________________
શારદા સુવાસ
૪૨૭
ભાવનાની ભરતીના મેાજા ઉછળી રહ્યા છે પણ જીભ ઉપડતી નથી. એ તે વદન કરીને હેમચંદ્રાચાયની સામે બેસી ગયા પણ સંતે એના હૃદયની રેખાને પારખી લીધી. અ'ધુએ ! આ સભામાં આ ડૉકટર પણ બેઠા છે. આ તમારા ડોકટરો એકાદ રાગને પારખવામાં નિષ્ણાત હાય છે, પણુ આ સંતરૂપી ડોકટરો તે તમારા તનના અને મનના બધા રાગાને જલ્દી પારખી જાય છે. ડાકટર તેા તમને તપાસતાં પહેલાં પૂછે છે કે તમને શું થાય છે ? પછી તપાસીને રાગનુ નિદાન કરે છે. પણ સંતે તે વગર પૂછયે તમારુ મુખ જોઈને પારખી જાય છે. સંત ધનાશાહનું મુખ જોઈને સમજી ગયા કે આ શ્રાવક કંઈક કહેવા માંગે છે. એટલે મધુરતાથી પૂછ્યું-ભાગ્યવાન ! તમે મને કંઈક કહેવા માંગે છે! પણ કહી શકતા નથી. તમારે જે કહેવુ... હાય તે મને નિ:સંકોચે કહી દે. ગુરૂદેવની અમીઝરતી વાણી સાંભળીને ધનાશાહ ધન્ય બની ગયે. અહા ! અઢાર દેશના અધિપતિ જેના ચરણામાં ઝૂકે છે એવા ગુરૂદેવ પણ મારા જેવા સામાન્ય માણસને પણુ કેવી મધુર વાણીથી સ ંખાધે છે !
ધનાશાહુ મેલ્યા-ગુરૂદેવ ! આટલું ખેલતાં એની જીભ અટકી ગઈ ને આંખમાંથી અશ્રુધારા વહેવા લાગી. આ જોઇને ગુરૂદેવે ફરીને કહ્યું-દેવાનુંપ્રિય ! તમે શા માટે ગભરાવ છે ? જે કંઈ હાય ત વિના સકેાચે મને જણાવેા. એટલે કહે છે ગુરૂદેવ ! હું સામાન્ય સ્થિતિના શ્રાવક છું પણ મને ભાવના થાય છે કે હું... ગુરૂદેવની કંઈક ભક્તિ કરુ' તા મારું' જીવન પવિત્ર અની જાય. જેથી આ એક ધાબળા આપના ચરણે અપણુ કરવા આવ્યે છુ સુરિશ્વરજીએ ધનાશાહની નિળ અને પ્રમળ ભાવના જોઈને ધામળેા વહેરી લીધા. એટલે એમના આનંદની અવધિ ન રહી. ધામળેા વહારીને તરત પેાતાના શરીરે આઢી લીધે). જાડા અને ખરછટ ધામળેા હાથમાં પણ લેવા ગમે તેવા ન હતા પણુ ગુરૂદેવે ધાબળા નહિં પણ ધનાશાહની ભવ્ય ભાવનાની કદર કરી હતી.
“આચાય ના સ્વાગતમાં કુમારપાળનું આગમન” :- હેમચંદ્રાચાય ને પાટણથી કુમારપાળ રાજાના મહામત્રીએ વિનંતી કરવા આવ્યા હતા એટલે તેએ ખીજે દિવસે તે પાટણ પધારવાના હતા ને પાટણના પાદરમાં ખુદ કુમારપાળ મહારાજા સત્કાર કરવા સામા આવવાના હતા. ગુરૂ પધારવાના હૈાય ત્યારે કાના હૃદયમાં આનંદ ન હાય ! પ્રભાત પ્રગટયુ’. પાટણના પાદરમાં પગ મૂકવાની જગ્યા ન હતી. અઢાર હજાર રાજાઓના સ્વામી એવા કુમારપાળ રાજા ગુરૂદેવના આગમનની રાહ જોતા હતાં, ત્યાં દૂરથી શ્રી હેમચ'દ્ર સૂરીશ્વરજી મહારાજ પરિવાર સહિત આવતા દેખાયા. એટલે કુમારપાળ રાજા ગુરૂદેવની સામે ગયા. ગુરૂદેવને જોઈને તેમનુ હૃદય આનદ્રુથી ખીલી ઉઠયું, પણ થોડીવારમાં મુખ કરમાઈ ગયું. કુમારપાળના કરમાયેલા મુખ સામે જોઈ ને હેમચંદ્રાચાર્યે પૂછ્યું' હે રાજન !