________________
૪૨૦
શારદા સુવાસ
રખે ને તને દૃષ્ટિ લાગે ને તું માંદા પડે! માટે ભાઈ હમણું તને આપણું બગીચામાં જે બંગલે છે તેમાં રાખું તે તને વાંધો નથી ને? વસુદેવ સમુદ્રવિજયને પિતા તુલ્ય સમજતાં હતાં. એટલે કહે–ભલે મેટાભાઈ ! ત્યાં રહીશ. તમે તે મારા હિત માટે જ કહે, છે ને ? એ સમયના આત્માએ ઘણું સરળ હતા. વડીલે જે કંઈ કહે તે કેઈ પણ જાતની અપીલ કે દલીલ વિના તહેતુ કરતા હતા.
વસુદેવ સમુદ્રવિજય રાજાના કહેવા પ્રમાણે બગીચાના બંગલામાં રહેવા લાગ્યા. એક દિવસ તેઓ કંપાઉન્ડમાં ફરતા હતા તે સમયે કે પુરૂષ બે કે વસુદેવ અહીં કેમ રહે છે ? તે શબ્દો સાંભળી એમને ખૂબ લાગી આવ્યું. શું મારા ભાઈએ મને નજરકેદમાં રાખે છે ? એમણે મને કપટ કરીને રાખે ? બસ, હવે મારે અહીં રહેવું નથી. વસુદેવ હોંશિયાર ખૂબ હતા. એમણે બગીચામાંથી લાકડા લાવીને મહેલના બારણામાં મેટી ચિતા ખડકીને સળગાવી. પછી મહેલના દરવાજે લખ્યું કે, હે સમુદ્રવિજય ભાઈ! તમે મને કપટ કરીને નજર કેદમાં રાખે છે તેથી મારા દિલમાં ખૂબ દુઃખ થયું છે. તે કારણે હું આ ચિતામાં બળી ગયે છું. એવું લખી ચિતા સળગાવીને પિતે છાનામાના ચાલ્યા ગયા.
દરરોજ સવારમાં સમુદ્રવિજય રાજા પિતાના નાના ભાઈની ખબર લેવા માટે આવતા. તેને જોઇતી ચીજે મેકલાવતા હતા. દરરોજ સમુદ્રવિજય પધારે ત્યારે વસુદેવ મહેલની મેડીએથી નીચે ઊતરતા ને સામે જઈને ભાઈને ભેટી પડતા ને ખૂબ વહાલ કરતા પણ આજે તે મહેલનાં બારણામાં ભડભડ ચિતા બળી રહી છે. આ જોઈને સમુદ્રવિજય ભડક્યા. મહેલ તરફ દષ્ટિ કરી મનમાં થયું કે આજે મારો ભાઈ કેમ દેખાતું નથી ? શું એને ઠીક નહિ હોય ? જ તે હું આવું ત્યારે છલાંગ મારતે મારી સામે આવે છે. સમુદ્રવિજય ઉપર જઇને દેખે છે તે વસુદેવને જોયા નહિ. આખા મહેલમાં ને બગીચામાં તપાસ કરી પણું ભાઈ ન મળે, એટલે ખૂબ ચિંતાતુર બની ગયા. છેવટે મહેલની ભીતે લખાણ લખ્યું હતું તેના ઉપર દષ્ટિ પડતા વાંચ્યું, તેથી સમુદ્રવિજય તે ઢગલે થઈને ઢળી પડયા. શું મારો ભાઈ આ ચિતામાં બળી ગયો? ભાનમાં આવ્યા એટલે બોલવા લાગ્યા કે મારા લઘુ બંધવા ! તું મને મૂકીને ક્યાં ચાલ્યા ગયે? મેં તારાથી વાત છાની રાખી ત્યારે આ બનાવ બન્યું ને ? મારે તને સાચી વાત કહેવી જોઈતી હતી, પણ બંધુ! તેં આ શું કર્યું ? આ રીતે વસુદેવ ચિતામાં બળી ગયા છે એમ માનીને સમુદ્રવિજય રાજા આદિ બધા ભાઈએ રડવા લાગ્યા. આખી નગરીમાં હાહાકાર મચી ગયે. હજુ સમુદ્રવિજય રાજા તેમજ બીજા ભાઈઓ કે ઝુરાપ કરશે તેના ભાવ અવસરે.
ચરિત્ર - જિનસેન પાસ થવાથી રાજાએ તેના ઉપર ખુશ થઈને મુખ્ય ઘડે અને તલવાર બંને ચીને ભેટ આપી. રત્નાવતીની દાસીએ આવીને બધી વાત કરી.