________________
શારદા સુવાસ ખેંચી જતા દેખાય છે. આ દિવસોમાં બાળક, યુવાન અને વૃદ્ધ દરેકના હૈયા હર્ષના હિંડોળે ઝૂલે છે.
આ પર્વને પવન વાતો જ જીવનની ક્ષિતિજ પર છવાયેલા વૈરના ઘનઘોર વાદળા વિખરાઈને વિલીન થઈ જાય છે, અને ચારે તરફ અવર પ્રેમ અને મૈત્રીનું ખિલખિલાટભર્યું વાતાવરણ ઉભું થાય છે. માનવ-માનવ વચ્ચે, ભાઈ-ભાઈ વચ્ચે, મિત્ર-મિત્ર વચ્ચે તૂટેલા સંબધે પર્વની પધરામણું થતાં સંધાઈ જાય છે. તૂટેલા અને વેરવિખેર થઈને કકડે કકડા થઈ ગયેલા હૈયાને સાંધનારું જે કઈ સેલ્યુસન આ વિશ્વમાં હોય તે તે આ મહાન પર્વ છે. વૈરવિરોધની ઉંચી દિવાલને જમીનદોસ્ત કરી દેવાની જંગી તાકાત આપણાં પર્યુષણ પર્વમાં રહેલી છે. ક્રોધના સળગતા દાવાનળેએ આ માનવજીવનમાં સજેલી અનંત હોનારતોનો અંત આ પર્વની આરાધના કર્યા વિના નહિ આવે. માનવને રાત દિવસ રાગ અને દ્વેષ નામના બે શત્રુઓ હેરાન પરેશાન કરી રહ્યા છે. આ પર્વને આઠ દિવસો રાગ અને દ્વેષ રૂપી ડંખીલા દુશ્મની સામે ભરી બંદુકે લડી લેવાનું આપણને એલાન આપે છે.
પર્વને મહિમા અંતરે રાખી, તજે સંસારના કાજ, સંસારની આ ખટપટ છેડી, વિષય કપાયની તેડી ચાહના, દાન શીયળ તપમાં દિલને જોડી, આરાધન કરવા આવે દેડી.
દર વર્ષે પર્યુષણ પર્વ આપણુ સમક્ષ પ્રેરણાના પીયૂષના પાન કરાવવા આવે છે ને જાય છે પણ આપણે એ તપાસવાનું છે કે આપણે હતા ત્યાં ત્યાં છીએ કે જીવનમાં કંઈ આગળ પ્રગતિ કરી છે! અતિસો આપણું મુખ ઉપર રહેલા ડાઘ નું દર્શન કરાવે છે તેમ આત્મા ઉપર રહેલા ડાઘનું દર્શન કરવા માટે આપણા અંતરને જ અરિસે બનાવીને જેવું પડશે કે મારા આત્મા ઉપર ક્રોધાદિ કષાયેના કાળા ડાઘા કેટલા છે? આપણા જીવન તરફ દષ્ટિ કરીશું તે અવશ્ય જણાઈ આવશે કે આપણું જીવન ગતિશીલ છે, ક્રિયાશીલ છે પણ પ્રગતિશીલ નથી. જે પ્રગતિશીલ બનેલું હેત તે આત્મા કયારનોય ડાઘ વિનાને પવિત્ર બની ગયે હેત.
જે ચકાવામાં છીએ એ ચકાવામાં જ ફર્યા કરવું એનું નામ ગતિ, અને ચક્રાવામાંથી છલાંગ મારીને જે લક્ષ્ય છે તે લક્ષ્ય ભણી સીધી દેટ મૂકવી એનું નામ પ્રગતિ છે. આજે માણસે કરે છે ઘણું પણ સાંજે આત્મનિરીક્ષણ કરતાં જોવામાં આવશે તે દેખાશે કે હતા ત્યાંના ત્યાં જ છે, કારણ કે ગતિ ઘણી છે પણ પ્રગતિ બિલકુલ નથી. ઘણાં માણસે દરરોજ પ્રતિક્રમણ કરે છે. કેઈ દરરોજ નહિ કરનાર આઠમાખીના દિવસે કરતા હશે. આઠમાખીના દિવસે નહિ કરનારાઓ માસી પાખી ને દિવસે પણ કરતા હશે.