________________
શારદ સુવાસ
- ૪પ૭ ગઈ, પણ હિંમત કરીને પિતાના શીયળનું રક્ષણ કરવા અને બાળકને બચાવવા માટે તે બાળકને લઈને ગુપ્ત રીતે જંગલમાં ભાગી ગઈ. તારાચંદ્રને લઈને લપાતી છૂપાતી ચાલતી ચાલતી એક દિવસ ભરૂચ સુધી પહોંચી ગઈ. આ તે રાજાની રાણી છે પણ કર્મોદયે એને રખડતી કરી મૂકી છે. ભરૂચમાં કેઈ એને ઓળખતું નથી. કોના સહારે જવું ? એ વિચારે રાણી ચિંતામાં પડી ગઈ. ઉદાસીન વદને ભરૂચ શહેરમાં પ્રવેશ કર્યો. ત્યાં સામેથી એણે સાધ્વીજીઓને સમુદાય આવતે જે.
રાણી અને પુત્ર બજારમાં” – બંધુઓ ! સાધુ સાધ્વી તે બધાના સગા છે. એમને કેઈને પ્રત્યે રાગ કે દ્વેષ હેતું નથી. સુખી કે દુખી, શ્રીમંત કે ગરીબ બધા એને મન સરખા છે. આ રાજરાણું છે, મન ચિંતાથી વ્યગ્ર બનેલું છે. આ જોઈને સાધ્વીજીએ પૂછયું કે બહેન! તું કોણ છે? કયાંથી આવી છે? ને આમ ચિંતાતુર કેમ દેખાય છે ? સાધ્વીજીના વચન સાંભળીને રાણીએ પિતાની બધી વાત કરી. સાધવજીએ ખૂબ ગંભીર હતા. એમણે કહ્યું–બહેન! તું ગભરાઈશ નહિ. અમારી સાથે ચાલ. આ સાંભળીને રાણીના આનંદને પાર ન રહ્યો. એ સાધ્વીજીની સાથે ધર્મસ્થાનકમાં ગઈ. આ સમયે ભરૂચની જાહોજલાલી ખૂબ હતી. સાધ્વીજીએ સંઘના મુખ્ય ગંભીર શ્રાવકોને બોલાવીને આ રાણી સબંધી વાત જણાવી. શ્રાવકેએ કહ્યું- ચિંતા નહિ. અમે એમનું રક્ષણ કરીશું, એટલે એ રાણી અને પુત્રને શ્રાવકને ઘેર લઈ ગયા. બંને સુખેથી શ્રાવકને ઘેર રહેવા લાગ્યા. રાણી દરરોજ સાધવજી પાસે આવીને ધર્મારાધના કરવા લાગી. સાધ્વીજીએ પણ એને ખૂબ પ્રેમથી સંસારની અસારતા સમજાવતા હતા.
રાણીની આત્મવિચારણું” :- ગુરૂદેવના દરરેજના સહવાસથી તારામતી રાણીના મનમાં થયું કે આ સંસારમાં કયાંય સુખ નથી. મેં આ સંસારમાં સુખની છાયા જોઈ અને દુઃખના પડછાયા જોયા, દરેક સંસારી છે જ્યાં ને ત્યાં સુખ શોધવા જાય છે પણ ક્યાંય સ્થાયી સુખ મળતું નથી. આવું સમજીને રાણુને વૈરાગ્ય આવ્યું. એના અંતરમાંથી વૈરાગ્ય રસના ઝરણું વહેવા લાગ્યા, એટલે તેણે સંસારનો ત્યાગ કરીને સંયમ માર્ગ સ્વીકાર્યો. તારાચંદ્રકુમારને પણ સંસારની વિચિત્રતાનું ભાન થતાં ચૌદમા ભગવાનના શાસનમાં સુનંદ નામના આચાર્ય ભગવંતની પાસે સંયમ લી. ચૌદમાં તીર્થકર કેણુ ? અરે ચૌદમા ભગવાનનું નામ બેલતાં આટલી બધી વાર ! આ જગ્યાએ એમ પૂછું કે તમારા પાંચ દીકરામાં ત્રીજા નંબરના દીકરાનું નામ શું ? તે તરત જવાબ આપશે. તમારા દીકરાનું નામ તે આવડે પણ દીકરાના દીકરાનું નામ પણ ઝટ બેલી જશે, અને ભગવાનનું નામ બેલતાં આટલી બધી વાર ? (હસાહસ.) કેટલે વિચાર કરીને બેલ્યા કે “અનંતનાથ ભગવાન,” આજ બતાવે છે કે તમને સંસારને એટલે રસ છે તેટલો ધર્મ પ્રત્યેને નથી પણ યાદ રાખો કે સંસાર વાર્થને ભરેલ છે.