________________
શારદા પાસ
સ્વામી જેવા શીલ્પી મળ્યા તે એ પાપીમાંથી પુનિત બની ગયે. તે દીક્ષા લઈને રાજગૃહી નગરીના એકેક દરવાજે ધ્યાન ધરીને ઉભે રહેવા લાગ્યું, ત્યારે લેકે બોલવા લાગ્યા કે આ મારા પુત્રને મારનારે હત્યારે છે. કોઈ કહે મારી પત્નીને અને પિતાને મારનાર છે એટલે વૈર લેવા કેઈ લાકડીને માર મારે છે, કેઈ એના ઉપર પથ્થરને વરસાદ વરસાવે છે ત્યારે અપૂર્વ ક્ષમા રાખી, મનમાં એક જ વિચાર કર્યો કે મેં તે એમના સગાના પ્રાણ લીધા છે પણ એ મારા પ્રાણ તે નથી લેતા ને? આ વિચાર કરી ક્ષમા રાખીને છ મહિનામાં તે કર્મોને કચ્ચરઘાણ કાઢી નાંખે. જુઓ, એણે પાપ તે કર્યું પણ પછી ભગવાનના ચરણમાં જીવન અર્પણ કર્યું તે એના હૃદયનું પરિવર્તન થયું. તમે એના જેવા પાપી તે નથી ને ? છતાં તમારા હૃદયનું પરિવર્તન કેમ થતું નથી ? એ વાત ખૂબ વિચારવા જેવી છે. અત્યાર સુધી ભલે તમે ન સમજ્યા પણ હવે સમજે ને વિચાર કરે. ભગવાનની વાણીને અંતરમાં ઉતારીને હૃદયનું પરિવર્તન કરે.
“સૂકાયેલા વાત્સલ્યના વહેણ” -એક માતાને એકને એક પુત્ર હતું. આ સંસારમાં જ્યાં જુઓ ત્યાં માતાઓને એના સંતાનો વહાલા હોય છે. માતાનું હૃદય સંતાને માટે સદા કુણું માખણ જેવું હોય છે. બાળક બહુ હેરાન કરે ત્યારે માતા કેદમાં આવીને બાળકને મારે છે પણ બાળકને રડતે જોઈને એ જ માતાની આંખમાં આંસુ આવી જાય છે, અને એને બાથમાં લઈ લે છે. એ માતાને સંતાન ઉપર પ્રેમ હોય છે, પણ આ માતાને એના પુત્ર પ્રત્યે બિલકુલ પ્રેમ ન હતું. એને દીકરા દીઠે ગમતો ન હતે. જ્યાં આવું બને ત્યાં સમજી લેવું કે આ જીને પૂર્વભવના કેઈ વૈર હશે. સમરાદિત્ય કેવળીના નવ ભવમાં એક ભવમાં સગી માતા બનીને દીકરાની સાથે કેવા વૈર લીધા છે એ વાત વાંચતાં આપણું કાળજુ કંપી જાય છે. કેઈ ભવમાં માતા અને પુત્ર બનીને તે કઈ ભવમાં પુત્ર બનીને પિતાની સાથે વૈરને બદલે લે છે. શ્રેણીક રાજાને પુત્ર કેણુક માતાના ગર્ભમાં આવ્યું ત્યારથી પિતાના કાળજાનું માંસ ખાવા ઉઠો હતે. કંસ પણ એની માતાના ગર્ભમાંથી જ કણકની જેમ એના પિતાના કાળજાનું માંસ ખાવા માંગતું હતું. તેના કારણે એના પિતાએ એને કાંસાની પેટીમાં પૂરીને નદીમાં વહેતે મૂકી દીધો હતે. તે કાંસાની પિટીમાંથી નીકળે હતો તેથી તેનું નામ કંસ પાડવામાં આવ્યું હતું. આ જીને એના પિતા સાથે પૂર્વભવનું વર હતું. આ માતાને પણ પુત્ર સાથે કંઈક વૈર હશે એટલે છોકરો મા...મા કરીને માતાને વળગી પડવા જાય, ખેાળામાં બેસવા જાય ત્યારે એને માર મારીને કાઢી મૂકતી. એને ખાવાનું પણ આપતી નહિ, મા પિતે દીકરાને આટલા બધે તિરસ્કાર કરે ત્યારે એ કયાં જાય ! ઘણી વખત ખૂબ ભૂખે થાય ત્યારે ભિખારાની જેમ છોકરે કરગરતે. બા ! મને ભૂખ લાગી છે. મને ખાવાનું આપ ને ! ત્યારે મનમાં આવે તે થોડું ખાવાનું આપે અને કેઈવાર ખાવાનું દેવાને બદલે માર મારતી. આવી આ બાલુડાની દશા હતી, છતાં માતાને તિરસ્કાર વેઠીને સમતાભાવથી ઘરમાં રહેતો.