________________
શારદા સુવાસ બ્રહ્મચર્ય વ્રત અંગીકાર કરું એવી પહેલી ભાવના જાગે છે પછી બ્રહ્મચર્ય વ્રત અંગીકાર કરે છે. તપ કરતાં પહેલાં પણ અંતરમાં ભાવના જાગે છે કે કમેને ક્ષય કરવા માટે તપની જરૂર છે. પર્યુષણ પર્વમાં સાધુ-સાધ્વી, શ્રાવક-શ્રાવિકાઓ તપ કરે છે તે હું પણ કરું, આનું નામ ભાવના, એટલે પહેલા ભાવના જાગે છે પછી મનુષ્ય આરાધના કરે છે, તેથી સ્પષ્ટ સમજાય છે કે ભાવના એ દાન, શીયળ અને તપની જનેતા છે, માટે તમે ભાવનામાં ભરતી લાવે.
ભાવનામાં ભરતી લા એટલે શું ? તમારા અંતરમાં જે દાન, શીયળ અને તપ કરવાની શુભ ભાવના પડેલી છે તેને તમે વેગ આપે. જ્યારે ધીમે ધીમે વરસાદ વરસે છે ત્યારે રસ્તા ગંદા ને ચીકણ બની જાય છે. કાદવ ને કીચડ વધે છે, પણ જ્યારે ધોધમાર વરસાદ વરસે છે ત્યારે કાદવ, કીચડ બધું ધોઈને રસ્તા સાફ કરી નાખે છે, તેમ તમારા અંતરમાં ભાવનાની ભરતી લાવે કે કર્મો બળીને સાફ થઈ જાય. જુઓ, હું તમને ન્યાય આપીને સમજાવું.
કષભદેવ ભગવાનની માતા મરૂદેવી ઋષભદેવ ભગવાને દીક્ષા લીધા પછી મારે રાષભાષભ કહીને ઝૂરતા હતા. શિયાળે, ઉનાળે અને ચેમાસામાં વિચાર કરતા હતા કે મારે નંદ આવી ઠંડી કેવી રીતે સહન કરતે હશે! એને કેટલી ગરમી લાગતી હશે ! ચોમાસામાં વરસાદ બંધ ન રહે ને ગૌચરી ન મળે ત્યારે એ શું ખાતો હશે? માતાને એને નંદ કેટલો વહાલે હોય છે ! નંદને માતા વહાલી હોય કે ન હોય પણ માતાને તે એને નદ વહાલું હોય છે જ. મરૂદેવી માતા એમના પુત્રની પાછળ મૂરતા હતા. એક વખત રાષભદેવ ભગવાન કેવળજ્ઞાન થયા પછી પધાર્યા. એ સમેસરણ રચ્યું હતું. મરૂદેવી માતા હાથીની અંબાડી ઉપર બેસીને ભગવાનના દર્શન કરવા આવ્યા. ભગવાનની સામે મેમેખ દૃષ્ટિથી જોઈ રહ્યા પણ ભગવાને તે એમના સામું ન જોયું, ત્યારે મનમાં સ્ટેજ કલુષિત ભાવ આવી ગયા કે અહે! હું મારે ઋષભાષભ કરું છું પણ એ તે મારા સામું જોતું નથી, ને મને બોલાવતે પણ નથી. બીજી જ ક્ષણે એ કાપિત ભાવ બદલીને શુભ ભાવનામાં જોડાયા કે અહે ! હું આ કે કુવિચાર કરી રહી છું. એ તે વીતરાગ બની ગયા છે. વીતરાગ પ્રભુને રાગ કે દ્વેષ ન હોય.
વીતરાગ પ્રભુને મન તો કેણ માતા, કેણ પિતા અને કેણ પુત્ર! એને તે જગતના તમામ છ માટે સમાન કરૂણાભાવ છે. અહો પ્રભુ ! તું કે ને હું કેવી ! રાગશ્રેષને જીતી લીધા ને મારામાં તે હજુ રાગ-દ્વેષ ભરેલા છે. એ બંધન ક્યારે તૂટશે? અંતરના પશ્ચાતાપપૂર્વક એવી ઉચ્ચ ભાવનાની શ્રેણીએ ચઢયા કે હાથીની અંબાડીએ બેઠા બેઠા એ ઉચ્ચતમ ભાવનાના બળે કર્મોના આવરણ સહજ વારમાં તેડી નાખ્યા ને કેવળજ્ઞાનની જત પ્રગટાવીને મેક્ષમાં ગયા. જુઓ, ભાવનામાં કેટલું બળ છે ! દઢપ્રહારી.