________________
૪૬૨
શારદા સુવાસ અરે, ચામાસી પાખીના દિવસે નહિ કરનારાઓ છેવટે સંવત્સરીના દિવસે તે અવશ્ય કરે છે અને આખા વર્ષભરમાં કરેલા પાપના મિચ્છામિ દુકકડ દઈને પાપની આલોચના કરી અને કાલે તે પાછા એવા જ પાપ કરવા લાગ્યા. એ પાપ અને દુષ્કતે તે એક ઉડે ખાડે છે. ખાડામાં પડેલે કોઈકની સહાયતાથી બહાર નીકળે અને નિકળતા વેંત ફરી ખાડામાં ઝંપલાવે તે એને કોણ ઉગારી શકે ?
બંધુઓ ! આ જીવની પણ એવી જ પરિસ્થિતિ છે. આ મહાન પર્વ દર વર્ષે આપણી સમક્ષ આવીને આપણે હાથ ઝાલી વેર વિરોધ અને દુશ્મનાવટના દુર્ગમ ખાડામાંથી આપણને બહાર કાઢે છે, પણ આપણે ફરી ફરીને એમાં જ ઝંપલાવીએ છીએ, જ્યાંથી નીકળ્યા ત્યાંને ત્યાં આવીને ફરી ઉભા રહેવું તેનું નામ તે ગતિ છે. ગતિની ગજબ નાગચૂડમાંથી
જ્યાં સુધી છલાંગ મારીને ન છટકીએ ત્યાં સુધી મહાપર્વ આપણને પ્રગતિના પંથે કેવી રીતે ચઢાવી શકે ? માનવ જે ગતિને મૂકીને પ્રગતિના પંથે પ્રયાણ આદરે તે જ આ પર્યુષણ પર્વ પધાર્યાની સાર્થકતા થાય, અને આ પર્વ મનુષ્યને માટે પ્રથમ પગથિયું બની રહે,
આ પર્યુષણ પર્વના દિવસોમાં તમે આટલી બધી ધર્મારાધના કરે છે, વ્યાખ્યાન વાણી સાંભળે છે, દાન કરે છે, ત૫-જપ આદિ ઘણું ક્રિયા કરે છે. આટલું કર્યા પછી જીવનમાં પરિવર્તન અવશ્ય થવું જોઈએ. એક જડ પથ્થર પણ નદીના પ્રવાહમાં તણાતે તણાતે ગેળ-મટેળ બની જાય છે તે આટલા વર્ષોથી ધર્મક્રિયાઓ કરનાર મનુષ્યના જીવનમાં પરિવર્તન ન આવી શકે ? પરિવર્તન આવવું જ જોઈએ. જે ન આવે તે સમજી લેવું કે આપણે હજુ સાચો ધર્મ સમજ્યા નથી. આજે વ્યાખ્યાનને વિષય છે. “હદય પરિવર્તન” હદય પરિવર્તન એટલે શું? એટલે કંઈ હાર્ટ બદલવાનું નથી પણ આપણું જીવનમાં રહેલી દુષ્ટ પ્રકૃતિઓનું પરિવર્તન કરવાનું છે. અત્યાર સુધી જીવ ક્રોધી હતો, માની હતો, માયાવી હત ને લોભી હતે હવે જે સમજ્યા છે તે ક્રોધ, માન, માયા, અને લેભાદિ દેને જીવનમાંથી ઓછા કરવા, અને દાનવ વૃત્તિમાંથી માનવવૃત્તિ લાવવી. એક શિલ્પી પથ્થરના ટુકડા ઉપર ટાંકણા મારીને તેને ઘડીને તેમાંથી સુંદર મૂર્તિ બનાવે છે. જુઓ, એ પથ્થરને ઘડનાર મળે તે પથ્થરનું પરિવર્તન થતાં પથ્થર એ પથ્થર રૂપે ન રહ્યો, પણ પથ્થરમાંથી પ્રતિમાનું સર્જન થયું, તે શું આપણ હૃદયરૂપી પથ્થરના આપણે શીપી ન બની શકીએ ! ધારીએ તે અવશ્ય બની શકીએ છીએ, પણ હજુ હૃદય પરિવર્તન કરવાની ઈચ્છા જ થતી નથી. પછી કયાંથી બની શકે ? તમારી જાતે તમે કંઈ ન કરે તે ખેર, પણ જેમ પેલા પથ્થરને ઘડનારે શીલ્પી મળી ગયે તેમ તમને પણ સદ્ગુરૂ રૂપી શીલ્પીઓ મળ્યા છે. એ તમને રોજ વીતરાગ વચનના ટાંકણા મારીને ઘડવાનો પ્રયત્ન કરે છે પણ તમે ગુરૂને અર્પણ થતાં જ નથી પછી તમારા હૃદયનું પરિવર્તન કેવી રીતે થાય?
જના સાત સાત ખૂન કરનારા પાપીમાં પાપી અર્જુન માળીને પણ ભગવાન મહાવીર