમાં લાગી જા, બુદ્ધ કહે–રાજા ! પતાર્થી પણ દુય એવા જરા અને મૃત્યુરૂપી મહાન પ°ત તારા શરીર પર તૂટી પડવાના ભય દરેક ક્ષણે ઉભા છે. માટે તુ તેમાંથી ખચવાના પ્રયત્ન કર. તેમાંથી બચવા માટે યુદ્ધદેવે તેને ઉપદેશ આપ્યું. હે રાજા ! જરા અને મૃત્યુને પરાજય તારા સર્વ સૈન્યથી પણ ન થઈ શકે. જરા અને મૃત્યુ બ્રાહ્મણ કે ચ'ડાલના ભેદભાવ રાખતા નથી, પણ સદ્ધ નું આચરણ જીવને જરા અને મૃત્યુના ભયથી મુક્ત કરે છે. માટે ધમ થી મેક્ષ અને જરા-મૃત્યુના ભયથી મુક્તિ છે.
આજની દુનિયાનો ભયજનક સ્થિતિનું કારણ ચારે બાજુ તીવ્રપણે વ્યાપી રહેલા પરિગ્રડુની મૂર્છા છે. આથી શરીર અસ્વસ્થ અને છે, બિમારી આવે છે ને કયારેક મૃત્યુ પણ થાય છે. કેલીફાનીયા વિશ્વવિદ્યાલયમાં એક પ્રયોગ કરવામાં આવ્યેા. પેાતાની બિમારીની ચિંતાથી ભયભીત બનેલા દીઆની વાતચીતની રેકર્ડ ઉતારવામાં આવી,