________________
શારદા સુવાસ નગરમાં બધે ફર્યો પણ કોઈ ઘરના બારણા ખુલ્લા ન હતા. બધે બંધ હતા. દારૂનું પીવું, વેશ્યાના ઘરના દરવાજા બધું બંધ હતું. હવે ક્યાં જવું? છેવટે ફરતે ફરતે એક
ન ઉપાશ્રય પાસે આવ્યું. ત્યાં જોયું તે બારણું ખુલ્લા હતા. અંદર પ્રવેશ કરીને જોયું તે આચાર્ય મહારાજ ધ્યાનમાં બેઠા હતા. તેમના ચરણમાં મૂકી પડે. આચાર્યશ્રીએ ધ્યાન પાળીને પૂછયું–ભાઈ ! તું કોણ છે ? અને મધરાતે અહીં કેમ આવ્યો છે? ત્યારે તેણે કહ્યું. મારી માતાએ જ્યાં બારણા ખુલા હોય ત્યાં જા, એમ કહેલ. તેથી અહીં બારણા ખુલલા હેવાથી રહેવા માટે આવે છે. મહારાજે કહ્યું–મહાનુભાવ ! અહીં રહેવા માટે તે તાર સંસાર છોડીને અમારા જેવા સાધુ બનવું પડશે. આ છોકરાએ કહ્યું-ગુરૂદેવ ! ભલે, મને રીક્ષા આપે. હું સાધુ થઈ જઈશ. આચાર્ય મહારાજે કહ્યું-ભાઈ ! અમે તે જૈન સાધુ છીએ. તારા માતા પિતાની સંમતિ વિના દીક્ષા ન આપી શકીએ. આમ કહીને આચાર્ય ભગવંતે એને ધર્મને ઉપદેશ આપે ને સંસારનું સ્વરૂપ સમજાવ્યું કે સાધુ ધર્મ પણ સમજાવ્યું,
પ્રવજ્યાના પંથે પ્રયાણુ” :- સવાર પડતાં એ તે ઘેર ઉપડયે ને માતાજીના ચરણમાં પ્રણામ કરીને કહ્યું- હે માતા ! મને દીક્ષા લેવાની આજ્ઞા આપે તે હું જલદી દીક્ષા લઉં. પુત્રના વચને સાંભળી માતા ચમકી ઉઠયા ને પત્નીને પણ ખૂબ આઘાત લાગે. માતા અને પત્નીએ સંસારમાં રોકાવા માટે તેને ખૂબ સમજાવ્યું. સાધુપણામાં તને કેવી કેવી મુશ્કેલીઓ આવશે તે વાત સમજાવી પણ હવે પુત્ર સંસારમાં રહી શકે તેમ ન હતું. એણે કહ્યું–માતાજી ! મારે નિર્ણય અફર છે. આપે મને પ્રેમભર્યા ગુસ્સાથી કહ્યું કે જ્યાં બારણા ખુલ્લા હોય ત્યાં જઈને રહે. આમ કહીને આજે આપે મારી આંખે ખેલી દીધી છે. હવે મને નવીન જીવન દષ્ટિ મળી છે. દારૂ આદિ વ્યસનથી ભરેલું જીવન બદલવાને મેં નિશ્ચય કર્યો છે. આપ મને પ્રેમથી રજા આપે જેથી હું મારા આત્માનું કલ્યાણ કરી શકું. છેવટે માતાએ આજ્ઞા આપી અને દીકરાએ દીક્ષા લીધી.
ગઈ કાલને દારૂડિયે આજે સાધુ બની ગયે. આ સાધુ કેણુ હતા તે તમે જાણે છો ? ઉપદેશમાલાની બાલાવબોધિની વૃતિના રચયિતા અને ઉપમિતિ ભવપ્રપંચ કથાના સમર્થ યેજક શ્રી સિદ્ધર્ષિ ગણી બન્યા. બંધુઓ ! માતાના એક જ શબ્દથી પુત્રના હૃદયમાં કેટલું બધું પરિવર્તન આવી ગયું ને સાધુ બની ગયા. હૃદય-પરિવર્તન માટે અનેક દાખલા જૈનદર્શનમાં છે, પણ આજે તે પર્યુષણ પર્વને રવિવારને પવિત્ર દિન છે. માનવમેદની ખૂબ ભરાણું છે. સંઘના કાર્યકર્તાઓને પણ સમય આપવાને છે. સમય થઈ ગયું છે. વધુ ભાવ અવસરે કહેવાશે.