________________
- શારદા યુવા રવચંદ શેઠે વિદ્યારે કર્યો કે મારે હરખચંદ શેઠને હુંડીની રકમ સવાયા વ્યાજ * સહિત પાછી વાળવી જોઈએ. એમ નિશ્ચય કરી રૂપિયા લઈને અમદાવાદ આવ્યા અને
હરખચંદ શેઠની પેઢી ઉપર જઈને પિતાની ઓળખાણ આપી. હરખચંદ શેઠે પ્રેમથી બોલાવીને પોતાની બાજુમાં બેસાડયા, રવચંદ શેઠ ગળગળા થઈ ગયા. તેમણે પિતાની પાઘડી ઉતારી હરખચંદ શેઠની સામે મૂકતા કહ્યું, શેઠ! તમે તે મારી લાજ રાખી છે. હરખચંદ શેઠે પાઘડી ઉઠાવીને રવચંદ શેઠના માથે મૂકતા કહ્યું. મેં શું લાજ રાખી છે! લાજ તે ભગવાને રાખી છે એ વાત સાચી પણ ભગવાને તમને પ્રેરણા કરી. મારા વહાણ પરદેશથી પાછા આવ્યા ન હતા તેથી મારા કેઈ ઈર્ષ્યાળુએ અફવા ફેલાવેલી. જેથી થાપણદાર એની થાપણ માંગવા આવ્યું. તે સમયે મારી પાસે લાખ રૂપિયા નહોતા. આપનું નામ સાંભળીને ભગવાન ભરેસે એને હુંડી લખી આપીને મેક હતા. હવે મારા વહાણે આવી ગયા છે. એટલે આપને લાખ રૂપિયા લેતે આવ્યો છું. તે વ્યાજ સહિત જમા કરી દે.
રવચંદ અને હરખચંદમાં બંધાયેલી મૈત્રી” – હરખચંદ શેઠે કહ્યું, ભાઈ ! હવે આ રૂપિયા તમે જ રાખે, એ તે મેં મારા નામે ઉધારી દીધા છે માટે મને એ લેવા કપે નહિ. રવચંદ શેઠે કહ્યું, શેઠ! એ મારા માથે બાણ રહી જાય. મારા ભગવાને દયા કરીને હું પાછે અસલ સ્થિતિમાં આવી ગયો છું. એટલે પૈસા દૂધે ધોઈને પાછા આપવા એ મારી ફરજ છે. પણ હરખચંદ શેઠ લેવાની ના પાડે છે. બંનેએ પરસ્પર ખૂબ આગ્રહ કર્યો પણ બેમાંથી કઈ લેવા તૈયાર થતું નથી. છેવટે હરખચંદ શેઠે કહ્યું, ૨વચંદ શેઠ! તે આપણે એમ કરીએ, આ તમારા લાખ રૂપિયામાં હું બીજા લાખ ઉમેરું અને આપણે એમાંથી સ્વધામ બંધુઓની સેવાનું કેન્દ્ર ખેલીએ, જેને લાસ લઈને અશાંતિમાં જલતા જ શાંતિના સરેવરમાં રનન કરી શીતળતાને અનુભવ કરશે. આ બનાવ બને ત્યારે પર્યુષણ પર્વ ચાલતા હતા. પર્વના દિવસોમાં આ બંને શેઠે આવું સુંદર કાર્ય કર્યું.
બંધુઓ! તમે પણ આ પવિત્ર પર્વના દિવસોમાં તમારી શક્તિ અનુસાર ધર્મના કાર્યમાં, ધમની સેવામાં સહાયક બને છે. એક વખત હરખ ધર્મનું શરણું અંગીકાર કરતાં હરખચંદ શેઠ બની ગયે, અને પરના માટે સર્વસ્વ અર્પણ કર્યું. આનું નામ જ શાંતિને મંગલ સંદેશ છે. તમારે પણ જે શાંતિ મેળવવી હોય તો જીવનમાં અહિંસા, સત્ય, અચૌર્ય, બ્રહ્મચર્ય અને અપરિગ્રડ એ પંચશીલને અપનાવજે બને તેટલી તપશ્ચર્યા કર જો. તપ કરવાથી પુરાણું કર્મો બળીને ખાખ થઈ જાય છે ને આત્મા તેજસ્વી બને છે. કર્મોને ક્ષય થવાથી આત્મા શાશ્વત સુખ અને શાંતિ મેળવે છે. સમય થઈ ગયો છે. વધુ ભાવ અવસરે કહેવાશે.