________________
શારદ સુવાસ
Holl વિહાર કરતાં કરતાં જંગલમાંથી પસાર થઈ રહ્યા હતા. જૈનમુનિએ પાદવિહાર કરીને દેશદેશમાં વિચરે છે અને વીર ભગવાનને સંદેશો ઘરઘરમાં પહોંચાડે છે. વિહાર કરતાં એક સાધુ શારીરિક કારણે પાછળ રહી ગયા. જંગલમાં તે ઘણું કેડીના રસ્તા નીકળતા હોય છે એટલે આ સંત કેડીના માર્ગે ચઢી જતાં ભૂલા પડી ગયા. વચમાં ઘણાં ડુંગરા ને ટેકરા આવ્યા. ચારે તરફ માર્ગ શોધવા લાગ્યા, પણ સાચો માર્ગ જડતું નથી. ગરમી કહે મારું કામ. બરાબર ખરે બપાર થઈ ગયે. સંત ભૂખ-તરસથી આકુળ વ્યાકુળ થઈ ગયા છે. સખત ગરમીમાં કંઠ સૂકાવા લાગ્યા. આંખે અંધારા આવવા લાગ્યા. હવે ચાલવાની શક્તિ રહી નથી. એટલે મુનિએ વિચાર કર્યો કે ખરેખર, હું ભૂલે પડયો છું. કેઈ માર્ગ બતાવનાર માણસ દેખાતું નથી. નજીકમાં કઈ ગામ પણ દેખાતું નથી. તે હવે સાગારી સંચાર કરે તે મારે માટે શ્રેષ્ઠ છે.
બંધુઓ ! મહાન સંતે મરણથી ડરતા નથી. સાધુ જીવે તે ય લાભ છે ને કાળધર્મ પામે તે ય લાભ છે જીવે તે સંયમની વૃદ્ધિ છે અને મારે તે કાં મેક્ષ અને કાં દેવલોકમાં જાય છે. આ સંત સંથારે કરવાની ભાવનાથી સારી જગ્યા જોઈને જમીન પુંજીને બેસવાની તૈયારી કરે છે. આ તરફ નયસાર કઈ અતિથિ મળી જાય તે દાન આપીને પછી જમું એવી ભાવનાથી અતિથિની શોધ કરવા નીકળ્યા. જંગલમાં ચારે તરફ દષ્ટિ કરવા લાગ્યા. શોધતાં શોધતાં નયસાર એક ટેકરી ઉપર ચઢયા તે નીચે એક મુનિને જોયા, તેથી તેમને ખૂબ આનંદ થયે અને હર્ષભેર દેડતા મુનિ પાસે આવ્યા. મુનિ સંથારો કરવા માટે ઈરિયાવહી પડિક્કમે છે, ત્યાં નયસાર પહોંચી ગયા, અને પ્રણામ કરીને કહ્યું-અહે હે કૃપાળુ ! આપ આવા વિકરાળ પ્રદેશમાં ક્યાંથી આવી ચઢયા ?
મુનિએ કહ્યું મહાનુભાવ ! વિશાળ સાધુ સમુદાય સાથે વિહાર કરીને જતાં શારીરિક કારણે પાછળ રહી જવાથી હું માર્ગ ભૂલવાથી ચારે તરફ ખૂબ ઘૂમ્યા પણ મારે જે ગામ જવું છે ત્યાં જવાનો માર્ગ ન મળે અને ફરતે ફરતે આ અટવામાં આવી પહોંચે છું. ભૂખ તરસથી આકુળ વ્યાકુળ થઈ ગયે છું પણ મને એનું દુઃખ નથી કારણ કે જૈન મુનિએ આવા પરિષડ હસતા હસતા સહન કરે છે, પણ મારે સાધુ સમુદાય મારી ચિંતા કરતા હશે તેનું મને દુઃખ થાય છે. માટે ભાઈ! તું મને માર્ગ બતાવ. જેની રગેરગે સંતની સેવા કરવાને આનંદ છે તે નયસાર કહે છે પ્રભુ ! આપનું મુખ જોતાં એમ લાગે છે કે હવે આપનામાં ચાલવાની શક્તિ નથી. મુખ કરમાઈ ગયું છે. ભૂખ અને તરસ આપને પડી રહી છે. તે અમારે તંબુ નજીકમાં જ છે. અમે ઘણાં માણસે જંગલમાં લાકડા કાપવા આવ્યા છીએ. અમારે માટે રસેઈ બનાવી છે. કામ કરીને થાકી ગયા હવાથી નાન કરવા ગરમ પાણી પણ તૈયાર છે. આપને માટે તે બધું નિર્દોષ છે તે આપ પધારે અને મને લાભ આપીને પાવન કરે.
સંતને માર્ગ બતાવતાં સાચે માર્ગ બનનાર નયસાર” - સુનિ