________________
શારદા સુવાસ છે ને ? મને હડહાડ લાગી આવ્યું છે. બસ, જ્યાં આપણું કંઈ માન ન હોય ત્યાં - જીવીને શું કામ છે? આવા જીવને જીવવું તેના કરતાં મરી જવું શ્રેષ્ઠ છે. હું તે તમારી નજર સામે ઝેર ખાઈને મરી જઈશ.
બંધુઓ ! સતી સ્ત્રીઓ પતિને પરમેશ્વર તુલ્ય સમજે છે, પણ આ નવતી તે ઝેરની ભરેલી છે. પતિ એની ઈચ્છા મુજબ કાર્ય કરે તે શી વાત, પણ જે પિતાની ઇચ્છા વિરુદ્ધ કંઈ કાર્ય કર્યું તે આવી બન્યું. તે રીતે અત્યારે રાણના પુત્રને રાજાએ કંઈ આપ્યું નહિ એટલે રાજાની સામે ગમે તેવા શબ્દો બોલવા લાગી. રાણીના શબ્દો સાંભળીને રાજાના દિલમાં ખૂબ દુખ થયું. મેં તે જિનસેનકુમાર પરીક્ષામાં પાસ થયે એટલે ખુશ થઈને આ ચીજે ભેટ આપી છે. મેં કંઈ ખાલી એ ચીજો આપી નથી, છતાં રાણીને કેટલી ઈર્ષ્યા આવી ગઈ છે! આ તે ગમે તેમ બકવાદ કરે છે. માટે આ રાણેને કેવી રીતે સમજાવવી અને શું કરવું તેની રાજાને મૂંઝવણ થવા લાગી. રાજાએ રત્નાવતીને ખૂબ સમજાવી પણ કઈ રીતે સમજતી નથી. એ તે એમ જ બેલે છે કે હું ઝેર ખાઈને મરી જઈશ. હજુ રત્નાવતી રાજાને કેવા શબ્દો કહેશે કે શું બનશે તેના ભાવ અવસરે કહેવાશે.
આવતી કાલે આપણુ આત્માનું ઉથાન કરાવનાર પર્વાધિરાજ પર્વ આવી રહ્યા છે. તેનું સ્વાગત કરવા તપ-ત્યાગમાં જોડાવા પ્રયત્ન કરશે. ઘણાં ભાઈ બહેને આરાધનામાં જોડાયા છે. ૐ શાંતિ.
વ્યાખ્યાન નં. ૪૬ શ્રાવણ વદ ૧૩ ને ગુરૂવાર અઠ્ઠાઈધર
તા. ૩૧-૮-૭૮ વિષય – “પધરાજના વધામણું" સુજ્ઞ બંધુઓ, સુશીલ માતાઓ ને બહેને ! જે પર્વાધિરાજ પર્યુષણ પર્વની આપણે ઘણું દિવસે થી રાહ જોઈ રહ્યા હતા તે પરમ મંગલકારી અને આત્માની ઉન્નતિ કરાવનાર પર્વની આજે પધરામણી થઈ ગઈ છે. આજના વ્યાખ્યાનને વિષય છે “પર્વાધિરાજના વધામણા.” આપણે હૈયાના હેતથી અને અંતરના ઉમળકાથી આપણું મોંઘેરા મહેમાન પર્વાધિરાજ પર્યુષણ પર્વના વધામણા કરવાના છે. પર્યુષણ પર્વ એટલે શું? જીવરાજભાઈને જીવનની તિને ઝગમગાવનાર જયવંતપર્વ. માનવને મુક્તિનો માર્ગ બતાવનાર મંગલકારી પવ, કર્મના કાદવમાં ખરડાયેલાઓને સાફ થવાનું વોટર વર્કસ, આત્માનંદના ઝુલે ઝૂલવાને હિંડળ અને પામર પ્રાણીને પાવન બનાવનાર પવિત્ર પર્વ. આવા અનુપમ પર્વના આપણે , વધામણાં કરવાના છે.