________________
ર
શારદા સુવાસ
મહાન લાભ સમાયેલા છે. જેની પાસે ધન હાય તેણે અવશ્ય સ્વધમી બંધુઓની સેવાભક્તિ કરવી જોઈ એ એમાં તમને એ લાભ થશે. એક તે સાધમિક ખંધુની ભક્તિના લાભ અને બીજું પરિગ્રહના ભારથી હળવા મનાય છે. હેમચંદ્રાચાર્યાંના જીવનને એક
પ્રસંગ યાદ આવે છે.
હેમચંદ્ર સૂરીશ્વરજી એક મહાન જ્ઞાની અને શાસન પ્રભાવક પુરૂષ હતા. તે આ પૃથ્વી ઉપર વિચરતાં અનેક જીવાને ધર્મલાભ આપતાં એક વખત અણુહીલપુર પાટણની હુંદના એક નાનકડા ગામમાં પધાર્યાં. તેમના પુનિત પદાણુથી એ ગામની ભૂમિ પાવન મની, ગામતા લેાકેાના હૈયા હુષ્ટથી નાચી ઉઠયા, હેમચંદ્રાચાર્ય નું જ્ઞાન વિશાળ હતું. જેની પાસે વિનય પૂર્ણાંકનું જ્ઞાન હાય તેની વાણીમાં ત્યાગ અને વૈરાગ્યની છેળા ઉડતી હાય છે. આ ગામ નાનું હતુ પણ જેનેાની વસ્તી સારી હતી. ભવ્ય શ્રાવકો હેમચ ંદ્રસૂરીના મુખમાંથી વહેતી પવિત્ર વાણીને પોતાના હૃદય સાવરમાં ઝીલીને પેાતાના પાપપ'કને પખાળી જીવન પવિત્ર મનાવી રહ્યા હતા.
“ ગરીમાં વસેલી અમીરી ’:- આ ગામમાં ધનાશાહુ નામના ભાવિક શ્રાવક વસતા હતા. તેની આર્થિક સ્થિતિ સામાન્ય હતી. એ વણકરના ધંધા કરતા હતા. પેાતાની જાતે કપડા વણીને વેચતા. એમાં એને જે કાંઈ મળે તેમાંથી પેાતાના જીવન નિર્વાડ ચલાવતા. આ શ્રાવક ધનથી ગરીખ હતા પણ મનથી ગરીખ ન હતા. એના અંતરમાં દેવ-ગુરૂ અને ધર્મ પ્રત્યે અનન્ય શ્રદ્ધા હતી. એના અંતરની ભાવના ખૂબ ભવ્ય હતી. એ રાજ વ્યાખ્યાન વાણી સાંભળતા. સામાયિક, પ્રતિક્રમણ, ચૌવિહાર વિગેરે ધકરણી કરતા. એના મનમાં વિચાર આવ્યે કે આવા મહાન પિવત્ર, જ્ઞાની ગુરૂ ભવંતે આ નાનકડા ગામમાં પધારીને જૈનશાસનની જ્યાત ઝળકાવી મારા જેવા અબુઝ પ્રાણીના અંતરમાંથી અજ્ઞાનના અંધકાર ઉલેચીને સાચા માર્ગ સમજાવ્યે છે. ઘર આંગણે આવે ધ્રુવ અવસર કારે આવવાના છે! હું એમની કંઇક ભક્તિ કરીને લાભ લ
ધનાશાહુ વિચાર કરે છે કે હું શું કરીને ભક્તિના લાભ લ`! ઘરમાં તેા કંઈ છે. નિહ. માંડ માંડ ગુજરાન ચલાવે છે. એમની પત્નીએ શિયાળામાં એઢવા માટે એક જાડા ને બરછટ ધામળેા બનાવેલા હતા. ધનાશાહની નજર એના ઉપર પડી. એટલે વિચાર કર્યાં હું આ ધાબળા એમને વહેારાવી દઉં. ધનાશાહના ધામળેા ઘણુંા ખરછટ ને જાડો હતે પણ એની ભાવના સુવાળી હતી, પણ મનમાં વિચાર આવ્યે કે કયાં શાસનના શિરતાજ મહાન ગુરૂદેવ ! અને કયાં મારી ગરીબાઈની ચાડી ખાતા આ બરછટ ધાબળા ! ભાવના ઘણી છે પણ મનમાં સ ંકોચ થાય છે કે શુ ગુરૂદેવ આને સ્વીકાર કરશે ખરા ?
ધનાશાહ તા ધાબળા લઈને આચાય ભગવંત પાસે પહાંચી ગયા. અ`તરમાં