________________
શારદા સુવાસ વ્યહમાં બેલા હરખચંદ શેઠ સાધુના દર્શન કરવા માં આવ્યા ત્યારે સંત મનમાં વિચાર્યું કે “કર્મકી ગત ન્યારી હૈ કેમ પામી શકે સંસારી. " સંસારી આત્માઓ પદાર્થની લાલસાને આધીન બનીને ધર્મ ભૂલી જાય એ પણ કર્મની કહાણી સમજવી. છતાં પણ જે ધનની મમતા ઓછી થાય અને ધર્મભાવના જાગે તે સારું. સંતે ઘણી રાહ જોઈ પણ હરખે ન આવ્યું તે ન જ આવ્યા. એક વખત એવું બન્યું કે સંતો ઠંડલ જતા હતા ત્યાં સામેથી શેઠની મેટર આવી. સાંકડી ગલીમાં શેઠ અને સંત બંને સામાસામી ભેગા થઈ ગયા. બંનેની નજર એક થઈ એટલે મોટર ઉભી રાખવી પડી. સંતે પૂછ્યું કે આ જ હરખચંદ શેઠ ને? નામ સાંભળતા શેડ મેટરમાંથી નીચે ઉતર્યા. કેમ મહારાજ! મને યાદ કર્યો. આમ બેલીને સંતને નમન કર્યું, એટલે સંત બેલ્યા. શેઠ ! આ શું કરો છો? કેમ મહારાજ! આપના દર્શન કરું છું. શેઠ! તમારી ભૂલ તો નથી થતી ને? દર્શન તે મારે તમારા કરવા જોઈએ. શેઠે કહ્યું. મહારાજ ! આપ આ શું બેલે છે? દર્શન તે મારે જ આપના કરવા જોઈએ ને ! આપ ત્યાગી અને હું સંસારી. આપ જ્ઞાની અને હું અજ્ઞાની. ક્યાં આપ ને જ્યાં હું! આ પ્રમાણે કહીને ફરીને વંદન કર્યા.
- સંતે પૂછ્યું. શેઠ! તમે સાચું બોલે છે? અંતરની ઉમથી પગે લાગે છે? હા, મહારાજ. શેઠ ! કયાં તમારે મહાત્યાગ અને કયાં મારે અલ્પત્યાગ ! સાહેબ ! આપ મારા કરતાં, મહાન ત્યાગી છે. સંતે કહ્યું, ના. શેઠ! તમે મારાથી વધુ ત્યાગી છે. જુઓ, તમે ધન મેળવવા માટે ધર્મને ત્યાગ કર્યો. સામાયિક, પ્રતિકમણ, આદિ ધર્મકિયાઓને ને તપને ત્યાગ કર્યો અને મેં તે મોક્ષ મેળવવા માટે માત્ર સંસાર અને ધનને ત્યાગ કર્યો છે. બેલે, તમે મારાથી મહાન ત્યાગી ખરા કે નહિ? મારે તમને પગે લાગવું જોઈએ કે નહિ? જે ધર્મના પ્રતાપે તમને ધન મળ્યું ને તમે સુખી થયા તે જ ધનાદિની પાછળ ભગવાનને અને ભગવાને બતાવેલા ધર્મને ભૂલી જવાય છે તે શું એાછા ત્યાગની વાત છે ! આવા મહાન ત્યાગ પાછળ કદાચ તમારી અજોડ ધનભક્તિને હું પગે લાગું તે શું વધે છે? સંતે આટલા શબ્દ કહ્યા એટલે શેઠનું હૃદય પીગળી ગયું ને એમને પિતાની ભૂલનું ભાન થયું. અહે! હું કેટલું ભાન ભૂલ્યા ! જે ગુરૂએ મારી દુઃખમાં મને સાથ આપે, મારા દુઃખને બેલી બન્યા તેમને જ હું ભૂલી ગયે? - મને ચાર ચાર વખત યાદ કરીને સંદેશ મોકલાવ્યા છતાં હું નિષ્ફર આવ્યું નહિ. કે અધમ! આ પ્રમાણે હરખચંદ શેઠ મનમાં વિચાર કરતા હતા ત્યાં સંતે કહ્યું, હે હરખચંદ શેઠ! તમે શું વિચાર કરે છે? - આ સંસાર તે લૂંટારાનું કેન્દ્રસ્થાન છે. જ્યાં રાગ-દ્વેષ અને મેહના લૂંટારા તમારું આત્મિક ધન લૂંટી રહ્યા છે. કષાયાદિ દુર્ધર ધૂર્તો તમારી મહામૂલી જીવન સંપત્તિ હરી રહ્યા