________________
પર
શારદા સુવાણ વંકચૂલ, ચિલતીપુત્ર વિગેરે નરકે જાય તેવા કૂર કર્મો કરતા હતા પણ એમના આયુષ્યને બંધ પડેલે નહિ એટલે કંઈક નિમિત્ત મળતાં શુભ ભાવનાના જોરે ભયંકર પાપના બંધને તેડીને આત્મકલ્યાણ કર્યું. તમે આ પુરૂષની વાતે ઘણીવાર સાંભળી ગયા છે એટલે અત્યારે એને વિસ્તાર કરતી નથી.
બંધુઓ! ભાવના એ વ્યક્તિના વ્યક્તિત્વને માપવાનું થર્મોમીટર છે, કારણ કે વ્યકિતની જેવી ભાવના હોય છે તેવા જ તેના વાણી, વર્તન અને વિચાર થઈ જાય છે. ભાવનાનું પ્રતિબિંબ વિચારના સ્વચ્છ સ્થાન ઉપર પડે છે, અને પછી ત્યાં ભાવના ભવનાશિનીને સાક્ષાત્કાર થઈ જાય છે. યાદ રાખજો કે હૃદયમાંથી નીકળેલી વાત જ હૃદય સુધી પહોંચે છે. પાણીની ટાંકી જેટલી ઉંચી હશે તેટલી ઉંચાઈ સુધી નળ વાટે પાણી પહોંચાડી શકે છે. એમ જે વિચાર હૃદયમાંથી નીકળે છે તે હૃદયને સ્પર્શે છે. સદ્ભાવના જીવને ઉર્ધ્વગામી બનાવે છે ને દુર્ભાવના જીવને અધોગામી બનાવે છે માટે તમારી ભાવના પવિત્ર અને નિર્મળ રાખજે.
જે તમારી ભાવના પવિત્ર અને નિર્મળ હશે તે તમારા મુખમાંથી પાણી પણ નિર્મળ અને મીઠી નીકળશે, અને ભાવના મલીન હશે તે વાણી પણ કર્કશ અને કડવી નીકળશે. પવિત્ર મનુષ્ય તપસ્વીઓને તપ કરતાં દેખે, દાતારને દાન દેતાં દેખે તે એના મનમાં એવી ભાવના જાગે છે કે ધન્ય છે આ તપસ્વીને ! એ આવી મહાન તપ સાધના કરી કર્મોને ક્ષય કરી રહ્યા છે. દાતાર દાન આપીને પરિગ્નડની મમતા છોડે છે ને પુણ્ય બાંધે છે. મારામાં તે દાન આપવાની કે તપ કરવાની શક્તિ નથી. હું આવી સાધના કયારે કરીશ? આવી ભાવના ભાવતાં એની આંખમાં આંસુ આવી જાય છે. એ તપસ્વીના, દાતારના ગુણ ગાય છે. એની અનુમોદના કરે છે, અને શુભ ભાવના દ્વારા કર્મો ખપાવે છે. જ્યારે કંઈક જીવે એવા હોય છે કે કઈ તપ કરે તે કહેશે કે અરે ! મહાસતીજી તે કહ્યા કરે પણ આપણે તપ કરી શા માટે શરીર સૂકવવું જોઈએ ? અત્યારે તે ખાઈ પીને આનંદ કરે. પિતે તે કરી શક્યું નથી પણ જે કરે છે તેને અટકાવવા જાય છે. આવા જ કર્મો તેડવાને બદલે કર્મ બાંધે છે. એની ભાવના દુષ્ટ હોય છે એટલે એની વાણી પણ કડવી હોય છે. - બંધુઓ ! તમને બધાને સાકર ખાવી બહુ ગમે છે ને ? જે સાકર ભાવે છે તે ભાષા પણ સાકર જેવી મીઠી બોલજે. અત્યાર સુધીમાં કેટલી સાકર ખાઈ ગયા કે શરીરમાં પણ સાકર વધી ગઇ, અરે, સાકર તે ક્યાં સુધી વધી એ જાણે છે ને ? લેહમાં ને પેશાબમાં. કેમ બરાબર છે ને ? બધે સાકર વધી પણ બેલવામાં મીઠાશ ન આવી. (હસાહસ) મલીન વિચારેથી ભરેલું મન આનંદ આપી શકતું નથી. તમે બગીચામાં જઈને બેસે તે તમારું દિલ ખુશ થઈ જાય છે ને ? પણ બગીચે કેને કહેવાય ? જ્યાં