________________
શાસ્સા સુવાસ સંપત્તિ પર અને સંસાર પર માયા મમતા કે આસક્તિ છે તેની દશા કાદવમાં ખદબદતા કીડા જેવી છે.
બંધુઓ ! જે વસ્તુઓ નાશવંત છે, અસ્થાયી છે તેને મેહ અંતે વિષાદ મૂકી જાય છે. ઝાંઝવાના જળથી કદી તૃષા છીપી શકતી નથી, કલપનાના હવાઈ મહેલે રહેવા માટે કામ આવતા નથી અને સ્વપ્નાની સુખડીથી કદી ભૂખ ભાંગતી નથી, તેમ ભૌતિક પદાર્થોમાંથી મળતાં સુખે ગમે તેટલા સારા ને સહામણા લાગતા હોય પણ તેનાથી કદી પણ શાશ્વત સુખ કે આનંદ જીવને મળવાનું નથી. એમ સમજીને માયા અને મમતાના બંધને તેડીને ભવરાશીને ભૂકકો કરવાની ભાવના ભાવે. મનુષ્યની જેવી ભાવના હોય તેવું ફળ મળે છે સારી ભાવના હોય તે સારું ફળ મળે છે ને ખરાબ ભાવના હોય તો ખરાબ ફળ મળે છે. સારા કે ખરાબ દરેક કાર્યને આધાર મનુષ્યની ભાવના ઉપર રહેલો છે.
આ પવિત્ર પર્યુષણના દિવસોમાં આપણે કેવી ભાવના ભાવવાની છે, એ તમે આજના વ્યાખ્યાનના વિષય ઉપરથી સમજી ગયા ને? ભાવના ભવનાશિની એટલે ભવને નાશ થાય અને મેક્ષ મળે એવી ભાવના હેવી જોઈએ. ભવને નાશ કઈ ભાવના કરાવે? નાટક સિનેમા જેવાની ભાવના, રેડિયે સાંભળવાની ભાવના, ખાવાપીવાની ભાવના, સારા વસ્ત્રાલંકારે પહેરવાની ભાવના, લાખપતિ કે કરોડપતિ બનવાની ભાવના? બે મૂળચંદભાઈ! તમે આને જવાબ આપવાના નથી પણ યાદ રાખે કે આ સંસારની ભાવના ભવને નાશ નહિ કરાવે, પણ કઈ ભાવના ભવને નાશ કરાવનારી છે? હે ભગવાન! હું આરંભ સમારંભને ત્યાગ કરી મોહ, માયા અને મમતાના બંધને તેડીને હું સાધુ કયારે બનીશ? સાધુ બન્યા પછી તપ, જ્ઞાન-ધ્યાનાદિની ઉગ્ર સાધના કરી કર્મોને ખપાવીને જ્યારે કેવળજ્ઞાન પામીશ. આવી ભાવના ભવનો નાશ કરે છે. તમે માંગલિક પછી એલે છે ને
ભાવે ભાવના ભાવીએ, ભાવે દીજે દાન,
ભાવે ધમ આરાધીએ, ભાવે કેવળજ્ઞાન. દરેકમાં પહેલા ભાવ શબ્દ આવ્યો છે એટલે સહેજે સમજી શકાય છે કે દરેક કાર્યમાં ભાવનાનું મહત્વ વિશેષ છે. ભાવના વિના કેઈ કાર્ય થતું નથી. દાન, શીયળ, તપ અને ભાવ એ ચાર પ્રકારને ધર્મ બતાવ્યા છે, પણ ભાવના એ દાન, શીયળ, અને તપની જનેતા છે, કારણ કે તમે વિચાર કર્યો હશે કે પર્યુષણ પર્વના દિવસે આવે છે તે મારે યથાશક્તિ દાન કરવું છે. આ વિચાર એ શું છે? ભાવના પછી અમલ થાય છે. મનમાં ભાવના થાય કે અનાદિકાળથી જીવ સંસારની વિષયવાસનાને ગુલામ બનેલ છે. જીવે ઘણાં ભેગ ભેગવ્યા. હવે એ છોડવા જેવા છે. મૈથુનસંજ્ઞાના સામ્રાજ્યને હટાવીને