________________
શારદા સુવાસ
વ્યાખ્યાન નં. ૪૮ શ્રાવણ વદ અમાસ ને શનિવાર “ભાવના ભવનાશિની” તા, ૨-૯-૭૮
સુજ્ઞ બંધુઓ, સુશીલ માતાઓ ને બહેને ! આત્મસ્વરૂપની પિછાણ કરવા માટે પર્યુષણ પર્વના મંગલકારી દિવસે ચાલી રહ્યા છે. તેમાંના બે દિવસ તે ધર્મારાધનામાં પસાર થઈ ગયા. આજે ત્રીજા દિવસનું મંગલ પ્રભાત પ્રગટયું છે. પર્યુષણ પર્વ આપણું મહાન ઉપકારી છે કારણ કે જડના રાગને નિર્મૂળ કરવા આત્મામાંથી જરૂરી બળ મેળવવા પર્યુષણ પર્વ આપણને સાનુકૂળતા કરી આપે છે. તેને જે આપણે વિવેકપૂર્વક સદુપયેગ કરીએ તે આપણે અમૂલ્ય સમય આત્માની શુદ્ધિ માટે સાર્થક થાય. આટલા માટે આ પર્વને આત્મશુદ્ધિનું અનુપમ પર્વ માનવામાં આવે છે. પર્યુષણ પર્વના દિવસમાં મનુષ્યના અંતરમાં શુભ ભાવનાની ભરતી આવે છે. એટલે આ પર્વને અનુલક્ષીને આજના વ્યાખ્યાનને વિષય રાખવામાં આવ્યું છે “ભાવના ભવનાશિની”.
ભાવના શું ચીજ છે ? આજે તમે બધા આટલી મોટી સંખ્યામાં વહેલા આવીને બેસી ગયા છો તે શું બતાવે છે! જે ઉપાશ્રયમાં નથી આવતા તે બધા પણ આ પર્યુષણ પર્વના આઠ દિવસમાં આવે છે અને ઉત્સુક્તાથી સાંભળવા બેસી જાય છે. તે ભાવનાથી કે ભાવના સિવાય ? તમારા બધાના અંતરમાં વીતરાગ વાણી સાંભળવાની ભાવના છે. આ જોઇને અમને પણ આનંદ થાય છે, અને સમજાય છે કે ભાવના અને ભક્તિ એ પિતાના દિલની વાત છે. માણસ એ ચૂકે તે પોતાને અધિકાર ચૂકે છે. સંસારમાં પ્રાણી માત્રના જીવન નિર્માણની આધારભૂમિ ભાવના છે. એ ભાવના બે પ્રકારની છે. એક પ્રશસ્ત ભાવના અને બીજી અપ્રશસ્ત ભાવના. પ્રશસ્ત ભાવના એટલે શુદ્ધ વિચારે. આ ભાવના પિતાની જીવનયાત્રાને પ્રગતિશીલ બનાવવામાં પ્રેરણા આપે છે અને અપ્રશસ્ત ભાવના એટલે અશુદ્ધ વિચારે. તે પિતાના જીવનપંથને અવરોધક બનાવવામાં પ્રેરણા આપે છે. આ રીતે આપણા અંતરમાં ઘૂંટાતી ભાવના આપણને ઉર્ધ્વગામી અને અગામી બનવાનું પ્રેરણું બળ આપે છે. માટે સમજે અને અંતરમાં વિચાર કરે.
માયા અને મમતા એ માનવીને સંસારમાં જકડી રાખનારા બને છે. એ બંધને તોડવાની માનવીમાં જયાં સુધી તાકાત જન્મતી નથી ત્યાં સુધી તે પરવશપણે મેહની ગુલામી કર્યા કરે છે. જીવ જેના ઉપર માયા અને મમતા કરે છે તે પદાર્થો ક્ષણભંગુર છે છતાં માનવી તેમાં જીવનને વેડફયા કરે છે. તેને મનમાં અફસેસ પણ થતું નથી, કારણ કે આત્માના જ્ઞાનથી તે અજાણ હોય છે, અને તે જ્ઞાનથી વંચિત હેવાના કારણે હું અશરણુ છું એ દઢ વિચાર હજુ તેને હૃદયમાં સ્થિર થયે હેતે નથી. જયાં સુધી માનવીને માયા મમતાથી ઉત્પન્ન થતું દુઃખ, એની નિરર્થકતા અને એના વિષાદનું જ્ઞાન થતું નથી ત્યાં સુધી તે જીવન સાફલ્યથી દૂર ને દૂર રહે છે જે માનવીના હૃદયમાં ભૌતિક
શા. સુ. ૨૯