________________
શારદા સુવાસ
૪૧૭ હૈદરઅલી નામને એક સુલતાન થઈ ગયે. એ ખૂબ પ્રજાપ્રેમી અને ન્યાયી હતે. એક વખત તે ઘોડા ઉપર બેસીને ફરવા માટે જઈ રહ્યો હતે. એમને પવનવેગી ઘેડ ચાર પગે કૂદતો આગળ વધે તે હતું, ત્યારે એક સાઠ વર્ષની વૃદ્ધ ડેરીમાં ઘેડાને જવાના માર્ગમાં વચ્ચે આવીને ઉભી રહી, એટલે સુલતાને કહ્યું હે માડી ! તમે માર્ગમાંથી દૂર ખસે. નહિતર આ મારે ઘેઓ તમને પછાડી દેશે ને તમે મરી જશે. આ ડેશીમાં ખૂબ હોંશિયાર હતા. એ સુલતાનના ઘડાની સામે જઈને ઉભા રહ્યા એટલે સુલતાને ઘેડાને ઉભે રાખે ને પૂછ્યું. હે માતા! તમે શું મરવા માટે આ માર્ગ માં ઉભા રહ્યા છે? મેં આટલી બુમ પાડી છતાં તમે કેમ ખસ્યા નહિ? ત્યારે ડોશીમા ઠાવકું મોટું રાખીને બેલ્યા. જહાંપનાહ! હું જીવતાં છતાં મરેલા જેવી છું. હવે મારે જીવીને શું કરવું છે? જેમ તેમ મરવા કરતાં આપના ઘડાના પગ નીચે મારું મોત આવે તે હું ભાગ્યશાળી બની જાઉં. હવે તેના માટે મારે જીવન ટકાવવું છે.
દીકરીના અપહરણની વાત કરતા ડેશીમા” - ઓશીની વાત સાંભળીને સુલતાને કહ્યું. અમ્મા! મારા રાજ્યમાં તમને એવું શું દુઃખ પડી ગયું કે આ જવાહર જેવું જીવન તમને અળખામણું લાગે છે? ડેશીએ કહ્યું, જહાંપનાહ ! વાડ ઉઠીને જે ચીભડા ગળે તે પછી ફરીયાદ કોને કરવી? જે રાજ્યમાં રક્ષક જ ભક્ષક બની જાય એ રાજ્યમાં જીવતર જીવવા જેવું નથી રહેતું. ત્યારે સુલતાને કહ્યું, અમ્મા ! આ તારી ગોળગોળ વાત મને સમજાતી નથી. જે વાત બની હોય તે સ્પષ્ટ મને જણાવી દે તે જલ્દી એને નિકાલ કરવાનું સૂઝે. સુલતાનની વાત સાંભળીને ડોશીમાએ કહ્યું, જહાંપનાહ! મારી રૂપરૂપના અવતાર સમી એકની એક લાડકી દીકરીને તમારે જુને સરદાર આગા મહંમદ ઉપાડી ગયા છે ત્યારથી મને મારું જીવતર ઝેર જેવું લાગે છે. આટલું બોલતાં ડોશીમાની આંખમાં આંસુની ધાર થઈ. આ જોઈને સુલતાને પૂછયું. તમારી દીકરીને ઉપાડી ગયા કેટલા દિવસે થયા? જહાંપનાહ! દોઢ મહિને થયે. તે દેઢ મહિના સુધી તમે કયાં ગયા હતા? જેની દીકરીનું અપહરણ થાય છે તે એક પળ પણ શાંતિથી બેસી ન શકે, અને તમે દોઢ મહિને થઈ ગયે છતાં અત્યાર સુધી ફરીયાદ ન કરી? તે આજે મને કહેવા આવ્યા છે? તમારી વાત મને સાચી લાગતી નથી. અને તમે કહે છે કે મારી દીકરીને ઉઠાવી ગયા દેઢ મહિને થયો તે આગામહંમદ દેઢ મહિનાથી અહીં નથી. એ તે બહારગામ ગયે છે. માટે તમારી વાત મારા માનવામાં આવતી નથી. ફરિયાદની બરાબર ચકાસણી કરવા માટે સુલતાને કડકાઈથી ડોશીમાને કહ્યું.
ડેશીમાએ રાજાને કહેલી સત્ય હકીકત :- જહાંપનાહ! એ મારી દીકરીને ઉઠાવીને દેઢ મહિનાથી ભાગી ગયું છે. જ્યારથી દીકરી ગઈ ત્યારથી ધરાઈને ધાન ખાધા નથી ને શાંતિથી ઉંધી નથી. હું તો તે જ દિવસે તમારા નવા જમાદાર પાસે ફરિયાદ કરવા માટે આવી
શા. સુ. ૨૭