________________
છે, તથાવિષય વિલાસાદિની વિષ વેલડીઓ તમારા જીવન બાગને વેરાન બનાવી રહી છે. આ તમારું યૌવન પુષ્પની જેમ અકાલે કરમાઈ જનારું અસ્થાયી છે. મળેલી સંપત્તિ વીજળીના ચમકારા જેવી ક્ષણિક છે. વૈભ સંધ્યાની લાલી જેવા નાશવંત છે. જીવનમાં પાણીના પાટા જેવું નશ્વર છે. આ બધા સંગ મંદિર ઉપર રહેલી દવા જેવા ચપળ છે, માટે આ મહનિદ્રાને ત્યાગ કરે. માયાની ગેદના સુંવાળા સુખને પરિહાર કરે. સંસારના મૃગજળ સમાન ભ્રામક સુખેથી પાછા હઠે, અને આત્મધર્મમાં સ્થિર બને. જે ધર્મ તમને શાશ્વત, સ્થિર અને અચલ સ્થાને લઈ જશે. તમે જે સંસારમાં મુગ્ધ બન્યા છે તે સંસાર રવાર્થને ભરેલું છે, આ જિંદગી તો કેવી છે ! સાંભળો.
" કે જીવન ચાર દિવસની આ તે ચાંદની રે લોલ, તારા વહાલા વૈરી થાશે, તને દેખીને દુર જાશે,
તારી વહારે કઈ ન આવે, પછી પાછળથી પસ્તાશે, હે....ઘરની ઘરવાળી કહેશે....આ વેઠથી કયારે છૂટાશે, જીવન...
હે શેઠ ! એક દિવસ તમારી કેવી દશા હતી કે ઘરના તમારે ભાવ પણ પૂછતા ન હતા. તે બધા ધન મળતાં તમને ખમ્મા ખમ્મા કરે છે, અને પાછો પાપને ઉદય થશે ત્યારે એ જ તમારા વહાલા બધા વેરી બની જશે. કેઈ તમારા સામું પણ નહિ જુએ. માંદા પડશે ને સેવા ચાકરી કરવી પડશે ત્યારે ખુદ તમારી વહાલી પત્ની પણ કહેશે કે હવે ઘરમાંથી આ વેઠ જાય તે શાંતિ થાય. માટે કંઈક સમજે ને આત્મા તરફ વળે છે
સંતના ઉપદેશથી શેઠના ઉઘડેલા દિલના દરવાજા” – સંતની મધુર વાણું સાંભળીને હરખચંદ શેઠે સંતના ચરણમાં પડીને માફી માંગી. ગુરૂદેવ ! મારા અપરાધને ક્ષમા કરે. હું ધનના નશામાં મારા તારક ગુરૂને ભૂલ્ય, ધર્મને ભૂલ્યા. ફળ મળતાં મૂળીયાને ભૂલ્ય. ગુરૂદેવ ! આપ તે મારા કેટલા ઉપકારી છે, હિતસ્વી છે કે હું જ્યારે દુઃખી હતા, મને કઈ બેલાવતું ન હતું ત્યારે આપે મારે હાથ પકડે હતે. આપની શીતળ છત્રછાયામાં રાખીને આપ મને ધર્મને મર્મ રામજાવતા હતા, આપે બતાવેલા ધર્મના પ્રતાપે જ હું સુખી બન્યું ત્યારે હું ધર્મને અને મારા તારણહાર ગુરૂને ભૂલી ગયો. હું ભાન ભૂલ્યા ત્યારે પણ આપ મારે ઉદ્ધાર કરવા પધાર્યા. ગુરૂદેવ ! આપને ઉપકાર જિંદગીમાં પણ ભૂલાય તેમ નથી. હવે આજથી હું હરખચંદ શેઠ નહિ પણ આપને હરખે જ છું. જે ધનની પાછળ હું ધર્મને ભૂલ્ય એ ધનને ધર્મકાર્યમાં જ ઉપયોગ કરીશ. શેઠને હવે સત્ય વસ્તુનું ભાન થયું એટલે ધનની. મમતા ઓછી કરી આત્માને નિર્મળ કરનાર ધર્મની આરાધના કરવા લાગ્યા.
બંધુઓ ! હરખચંદ શેઠ તે સંતની ટકેરથી પાછા ઠેકાણે આવી ગયા, પણ હું તમને પૂછું છું કે જો તમે પણ ધનને ખાતર ધર્મને ભૂલ્યા છે તે મારે પણ તમને પગે